Business

'ડૉલર સામે રૂપિયાનું મૂલ્ય ઘટવું એ દેશના અર્થતંત્ર માટે સારી બાબત છે', નીતિ આયોગના પૂર્વ ઉપાધ્યક્ષનું નિવેદન

By GS TEAM
4 Dec 20251 min read
TukuTouch Logo
નીતિ આયોગના પૂર્વ ઉપાધ્યક્ષ રાજીવ કુમારે મંગળવારે જણાવ્યું કે ડોલર જેવા વિશ્વના મુખ્ય ચલણ સામે રૂપિયાનું મૂલ્ય ઘટવું અર્થતંત્ર માટે સારું છે કારણ કે તે વિદેશી હૂંડિયામણની આવકમાં વધારો અને રોજગારીનું સર્જન કરે છે.

Summarized by AI; it may make mistakes. Check important info

'ડૉલર સામે રૂપિયાનું મૂલ્ય ઘટવું એ દેશના અર્થતંત્ર માટે સારી બાબત છે', નીતિ આયોગના પૂર્વ ઉપાધ્યક્ષનું નિવેદન

Former Niti Aayog Vice Chairman Rajiv Kumar Statement: નીતિ આયોગના પૂર્વ ઉપાધ્યક્ષ રાજીવ કુમારે મંગળવારે જણાવ્યું કે ડૉલર જેવા વિશ્વના મુખ્ય ચલણ સામે રૂપિયાનું મૂલ્ય ઘટવું અર્થતંત્ર માટે સારું છે કારણ કે તે વિદેશી હૂંડિયામણની આવકમાં વધારો અને રોજગારીનું સર્જન કરે છે. ઉલ્લેખનીય છે કે આ અઠવાડિયે રૂપિયો ડૉલર સામે ઐતિહાસિક સ્તરે નબળો પડ્યો અને ₹90.41 પ્રતિ ડૉલર સુધી તૂટ્યો હતો. જોકે, ગુરુવારે રૂપિયો ડૉલર સામે 19 પૈસાની તેજી સાથે 89.96 રૂપિયા પ્રતિ ડૉલર પર બંધ થયો.

તેમણે x પર લખ્યું કે, 'મુખ્ય વૈશ્વિક ચલણની સરખામણીમાં રૂપિયાનું મૂલ્ય ઘટવાને લઈને ચિંતા કરવાની કોઈ જરૂર નથી. હકીકતમાં અર્થતંત્ર માટે તે સારું છે કારણ કે તેનાથી ભારતમાં શ્રમ-સઘન નિકાસને પ્રોત્સાહન મળે છે, વિદેશી ચલણ આવક વધે છે અને રોજગારીના અવસર સર્જાય છે. રૂપિયાના મૂલ્યમાં ઘટાડા અંગે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. આ મુદ્દે હવે લોકોની વિચારસરણીમાં ફેરફાર થવો જોઈએ, જે દેશ માટે હાનિકારક છે.' 

આ પણ વાંચો: ડૉલર સામે રૂપિયાનું સતત ધોવાણ, ભારતીય કરન્સી 90.41ની નવી ઐતિહાસિક નીચલી સપાટીએ


રાજીવ કુમારે જણાવ્યું હતું કે, 'હવે સમય આવી ગયો છે કે કહેવાતા 'મજબૂત રૂપિયા'ને આર્થિક મજબૂતાઈના પ્રતીક તરીકે જોવામાં આવે. માચો રૂપી સિન્ડ્રોમને તાત્કાલિક છોડી દેવો જોઈએ.'

આ પણ વાંચો: સાનુકૂળ પરિબળોના ટેકા સાથે બિટકોઈન ફરી 94000 ડૉલરની નજીક પહોંચ્યા