યુદ્ધ જલ્દી નહીં પતે, સોનું-ચાંદી ખરીદો... હવે એ જ સહારો', રોબર્ટ કિયોસાકીની નવી 'ભવિષ્યવાણી'
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Robert kiyosaki: અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધના કારણે તેલ અને ગેસનું સંકટ ઘેરું બન્યું છે. હોર્મુઝ સ્ટ્રેટમાં અવરોધ આવતા સપ્લાય ચેઇન પર માઠી અસર પડી છે, જેના પગલે અનેક દેશોમાં પેટ્રોલ-ડીઝલના ભાવથી લઈને જીવનજરૂરી ચીજવસ્તુઓ પર મોંઘવારી વધી ગઈ છે. બીજી તરફ શેરબજારોમાં પણ ભારે ઉતાર-ચઢાવ જોવા મળી રહ્યો છે. હવે આ વચ્ચે Rich Dad Poor Dadના લેખક રોબર્ટ કિયોસાકીએ નવી ભવિષ્યવાણી કરી છે.
આ ગ્લોબલ સંકટ વચ્ચે લોકપ્રિય પુસ્તક 'રિચ ડેડ પુઅર ડેડ'ના લેખક રોબર્ટ કિયોસાકીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટ મૂકી છે અને આ સંકટમાં પણ ધનવાન બનવાનું સિક્રેટ જણાવ્યું છે. તેમની આ પોસ્ટ હવે ઝડપથી વાઇરલ થઈ રહી છે.
રિચ ડેડ પુઅર ડેડના લેખક રોબર્ટ કિયોસાકીએ પોતાની પોસ્ટમાં રોકાણકારોના સિક્રેટનો ઉલ્લેખ કરીને મોટી સલાહ આપી છે. આ સાથે જ અમેરિકા-ઈઝરાયલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધ વિશે ચેતવણી પણ આપી છે. તેમણે પોસ્ટમાં લખ્યું હતું કે, 'જો તમે ધનવાન રોકાણકાર બનવા માગો છો, તો તમારે ભવિષ્ય જોવું પડશે અને બે કારણોસર હાલમાં તેને જોવું ખૂબ જ સરળ બની ગયું છે.'
- પ્રથમ: રાષ્ટ્રીય દેવું વધતું જ જશે, કારણ કે સરકારો ફક્ત નકલી નોટ છાપતી રહેશે. આનો અર્થ એ છે કે ફુગાવો સતત વધતો રહેશે અને અમેરિકન ડૉલર બચાવી રાખનારાને નુકસાન થતું રહેશે.
- બીજું: ઈરાનમાં ચાલી રહેલ યુદ્ધ ક્યારેય સમાપ્ત નહીં થશે અને તેનાથી એ સ્પષ્ટ થાય છે કે જો આવું થશે તો તેલના ભાવ ફક્ત વધશે જેનાથી મોંઘવારીનો વધુ માર પડશે.
કિયોસાકી આને ગણાવ્યું સૌથી મોટું જૂઠાણું
કિયોસાકીએ પોતાની પોસ્ટમાં આગળ લખ્યું કે, 'જેમ હું વર્ષોથી કહી રહ્યો છું કે સૌથી વધુ નુકસાન તે લોકોને થશે, જેઓ આ મીઠી ગોળી પર વિશ્વાસ કરે છે કે, સ્કૂલ જાઓ, સારા ગ્રેડ મેળવો, નોકરી કરો, ટેક્સ ચૂકવો, પૈસા બચાવો અને લાંબા ગાળા માટે સ્ટોક્સ, બોન્ડ્સ, મ્યુચ્યુઅલ ફંડ્સ અને ETFમાં રોકાણ કરો. એક સારો અને અલગ-અલગ પ્રકારનો પોર્ટફોલિયો બનાવો. સૌથી મોટું જૂઠાણું એ જ છે કે US Bonds સુરક્ષિત હોય છે.'
તેમણે આગળ કહ્યું કે, 'આ ગ્લોબલ ઓઇલ, દેવું, બોન્ડ, રોકડ, બૅન્કિંગ અને ફુગાવાના સંકટમાં ફક્ત એક જ વસ્તુ તમને સુરક્ષિત રાખી શકે છે અને તે તમે ખુદ અને તમારી આર્થિક શિક્ષા છે. મારા જીવનના મોટાભાગના હિસ્સામાં હું એ માનતો આવ્યો છું કે જો કોઈ વસ્તુ છાપી શકાય છે, તો તે નકલી છે.'
મુશ્કેલીમાં માત્ર સોનું-ચાંદી જ સહારો
પોતાની લાંબી પોસ્ટમાં ફુગાવા અને ક્રેશની ચેતવણી આપવાની સાથે રોબર્ટ કિયોસાકીએ લોકોને ક્રેશમાં પણ ધનવાન બનવાનું સિક્રેટ જણાવ્યું અને રોકાણ કરવાની સલાહ આપી. તેમણે લખ્યું કે, 'મારા મતે 2026 માટે અસલી સોનું, અસલી ચાંદી, તેલ, બિટકોઇન અને ઈથેરિયમ સૌથી સુરક્ષિત રોકાણ છે. પરંતુ તમે મારી વાત પર આંખ બંધ કરીને વિશ્વાસ ન કરો, તમે જાતે જ નક્કી કરો કે તમારા માટે અસલી શું છે. Take Care.'
સોમવારે કરવામાં આવેલી કિયોસાકીની આ પોસ્ટ વાયુ વેગે વાઇરલ થઈ રહી છે અને શેર થયા પછી તેને 8 લાખથી વધુ વ્યૂઝ મળ્યા છે. તમને જણાવી દઈએ કે, રિચ ડેડ પુઅર ડેડના લેખક સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે અને વારંવાર પોતાની પોસ્ટ દ્વારા રોકાણની સલાહ આપતા રહે છે.









