Business

ઊંચા ફુગાવા વચ્ચે જૂનમાં રિટેલ વેચાણમાં વાર્ષિક ધોરણે ૬ ટકા વધારો

By GS Team
23 Jul 20261 min read
TukuTouch Logo
મુંબઈમાં, રિટેલર્સ એસોસિએશન ઓફ ઈન્ડિયા (RAI) અનુસાર, જૂનમાં રિટેલ વેચાણમાં 6% નો વધારો થયો છે. ખાદ્ય પદાર્થો, ગ્રોસરી અને રેસ્ટોરન્ટ્સના વેચાણમાં નોંધપાત્ર વૃદ્ધિ જોવા મળી છે. તહેવારોની સિઝનને ધ્યાનમાં રાખીને રિટેલરો વેચાણ વૃદ્ધિ માટે આશાવાદી છે. પશ્ચિમ ભારતમાં 8% સાથે સૌથી વધુ વેચાણ વૃદ્ધિ નોંધાઈ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ઊંચા ફુગાવા વચ્ચે જૂનમાં રિટેલ વેચાણમાં વાર્ષિક ધોરણે  ૬ ટકા વધારો

આગામી તહેવારાને લઈને રિટેલરો વેચાણ વૃદ્ધિ માટે આશાવાદી
મુંબઈ : વર્તમાન વર્ષના જૂનમાં દેશમાં રિટેલ વેચાણમાં વાર્ષિક ધોરણે સરેરાશ ૬ ટકા વધારો થયાનો રિટેલર્સ એસોસિએેશન ઓફ ઈન્ડિયા (રાય) દ્વારા અંદાજ મૂકવામાં આવ્યો છે.
સાવચેતીભર્યા ખર્ચ વાતાવરણ અને ઊંચા ફુગાવા વચ્ચે પણ ઉપભોગ માગમાં સ્થિરતા જોવા મળી રહી છે. ખાદ્ય પદાર્થ તથા ક્વીક સર્વિસ રેસ્ટોરેન્ટસની આગેવાની હેઠળ એકંદર રિટેલ વેચાણમાં વૃદ્ધિ જોવા મળી હોવાનું રાયના સુત્રોએ જણાવ્યું હતું.
ખાદ્ય પદાર્થ તથા ગ્રોસરીના વેચાણમાં વાર્ષિક ધોરણે ૧૦ ટકા જ્યારે ક્વીક સર્વિસ રેસ્ટોરેન્ટસના વેચાણમાં ૯ ટકા વધારો જોવા મળ્યો છે. પગરખાંના વેચાણમાં ૮ ટકા, કન્ઝયૂમર ડયૂરેબલ્સ તથા ઈલેકટ્રોનિકસમાં સાત ટકા વૃદ્ધિ જોવા મળી છે. આ ઉપરાંત જવેલરી તતા એપરલની માગ પણ ગયા મહિને વધી હોવાનું જોવા મળ્યું છે.
ભારતના ઉપભોગતાઓમાં ખર્ચ કરવાનો ઈરાદો અકબંધ છે, પરંતુ નાણાં ખર્ચવામાં તેઓ મૂલ્યની દ્રષ્ટિએ સાવચેતી ધરાવી રહ્યા હોવાનું પણ સુત્રોએ ઉમેર્યું હતું.
જૂનમાં માગમાં વધારાને ધ્યાનમાં રાખી રિટેલરો આગામી તહેવારોની મોસમને લઈને આશાવાદ ધરાવી રહ્યા છે. દેશમાં સૌથી વધુ વેચાણ વૃદ્ધિ આઠ ટકા સાથે પશ્ચિમના રાજ્યોમાં થઈ છે જ્યારે ઉત્તરમાં આ આંક ૭ ટકા રહ્યો છે અને દક્ષિણ તથા પૂર્વના રાજ્યોમાં આ આંક અનુક્રમે ૬ ટકા તથા ૪ ટકા રહ્યો છે.રિટેલરો પોતાના ગ્રાહકોને જાળવી રાખવા તથા તેમના આગામી માગ ટ્રેન્ડ જાણવા ટેકનોલોજીનો મોટેપાયે ઉપયોગ કરી રહ્યાનું પણ જોવા મળી રહ્યું છે.