Business

રિટેલ રોકાણકારોનું છ માસમાં ઇક્વિટીમાં રૂ. ૫૭,૨૦૩ કરોડનું રોકાણ

By GS Team
7 Jul 20262 mins read
TukuTouch Logo
અમદાવાદમાં વૈશ્વિક અનિશ્ચિતતા છતાં, ભારતીય ઇક્વિટીમાં રિટેલ રોકાણકારોનો રસ ફરી વધ્યો છે. 2026ના પ્રથમ છ મહિનામાં રોકાણ ₹57,203 કરોડ રહ્યું, જે ગત વર્ષે ₹1,884 કરોડ હતું. જોકે, આ વર્ષે IPO અને ડીમેટ ખાતા ખોલવાની ગતિ ધીમી પડી છે. નિષ્ણાતોના મતે, જૂનમાં તણાવ ઘટતા રોકાણકારો પસંદગીના ક્ષેત્રોમાં પાછા ફરી રહ્યા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

રિટેલ રોકાણકારોનું છ માસમાં ઇક્વિટીમાં રૂ. ૫૭,૨૦૩ કરોડનું રોકાણ

વૈશ્વિક અસ્થિરતાને કારણે આ વર્ર્ષે આઈપીઓ માર્કેટ સુસ્ત સાથે ડીમેટ એકાઉન્ટ ખોલવાની ગતિ પણ ધીમી પડી
અમદાવાદ : કેલેન્ડર વર્ષ ૨૦૨૬ ના પ્રથમ છ મહિનામાં ભારતીય ઇક્વિટીમાં રિટેલ રોકાણકારોનું ચોખ્ખું રોકાણ રૂ. ૫૭,૨૦૩ કરોડ હતું, જે એક વર્ષ અગાઉના સમાન સમયગાળામાં રૂ. ૧,૮૮૪ કરોડ હતું.
એક્સચેન્જ ડેટા દર્શાવે છે કે વૈશ્વિક અનિશ્ચિતતા છતાં, રોકાણકારોનો રસ ફરી વધ્યો છે. નિષ્ણાતો કહે છે કે જૂનમાં ભૂ-રાજકીય તણાવ ઓછો થતાં, રોકાણકારો સાવચેતીપૂર્વક પસંદગીના ક્ષેત્રોમાં પાછા ફરી રહ્યા છે.
૨૦૨૪ માં રૂ. ૧.૬૭ લાખ કરોડની રેકોર્ડ ચોખ્ખી ખરીદી પછી, ૨૦૨૫ માં રૂ. ૧,૭૧૫ કરોડનું ચોખ્ખું વેચાણ જોવા મળ્યું હતું. આ આઉટફ્લો નફારૂપી વેચવાલી અને વૈશ્વિક અનિશ્ચિતતાના સમયગાળાને કારણે હતો.
જૂન મહિનામાં બેન્ચમાર્ક ઇન્ડેક્સ નિફ્ટી ૧.૩% થી વધુ વધ્યો અને જુલાઈના પહેલા અઠવાડિયામાં પણ તેનો અપ ટ્રેન્ડ ચાલુ રહ્યો હતો. વૈશ્વિક અસ્થિરતાને કારણે આ વર્ષે અત્યાર સુધી આઈપીઓ માર્કેટ ધીમું પડયું છે, સાથે ડીમેટ એકાઉન્ટ ખોલવાની ગતિ પણ ધીમી પડી છે. મે ૨૦૨૬માં, ૨.૨ મિલિયન ખાતા ખોલવામાં આવ્યા હતા, જે અગાઉના છ મહિનાની સરેરાશ ૨.૭ મિલિયન હતી.
કોરોના દરમિયાન બજાર તળિયે ગયા પછી, રિટેલ રોકાણકારોએ તેમના ટ્રેડિંગ પેટર્નમાં નોંધપાત્ર ફેરફાર જોયો હતો. ૨૦૧૬ થી ૨૦૧૯ સુધી સતત વેચવાલી પછી, ભારતીય બજારોમાં ૨૦૨૫ માં થોડો ઘટાડો થયો તે પહેલાં સતત પાંચ વર્ષ સુધી રિટેલ રોકાણકારો દ્વારા ચોખ્ખી ખરીદી જોવા મળી હતી.
બીજી તરફ, સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોમાં મ્યુચ્યુઅલ ફંડો એ પ્રથમ છ મહિનામાં ખરીદીનો ધમધમાટ ચાલુ રાખ્યો હતો, જેમાં રૂ. ૪.૭ લાખ કરોડનું ચોખ્ખું રોકાણ નોંધાયું હતું, જે કેલેન્ડર વર્ષ ૨૦૨૫ ના પ્રથમ છ મહિનામાં નોંધાયેલા રૂ. ૩.૫૭ લાખ કરોડ કરતા વધારે છે.