લિક્વિડિટી પાછી ખેંચવા રિઝર્વ બેન્ક હવે બોન્ડ બહાર પાડશે
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

ઓએમઓ મારફત રૂ. એક લાખ કરોડ પાછા ખેંચાશે
મુંબઈ : ફોરેન કરન્સી નોન-રેસિડેન્ટ (બેન્ક) એફસીએનઆર-બી ડીપોઝિટ સ્કીમને પરિઁણામે દેશની નાણાં વ્યવસ્થામાં ઊભી થયેલી અભૂતપૂર્વ લિક્વિડિટીના સંચાલન માટે રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ)એ રૂપિયા એક લાખ કરોડના સરકારી બોન્ડ જારી કરવાનો નિર્ણય કર્યો છે.
ઓપન માર્કટ ઓપરેશન (ઓએમઓ) મારફત આ લિક્વિડિટી પાછી ખેંચાશે.
૧૭, ૨૧ તથા ૨૮ સપ્ટેમ્બરના જારી કરાનારા આ બોન્ડ ત્રણથી પાંચ વર્ષની મુદતના હશે.એફસીએનઆર-બી સ્કીમ હેઠળ બેન્કોએ ૧૨૭ અબજ ડોલર ઊભા કર્યા છે. જેને કારણે નાણાં વ્યવસ્થામાં જંગી લિક્વિડિટી ઊભી થઈ છે.
સદર સ્કીમ હેઠળ ડોલરના જંગી ઈન્ફલો ખર્ચાળ સાબિત થશે તેવી દલીલને આરબીઆઈના ગવર્નર સંજય મલ્હોત્રાએ નકારી કાઢી હતી અને જણાવ્યું હતું કે આ ઈન્ફલોને પરિણામે રિઝર્વ બેન્કને વધારાની આવક ઊભી થશે.
પ્રાપ્ત થયેલા ડોલરનું રિઝર્વ બેન્ક વિદેશમાં રોકાણ કરશે અને તેના પર આવક મેળવશે એમ તેમણે એક ટીવી ચેનલને આપેલી મુલાકાતમાં જણાવ્યું હતું.
વધુ પડતી લિક્વિડિટીથી બેન્કો ધિરાણ દરમાં ઘટાડો કરશે જેને કારણે ફુગાવો વધવાનું જોખમ ઊભુ થશે તેવી ગણતરી મૂકવામાં આવી રહી છે.




