Business

Fact Check: રૂપિયો બચાવવા ભારતે અબજો ડૉલરનું સોનું વેચ્યું? જાણો RBIની સ્પષ્ટતા

By GS Team
3 Jun 20262 mins read
TukuTouch Logo
શું ભારતીય રિઝર્વ બેંક (RBI)એ વિદેશી હૂંડિયામણ ભંડાર (ફોરેક્સ રિઝર્વ) બચાવવા માટે 12 અબજ ડૉલરની કિંમતનું સોનું વેચ્યું છે? એક રિપોર્ટમાં આ પ્રકારના સમાચાર આવ્યા બાદ કેન્દ્રીય બેંક તરફથી આ અંગે એક મોટું નિવેદન જાહેર કરવામાં આવ્યું છે, જેમાં આ સમાચારોને ખોટા અને નકલી એટલે કે ફેક ગણાવવામાં આવ્યા છે. India's Gold Reserve (ભારતના ગોલ્ડ રિઝર્વ)ના આંકડા શેર કરતા કહેવામાં આવ્યું છે કે ભારતમાં ગોલ્ડ રિઝર્વ સ્થિર બનેલું છે. આ સાથે જ લોકોને અપીલ કરવામાં આવી છે કે માત્ર રિઝર્વ બેંક દ્વારા સત્તાવાર રીતે આપવામાં આવેલી માહિતી પર જ ભરોસો કરો.

Summarized by AI; it may make mistakes. Check important info

Fact Check: રૂપિયો બચાવવા ભારતે અબજો ડૉલરનું સોનું વેચ્યું? જાણો RBIની સ્પષ્ટતા

Gold Reserves Selling Report Fake: શું ભારતીય રિઝર્વ બૅંક (RBI)એ વિદેશી હૂંડિયામણ ભંડાર (ફોરેક્સ રિઝર્વ) બચાવવા માટે 12 અબજ ડૉલરની કિંમતનું સોનું વેચ્યું છે? એક રિપોર્ટમાં આ પ્રકારના સમાચાર આવ્યા બાદ કેન્દ્રીય બૅંક તરફથી આ અંગે એક મોટું નિવેદન જાહેર કરવામાં આવ્યું છે, જેમાં આ સમાચારોને ખોટા અને નકલી એટલે કે ફેક ગણાવવામાં આવ્યા છે. India's Gold Reserve (ભારતના ગોલ્ડ રિઝર્વ)ના આંકડા શેર કરતાં કહેવામાં આવ્યું છે કે ભારતમાં ગોલ્ડ રિઝર્વ સ્થિર બનેલું છે. આ સાથે જ લોકોને અપીલ કરવામાં આવી છે કે માત્ર રિઝર્વ બૅંક દ્વારા સત્તાવાર રીતે આપવામાં આવેલી માહિતી પર જ ભરોસો કરો.


12 અબજ ડૉલરની કિંમતનું સોનું વેચવાનો ખોટો દાવો

બ્લૂમબર્ગના એક રિપોર્ટમાં ટાંકવામાં આવ્યું હતું કે કેન્દ્રીય બૅંકે પોતાના વિદેશી હૂંડિયામણ ભંડારને બચાવવા માટે પોતાના સોનાના ભંડારનો કેટલોક હિસ્સો ઓછો કરી દીધો છે. પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધના કારણે ઊભી થયેલી સ્થિતિઓને તેના માટે જવાબદાર ગણાવવામાં આવી હતી. કેન્દ્રીય બૅંક દ્વારા અંદાજે 12 અબજ ડૉલરની કિંમતનું સોનું વેચવાનો દાવો કરવામાં આવ્યો હતો. આ અંગે RBIએ બુધવારે સ્પષ્ટીકરણ જાહેર કરીને આ સમાચારોનું ખંડન કરતાં કહ્યું કે ગોલ્ડ રિઝર્વમાં કોઈ ઘટાડો કરવામાં આવ્યો નથી.

આજ સુધી સોનાનું ફિઝિકલ રિઝર્વ 880.52 ટન પર યથાવત્

કેન્દ્રીય બૅંકે રિપોર્ટમાં છાપવામાં આવેલા સમાચારોને ફગાવી દેતા એક પ્રેસ રિલીઝમાં જણાવ્યું છે કે, 'ભારતીય રિઝર્વ બૅંકને મીડિયા રિપોર્ટ્સમાં સોનું વેચવા સંબંધિત સમાચાર મળ્યા છે. RBI આ વાત પર ભાર મૂકે છે અને ચિત્ર સ્પષ્ટ કરે છે કે આ પ્રકારના સમાચાર સાચા નથી.' RBIએ વધુમાં જણાવ્યું કે 3 જૂન સુધી સોનાનું ફિઝિકલ રિઝર્વ 880.52 ટન પર યથાવત્ છે. RBI તરફથી સામાન્ય જનતાને સલાહ આપવામાં આવી છે કે તેઓ આવા મામલાઓમાં સમયાંતરે RBI તરફથી આપવામાં આવતા અપડેટ્સ પર જ ભરોસો રાખે.

આ પણ વાંચો: નેતન્યાહૂએ ટ્રમ્પને બતાવ્યો ઠેંગો! સીઝફાયરના આદેશ છતાં લેબેનૉન પર એક જ દિવસમાં 30 હુમલા

PIBએ પણ ફેક્ટ ચેક કર્યું

કેન્દ્રીય બૅંક તરફથી સ્પષ્ટીકરણ જાહેર કરવા ઉપરાંત પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો એટલે કે PIBએ પણ આ રિપોર્ટનું ફેક્ટ ચેક કરીને તેને સંપૂર્ણપણે નકલી ગણાવ્યો છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર PIB તરફથી કરવામાં આવેલી પોસ્ટમાં કહેવામાં આવ્યું છે કે ભારતના વિદેશી હૂંડિયામણ ભંડારમાં સોનાનો હિસ્સો સપ્ટેમ્બર 2025ના અંતમાં 13.92 ટકાથી વધીને 31 માર્ચ 2026ના રોજ 16.70 ટકા થઈ ગયો, જ્યારે 22 મે 2026 સુધીમાં તે વધુ વધીને 16.85 ટકા પર પહોંચી ગયો હતો. તેમાં એ પણ સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે કેન્દ્રીય બૅંક RBI પોતાના માસિક બુલેટિનમાં સોનાના ભૌતિક ભંડારનો ડેટા શેર કરે છે અને તે અત્યાર સુધી યથાવત્ બનેલો છે.