Business

માલદીવ્સમાં સ્પીડબોટ પલટતા રેમન્ડના MD ગૌતમ સિંઘાનિયા ઈજાગ્રસ્ત, મુંબઈ એરલિફ્ટ કરાયા; અન્ય 2 ગુમ

By GS Team
21 Mar 20262 mins read
TukuTouch Logo
રેમન્ડ ગ્રુપના મેનેજિંગ ડિરેક્ટર ગૌતમ સિંઘાનિયા માલદીવ્સમાં એક ભયાનક સ્પીડબોટ અકસ્માતનો ભોગ બન્યા છે. દરિયામાં બોટ પલટી જતાં સર્જાયેલી આ દુર્ઘટનામાં સિંઘાનિયા ઈજાગ્રસ્ત થયા હતા, જેમને તાત્કાલિક સારવાર માટે એરલિફ્ટ કરીને મુંબઈ લાવવામાં આવ્યા છે. અહેવાલો અનુસાર, આ અકસ્માત સમયે તેમની સાથે જાણીતા રેલી ડ્રાઈવર હરિ સિંહ અને અન્ય એક મિત્ર પણ બોટ પર સવાર હતા, જેઓ હાલ ગુમ હોવાનું જાણવા મળ્યું છે. જોકે, ગૌતમ સિંઘાનિયાના પ્રવક્તાએ સ્પષ્ટતા કરી છે કે તેમને સામાન્ય ઈજાઓ થઈ છે અને મુંબઈમાં તેમની યોગ્ય સારવાર ચાલી રહી છે, જ્યાં તેઓ અત્યારે સુરક્ષિત છે.

Summarized by AI; it may make mistakes. Check important info

માલદીવ્સમાં સ્પીડબોટ પલટતા રેમન્ડના MD ગૌતમ સિંઘાનિયા ઈજાગ્રસ્ત, મુંબઈ એરલિફ્ટ કરાયા; અન્ય 2 ગુમ
(IMAGE - IANS)

Gautam Singhania Injured in Maldives: રેમન્ડ ગ્રુપના મેનેજિંગ ડિરેક્ટર ગૌતમ સિંઘાનિયા માલદીવ્સમાં એક ભયાનક સ્પીડબોટ અકસ્માતનો ભોગ બન્યા છે. દરિયામાં બોટ પલટી જતાં સર્જાયેલી આ દુર્ઘટનામાં સિંઘાનિયા ઈજાગ્રસ્ત થયા હતા, જેમને તાત્કાલિક સારવાર માટે એરલિફ્ટ કરીને મુંબઈ લાવવામાં આવ્યા છે. અહેવાલો અનુસાર, આ અકસ્માત સમયે તેમની સાથે જાણીતા રેલી ડ્રાઈવર હરિ સિંહ અને અન્ય એક મિત્ર પણ બોટ પર સવાર હતા, જેઓ હાલ ગુમ હોવાનું જાણવા મળ્યું છે. જોકે, ગૌતમ સિંઘાનિયાના પ્રવક્તાએ સ્પષ્ટતા કરી છે કે તેમને સામાન્ય ઈજાઓ થઈ છે અને મુંબઈમાં તેમની યોગ્ય સારવાર ચાલી રહી છે, જ્યાં તેઓ અત્યારે સુરક્ષિત છે.

ટેક્સટાઇલથી ગ્લોબલ લાઈફસ્ટાઈલ સુધીની સફર

ગૌતમ સિંઘાનિયા ભારતની પ્રતિષ્ઠિત ટેક્સટાઇલ કંપની 'રેમન્ડ લિમિટેડ'ના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર છે. બિઝનેસ સિવાય તેઓ કાર રેસિંગ, એવિએશન અને તેમની લક્ઝરી લાઈફસ્ટાઈલ માટે જાણીતા છે. વર્ષ 2000માં રેમન્ડ ગ્રુપની કમાન સંભાળ્યા બાદ તેમણે આ બ્રાન્ડને વૈશ્વિક સ્તરે નવી ઓળખ અપાવી છે. 'The Complete Man' જેવી પ્રતિષ્ઠિત બ્રાન્ડ ઈમેજ પાછળ તેમનું મોટું યોગદાન રહ્યું છે. ઉદ્યોગ જગતમાં તેમની એક આગવી વ્યૂહનીતિ રહી છે, જેના કારણે રેમન્ડ આજે માત્ર સુટિંગ-શર્ટિંગ પૂરતું મર્યાદિત ન રહીને એક ગ્લોબલ લાઈફસ્ટાઈલ બ્રાન્ડ બની ગયું છે.

આ પણ વાંચો: ઓઈલ કંપનીઓને ડીઝલમાં લિટરે રૂ.36, પેટ્રોલમાં રૂ.17નું નુકસાન

પર્સનલ લાઈફ અને વર્તમાન દુર્ઘટના

ગૌતમ સિંઘાનિયા છેલ્લા કેટલાક સમયથી તેમના વ્યવસાય ઉપરાંત અંગત જીવનમાં આવેલા ઉતાર-ચઢાવને કારણે પણ સતત ચર્ચામાં રહ્યા છે. ખાસ કરીને પત્ની નવાઝ મોદી સાથેના છૂટાછેડાના વિવાદ અને પારિવારિક મિલકતને લઈને ચાલી રહેલી કાનૂની લડાઈના કારણે ખૂબ ચર્ચાઓ ભારે ધ્યાન ખેંચ્યું હતું. 

હાલમાં, માલદીવ્સમાં સર્જાયેલા આ સ્પીડબોટ અકસ્માતના સમાચાર સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યા છે. આ ઘટનાને પગલે સમગ્ર બિઝનેસ જગત અને તેમના પ્રશંસકો ચિંતામાં છે અને તેઓ ગૌતમ સિંઘાનિયાના ઝડપી સ્વાસ્થ્ય સુધારા માટે પ્રાર્થના કરી રહ્યા છે. બીજી તરફ, દરિયામાં બનેલી આ ઘટનામાં ગુમ થયેલા અન્ય લોકોની શોધખોળ હજુ ચાલુ છે અને આ અંગે વધુ સત્તાવાર વિગતોની રાહ જોવાઈ રહી છે.