ક્રૂડતેલમાં ઝડપી ઘટાડો : સોના-ચાંદીમાં નરમાઈ : પ્લેટીનમમાં પણ થયેલી પીછેહઠ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

મિડલ ઈસ્ટમાંથી ક્રૂડની નિકાસમાં નોંધપાત્ર વૃદ્ધિ
મુંબઈ : મુંબઈ ઝવેરી બજારમાં આજે સોના-ચાંદી તથા પ્લેટીનમના ભાવમાં ઘટાડો આગળ વધ્યો હતો. નવી માગ ધીમી હતી. શ્રાદ્ધ પક્ષ પછી બજારમાં માગ ફરી વધવાની આશા જાણકારો બતાવી રહ્યા હતા. દરમિયાન, વિશ્વ બજારમાં કિંમતી ધાતુઓના ભાવ ઘટતાં ઘરઆંગણે ઈમ્પોર્ટય કોસ્ટ નીચી ઉતરી હોવાનું બજારના જાણકારોએ જણાવ્યું હતું.
વિશ્વ બજારમાં ક્રૂડતેલના ભાવમાં ઉંચા મથાળેથી ઝડપી ઘટાડો જોવા મળ્યો હતો. મધ્ય-પૂર્વના દેશોમાંથી ક્રૂડતેલની નિકાસ વધ્યાના વાવડ હતા. વિશ્વ બજારમાં બ્રેન્ટ ક્રૂડના ભાવ બેરલના જે વધી ૧૦૯ ડોલર નજીક પહોંચ્યા હતા તે આજે ઘટી નીચામાં ૧૦૪.૧૧ થઈ ૧૦૪.૩૬ ડોલર રહ્યા હતા. દરમિયાન, યુએસ ક્રૂડના ભાવ આજે નીચામાં ૯૧.૪૬ થઈ ૯૧.૫૬ ડોલર રહ્યા હતા. વિશ્વ બજારમાં ડોલર ઈન્ડેક્સ વધતાં વૈશ્વિક સોનામાં ફંડોના સેલીંગ વચ્ચે સોનાના ભાવ ઔંસના ૪૧૫૭થી ઘટી ૪૧૧૩ થઈ ૪૧૫૨થી ૪૧૫૩ ડોલર રહ્યા હતા. વિશ્વ બજાર પાછળ ઘરઆંગણે આજે અમદાવાદ ઝવેરી બજારમાં સોનાના ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ.૩૦૦ ઘટયા હતા.જ્યારે અમદાવાદ ચાંદીના ભાવ કિલોના રૂ.૧૦૦૦ ઘટયા હતા. વિશ્વ બજારમાં સોના પાછળ ચાંદીના ભાવ ઔંસદીઠ ૬૧.૫૩ વાળા ઘટી ૬૦.૩૦ થઈ ૬૦.૮૬થી ૬૦.૮૭ ડોલર રહ્યા હતા.
દેશમાં આ વર્ષે દિવાળીમાં ચાંદીની માગમાં ૧૭થી ૧૮ ટકાનો વધારો થવાની શક્યતા બજારના જાણકારો બતાવી રહ્યા હતા. મુંબઈ બુલિયન બજારમાં આજે સોનાના ભાવ જીએસટી વગર રૂ.૩૦૦ ઘટી ૯૯૫ના રૂ.૧૪૭૦૭૬ તથા ૯૯૯ના રૂ.૧૪૭૬૬૭ રહ્યા હતા. જ્યારે મુંબઈ ચાંદીના ભાવ જીએસટી વગર રૂ.૧૪૦૦ ઘટી રૂ.૨૨૧૬૦૦ રહ્યા હતા.
અમદાવાદ બજારમાં સોનાના ભાવ ૯૯૫ના રૂ.૧૫૧૯૦૦ તથા ૯૯૯ના રૂ.૧૫૨૨૦૦ રહ્યા હતા. જ્યારે અમદાવાદ ચાંદીના રૂ.૨૨૬૦૦૦ રહ્યા હતા. વિશ્વ બજારમાં પ્લેટીનમના ભાવ ૧૭૦૨ ડોલર રહ્યા હતા. પેલેડીયમ ના ભાવ ૧૨૩૪ ડોલર રહ્યા હતા. વૈશ્વિક કોપરના ભાવ આજે નજીવા પ્લસમાં રહ્યા હતા. વિશ્વ બજારમાં સોનાના ભાવમાં હાલની સપાટી તૂટશે તો ભાવ ૩૯૬૦થી ૩૯૪૦ ડોલર સુધી ઉતરી જવાની શક્યતા જાણકારો બતાવી રહ્યા હતા.




