સ્થાનિક ઉત્પાદનમાં ઘટાડાની ચિંતા વચ્ચે કઠોળની આયાતમાં ૬૨%નો ઉછાળો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

આગામી મહિનાઓમાં કઠોળની આયાતનું પ્રમાણ ખરીફ અને રવિ પાકના ઉત્પાદનના અંદાજ પર નિર્ભર
અમદાવાદ : અલ નીનોના જોખમને કારણે સ્થાનિક ઉત્પાદનમાં ઘટાડો થવાની આશંકા વચ્ચે નાણાકીય વર્ષ ૨૭ના એપ્રિલ-જુલાઈ સમયગાળા દરમિયાન કઠોળની આયાત ૬૨% વધીને ૧૭ લાખ ટન પર પહોંચી ગઈ છે.
મૂલ્ય (રૂપિયા/ડોલર)ની દ્રષ્ટિએ આયાત ૩૨% વધીને ૦.૯૭ અબજ ડોલર થઈ છે, જે દર્શાવે છે કે ભારત તરફથી ઊંચી માંગ હોવા છતાં વૈશ્વિક સ્તરે ભાવો પ્રમાણમાં નિયંત્રણમાં રહ્યા છે.
વેપારીઓનું કહેવું છે કે આગામી થોડા મહિનાઓમાં આયાત ધીમી પડી શકે છે, કારણ કે યુક્રેન સાથેના સંઘર્ષને લીધે રશિયા તરફથી પુરવઠો ખોરવાતા છેલ્લા કેટલાક અઠવાડિયામાં કેનેડાથી આયાત થતા વટાણા અને મસૂરના ભાવમાં તીવ્ર વધારો થયો છે.
ઇન્ડિયા પલ્સિસ એન્ડ ગ્રેઇન્સ એસોસિએશને જણાવ્યું હતું કે, આગામી બે મહિનામાં આયાત ધીમી પડી શકે છે કારણ કે યુક્રેન સાથેના સંઘર્ષને કારણે ગંભીર લોજિસ્ટિકલ સમસ્યાઓ સર્જાતા રશિયાથી પીળા વટાણા અને મસૂર લઈને આવતા અનેક જહાજો બંદરો પર અટવાઈ ગયા છે. આગામી મહિનાઓમાં કઠોળની આયાતનું પ્રમાણ ખરીફ અને રવિ પાકના ઉત્પાદનના અંદાજ પર નિર્ભર રહેશે.
કઠોળની વિવિાૃધ જાતોની વાત કરીએ તો, એપ્રિલ-જુલાઈ ગાળામાં મસૂર અને પીળા વટાણાની આયાતમાં વાર્ષિક ાૃધોરણે અનુક્રમે ૨૨૭% અને ૯૧%નો જંગી ઉછાળો આવ્યો છે, જે વધીને અનુક્રમે ૦.૫૭ મિલિયન ટન અને ૦.૫૨ મિલિયન ટન થઈ છે. નાણાકીય વર્ષ ૨૭ ના પ્રથમ ચાર મહિનામાં તુવેરની આયાત ૭% વધીને ૦.૩૧ મિલિયન ટન થઈ છે. જ્યારે આ જ સમયગાળા દરમિયાન અડદની આયાતમાં ૨૦%નો ઘટાડો નોંાૃધાયો છે અને તે ઘટીને ૦.૧૮ મિલિયન ટન રહી છે.




