Get The App

ઓટો, બેંક શેરોમાં પ્રોફિટ બુકિંગ : સેન્સેક્સ 607 પોઈન્ટ તૂટીને 76803

- નિફટી સ્પોટ ૧૫૫ પોઈન્ટ ગબડીને ૨૪૦૧૩ : FPIs/FIIની કેશમાં રૂ.૪૮૫૯ કરોડની ચોખ્ખી ખરીદી

- આઈટી જાયન્ટ એસ્સેન્ચરે આવક વૃદ્વિના અંદાજો ઘટાડીને રજૂ કરતાંIT શેરો કડ્ડડ્ડભૂસ : કેપિટલ ગુડઝ-પાવર, હેલ્થકેર શેરોમાં ફંડોનું સતત આકર્ષણ

Updated: Jun 20th, 2026

GS TEAM

Google News
Google News
ઓટો, બેંક શેરોમાં પ્રોફિટ બુકિંગ : સેન્સેક્સ 607 પોઈન્ટ તૂટીને 76803 1 - image

મુંબઈ : વૈશ્વિક આઈટી-ટેકનોલોજી જાયન્ટ એસ્સેન્ચરે ગઈકાલે તેના પરિણામની સાથે મિડલ ઈસ્ટ ટેન્શનના કારણે ૧૦ કરોડની આવકનો ફટકો પડયાનું અને ચાલુ પૂરા થતાં વર્ષ ઓગસ્ટ ૨૦૨૬  માટે આવક વૃદ્વિનો અંદાજ અગાઉના ચારથી પાંચ ટકાથી ઘટાડીને હવે ૩થી ચાર ટકા વચ્ચે મૂકતાં અને ડિલ્સ મામલે નેગેટીવ સમાચારે આજે આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ, ટેકનોલોજી શેરો કડ્ડડ્ડભૂસ થઈ ગયા હતા. વૈશ્વિક મોરચે એક તરફ ઈરાન-અમેરિકા વચ્ચે યુદ્વનો અંત લાવવા સમજૂતીના સમાચાર  છતાં ડિલમાં ટ્રમ્પે કાચું કાપ્યાના વિવાદાસ્પદ અહેવાલો અને ૬૦ દિવસમાં વાટાઘાટ થકી ડિલને અંતિમ ઓપ આપવાની તૈયારી વચ્ચે સ્વિટ્ઝરલેન્ડ ખાતે ફરી વાટાઘાટ અટકી પડી હોવાના અહેવાલોએ ફંડો, મહારથીઓ શેરોમાં નવી ખરીદીમાં સાવચેત બની ગયા સાથે આજે આઈટી શેરો પાછળ ઓફલોડિંગ થયું હતું. અમેરિકી ડોલર સામે રૂપિયો મજબૂત થતો અટકી આજે ૯૪.૩૨ થઈ જવા સાથે ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવ પણ નાયમેક્ષના ૩૪ સેન્ટ વધીને ૭૬.૯૪ ડોલર અને બ્રેન્ટ ક્રુડ ૭૯.૮૭ ડોલર થતાં ફંડો સાવચેત બન્યા હતા. આઈટી સાથે બેંકિંગ, ઓટોમોબાઈલ, ઓઈલ-ગેસ શેરોમાં વેચવાલી થઈ હતી. માત્ર હેલ્થકેર, કેપિટલ ગુડઝ શેરોમાં આકર્ષણ જળવાયું હતું. સેન્સેક્સ નીચામાં ૭૬૪૬૯.૭૨ સુધી આવી અંતે ૬૦૭.૦૮ પોઈન્ટ ઘટીને ૭૬૮૦૨.૯૦ અને નિફટી ૫૦ સ્પોટ નીચામાં ૨૩૯૦૧.૯૦ સુધી આવી અંતે ૧૫૪.૯૦ પોઈન્ટ ઘટીને ૨૪૦૧૩.૧૦ બંધ રહ્યા હતા.

આઈટી ઈન્ડેક્સ ૯૯૨ પોઈન્ટ તૂટયો : ઈન્ફોસીસ, સોનાટા, ટીસીએસ, ટેક મહિન્દ્રા, એચસીએલ તૂટયા

એસ્સેન્ચર દ્વારા ચાલુ વર્ષ માટે આવક અંદાજ ઘટાડીને રજૂ કરાતાં આઈટી શેરોમાં ધૂમ વેચવાલીએ બીએસઈ આઈટી ઈન્ડેક્સ ૯૯૨.૪૦ પોઈન્ટ તૂટીને ૨૬૮૨૯.૪૬ બંધ રહ્યો હતો. મેક્લિઓડ રૂ.૨.૩૮ તૂટીને રૂ.૨૯.૨૩, ઈન્ફોસીસ રૂ.૭૫.૪૦ તૂટીને રૂ.૧૦૫૧.૮૫, સોનાટા સોફ્ટવેર રૂ.૧૩.૩૫ તૂટીને રૂ.૨૯૭.૫૫, એલટીએમ રૂ.૧૬૪.૫૫ તૂટીને રૂ.૩૮૩૦.૫૫, ટીસીએસ રૂ.૭૭.૯૦ ગબડીને રૂ.૨૧૨૬.૪૦, ઝેનસાર ટેકનોલોજી રૂ.૧૪.૯૦ ઘટીને રૂ.૪૪૭.૯૦, લેટેન્ટ વ્યુ રૂ.૯.૯૦ ઘટીને રૂ.૨૯૯.૫૦, એમ્ફેસીસ રૂ.૬૭.૬૫ તૂટીને રૂ.૨૨૭૧.૪૫, ક્વિક હિલ રૂ.૫.૧૫ ઘટીને રૂ.૧૭૭.૪૫, એચસીએલ ટેકનલોોજી રૂ.૩૧.૮૫ ઘટીને રૂ.૧૧૨૯.૮૦, પ્રોટિઅન રૂ.૧૬.૭૫ ઘટીને રૂ.૬૦૭.૫૫, ટેક મહિન્દ્રા રૂ.૩૫.૮૦ ઘટીને રૂ.૧૪૧૦.૮૦, સાસ્કેન રૂ.૬૪.૯૦ ઘટીને રૂ.૨૫૮૭.૫૫, એલટીટીએસ રૂ.૮૨.૭૫ ઘટીને રૂ.૩૩૩૧.૧૦, માસ્ટેક રૂ.૨૬.૫૫ ઘટીને રૂ.૧૬૧૦.૧૫, ટાટા ટેકનોલોજી રૂ.૧૦.૭૫ ઘટીને રૂ.૭૪૨.૮૦, સિએન્ટ રૂ.૧૫ ઘટીને રૂ.૮૫૮.૦૫  રહ્યા હતા.

ઓટો શેરોમાં ફરી ધોવાણ : મહિન્દ્રા રૂ.૬૬ તૂટયો : ટાટા મોટર્સ, એક્સાઈડ, એમઆરએફ, હીરો ઘટયા

ક્રુડ ઓઈલના ભાવ ઘટતા અટકી ફરી મજબૂત બનવા લાગતાં અને ફરી વેસ્ટ એશીયા ટેન્શન વધતાં  ઓટોમોબાઈલ શેરોમાં તેજીના વળતાં પાણી થવા લાગ્યા હતા. મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા રૂ.૬૬.૨૫ તૂટીને રૂ.૩૦૭૪.૭૦, ટાટા મોટર્સ પેસેન્જ વ્હીકલ રૂ.૫.૭૦ ઘટીને રૂ.૩૫૯.૫૦, એક્સાઈડ રૂ.૪.૪૫ ઘટીને રૂ.૩૮૦.૫૦, એમઆરએફ રૂ.૧૪૮૬.૩૦ ઘટીને રૂ.૧,૨૮,૬૦૨, હીરો મોટોકોર્પ રૂ.૪૭.૩૦ ઘટીને રૂ.૪૯૭૪.૫૦, અશોક લેલેન્ડ રૂ.૧.૭૫ ઘટીને રૂ.૧૫૬.૭૦ રહ્યા હતા. બીએસઈ ઓટો ઈન્ડેક્સ ૩૫૮.૬૦ પોઈન્ટ ઘટીને ૫૮૬૭૦.૯૨ બંધ રહ્યો હતો.

ઓઈલ-ગેસ ઈન્ડેક્સ ૩૨૪ પોઈન્ટ ઘટયો : બીપીસીએલ, એચસીપીએલ, રિલાયન્સ ઘટયા

ક્રુડ ઓઈલના ભાવ વધતાં અટકતાં ફરી ઓઈલ-ગેસ શેરોમાં પણ ફંડો વેચવાલ બન્યા હતા. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની ૪૯મી એજીએમમાં અનેક બિઝનેસ વૃદ્વિની યોજના અને જિયો પ્લેટફોર્મ્સના મેગા આઈપીઓને મંજૂરીની જાહેરાત થવા છતાં શેરમાં પ્રોફિટ બુકિંગે રૂ.૧૮.૪૦ ઘટીને રૂ.૧૩૦૯.૩૫ રહ્યો હતો. બીપીસીએલ રૂ.૯.૮૦ ઘટીને રૂ.૩૦૬.૪૦, એચપીસીએલ રૂ.૯.૩૫ ઘટીને રૂ.૩૯૨.૦૫, આઈઓસી રૂ.૨.૬૦ ઘટીને રૂ.૧૪૩.૪૫, ગેઈલ ઈન્ડિયા રૂ.૨.૩૫ ઘટીને રૂ.૧૭૩.૮૫ રહ્યા હતા. બીએસઈ ઓઈલ-ગેસ ઈન્ડેક્સ ૩૨૩.૬૬ પોઈન્ટ ઘટીને ૨૬૪૭૮.૫૦ બંધ રહ્યો હતો.

બેંકિંગ શેરોમાં પ્રોફિટ બુકિંગ : એચડીએફસી બેંકમાં ફંડોનું ઓફલોડિંગ : કોટક બેંક, કેનેરા બેંક ઘટયા

બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં પણ ફંડોનું પ્રોફિટ બુકિંગ થયું હતું. એચડીએફસી બેંકમાં આજે આરંભથી જ ફંડોની વેચવાલીએ રૂ.૧૮.૫૫ ઘટીને રૂ.૭૮૦ રહ્યો હતો. કોટક મહિન્દ્રા બેંક રૂ.૪.૦૫ ઘટીને રૂ.૩૯૮.૯૦, કેનેરા બેંક રૂ.૧.૧૦ ઘટીને રૂ.૧૩૩.૮૦, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા રૂ.૭.૮૦ ઘટીને રૂ.૧૦૩૫.૦૫, બેંક ઓફ બરોડા રૂ.૨.૧૦ ઘટીને રૂ.૨૮૧ રહ્યા હતા. બીએસઈ બેંકેક્સ ઈન્ડેક્સ ૨૮૨.૨૭ પોઈન્ટ ઘટીને ૬૫૦૭૨.૬૧ બંધ રહ્યો હતો.

કેપિટલ ગુડઝ શેરોમાં ફંડોનું જળવાયેલું આકર્ષણ : જીઈ વર્નોવા, જયોતી સીએનસી, ઝેનટેક, કાર્બોરેન્ડમ વધ્યા

કેપિટલ ગુડઝ-પાવર શેરોમાં આજે ફંડો, મહારથીઓનું ખરીદીનું આકર્ષણ સતત જળવાયું હતું. જીઈ વર્નોવા ટી એન્ડ ડી ઈન્ડિયા રૂ.૨૯૮.૮૦ વધીને રૂ.૫૫૪૫.૨૫, જયોતી સીએનસી રૂ.૩૯.૯૦ વધીને રૂ.૭૩૯.૯૫, પીટીસીઆઈએલ રૂ.૯૩૪.૬૦ વધીને રૂ.૧૮,૩૭૪.૬૦, ભારત ડાયનામિક્સ રૂ.૬૧.૮૫ વધીને રૂ.૧૩૭૩.૫૦, કાર્બોરેન્ડમ રૂ.૪૮.૬૦ વધીને રૂ.૧૨૪૦.૬૫, ઝેનટેક રૂ.૬૫.૭૫ વધીને રૂ.૧૯૯૫.૮૦, ટીમકેન રૂ.૧૧૮.૮૦ વધીને રૂ.૩૬૯૪.૨૫, એઆઈએ એન્જિનિયરીંગ રૂ.૧૪૫ વધીને રૂ.૪૬૭૫, અપાર ઈન્ડસ્ટ્રીઝ રૂ.૪૬૮.૬૦ વધીને રૂ.૧૬,૨૭૬, પ્રીમિયર એનજીૅ રૂ.૨૨.૩૫ વધીને રૂ.૧૦૭૯.૫૦, વારી એનજીૅ રૂ.૬૨.૦૫ વધીને રૂ.૩૧૨૭.૪૦ રહ્યા હતા. બીએસઈ કેપિટલ ગુડઝ ઈન્ડેક્સ ૯૧૬.૭૩ પોઈન્ટ વધીને ૮૩૬૦૦.૮૬  બંધ રહ્યો હતો.

ફાર્મા શેરોમાં ફંડોની સિલેક્ટિવ ખરીદી : શ્રી ગણેશ રેમેડિઝ, કવોલિટી ફાર્મા, ગ્લેક્સો, કોપરાન વધ્યા

ફાર્માસ્યુટિકલ્સ-હેલ્થકેર શેરોમાં ફંડોની આજે સિલેક્ટિવ ખરીદી રહી હતી. શ્રી ગણેશ રેમેડિઝ રૂ.૧૧૫.૬૫ વધીને રૂ.૭૦૩, પાર્ક  મેડી વર્લ્ડ રૂ.૨૨.૯૦ વધીને રૂ.૨૭૮.૨૫, કેપલિન પોઈન્ટ રૂ.૧૪૬.૭૦ વધીને રૂ.૨૫૦૬.૧૫, ફર્મેન્ટા રૂ.૧૯.૭૫ વધીને રૂ.૩૩૮.૨૦, ક્વોલિટી ફાર્માસ્યુટિકલ્સ  રૂ.૧૩૬.૩૦ વધીને રૂ.૨૪૮૨.૮૫, અગ્રવાલ આય રૂ.૨૩.૧૫ વધીને રૂ.૪૬૭.૭૫,  આરતી ફાર્મા રૂ.૩૨.૯૫ વધીને રૂ.૬૯૧.૨૦, કોપરાન રૂ.૯.૨૫ વધીને રૂ.૧૯૪.૬૦, ઓરોબિન્દો ફાર્મા રૂ.૫૪.૮૦ વધીને રૂ.૧૪૯૭.૮૫, ગ્લેક્સો રૂ.૬૬ વધીને રૂ.૨૩૩૨.૮૫, ગ્લેનમાર્ક રૂ.૫૯.૮૦ વધીને રૂ.૨૨૧૪.૦૫, ઈપ્કા લેબ રૂ.૩૯.૯૦ વધીને રૂ.૧૫૮૪.૧૦, વેનબરી રૂ.૬.૧૫ વધીને રૂ.૨૬૬.૬૦  રહ્યા હતા. બીએસઈ હેલ્થકેર ઈન્ડેક્સ ૩૬૦.૧૯ પોઈન્ટ વધીને ૪૭૮૪૪.૮૬ બંધ રહ્યો હતો.

સ્મોલ કેપ, મિડ કેપ શેરોમાં સિલેક્ટિવ તેજી છતાં ઘણા શેરોમાં વેચવાલી : ૨૧૩૮ શેરો નેગેટીવ બંધ

સ્મોલ, મિડ કેપ શેરોમાં આજે ફંડો, ખેલંદાઓ સિલેક્ટિવ ખરીદી જાળવી રાખ્યા સામે ઘણા શેરોમાં પ્રોફિટ બુકિંગ કરતાં માર્કેટબ્રેડથ સાધારણ નેગેટીવ બની હતી. બીએસઈમાં કુલ ટ્રેડિંગ થયેલી ૪૪૨૩  સ્ક્રિપમાંથી વધનારની સંખ્યા ૨૧૧૦ અને ઘટનારની સંખ્યા ૨૧૩૮  રહી હતી.

FPIs/FIIની કેશમાં રૂ.૪૮૫૯ કરોડની ચોખ્ખી ખરીદી : DIIની રૂ.૧૧૬૦ કરોડની ચોખ્ખી વેચવાલી

ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો-એફપીઆઈઝ, એફઆઈઆઈઝની આજે-શુક્રવારે કેશ સેગ્મેન્ટમાં રૂ.૪૮૫૯.૦૭  કરોડના શેરોની ચોખ્ખી  ખરીદી કરી હતી. કુલ રૂ.૩૧,૪૪૨.૮૭  કરોડની ખરીદી સામે કુલ રૂ.૨૬,૫૮૩.૮૦ કરોડની વેચવાલી કરી હતી. સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો-ડીઆઈઆઈની પણ આજે રૂ.૧૧૫૯.૬૪ કરોડના શેરોની ચોખ્ખી વેચવાલી રહી હતી. કુલ રૂ.૧૮,૦૨૦.૪૯ કરોડની ખરીદી સામે કુલ રૂ.૧૯,૧૮૦.૧૩ કરોડની વેચવાલી કરી હતી.

શેરોમાં રોકાણકારોની સંપતિ-માર્કેટ કેપ. સાધારણ ઘટીને રૂ.૪૭૭.૫૩ લાખ કરોડ રહ્યું

સેન્સેક્સ, નિફટી બેઝડ તેજીને બ્રેક સાથે આજે  ઘણા શેરોમાં પ્રોફિટ બુકિંગ થતાં રોકાણકારોની સંપતિ એટલે કે બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન આજે એક દિવસમાં રૂ.૭ હજાર કરોડ ઘટીને રૂ.૪૭૭.૫૩  લાખ કરોડ રહ્યું હતું.