Business

ખાનગી ક્ષેત્રની પ્રવૃત્તિમાં જુલાઈની સરખામણીએ ઓગસ્ટમાં સાધારણ સુધારો

By GS Team
22 Aug 20262 mins read
TukuTouch Logo
મુંબઈમાં ઓગસ્ટ મહિનામાં દેશની ખાનગી ક્ષેત્રની પ્રવૃત્તિમાં સુધારો જોવા મળ્યો છે. સેવા ક્ષેત્રની મજબૂત કામગીરીને કારણે ઉદ્યોગ ક્ષેત્રની નબળાઈની અસર હળવી થઈ છે. HSBC PMI 54.60 રહ્યો છે, જે જુલાઈમાં 54.30 હતો. નવા ઓર્ડરના વોલ્યુમમાં વધારો થયો છે, જ્યારે ઉત્પાદન ક્ષેત્રની ગતિ ધીમી પડી છે. સેવા ક્ષેત્રમાં ભરતી વધી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ખાનગી ક્ષેત્રની પ્રવૃત્તિમાં જુલાઈની સરખામણીએ ઓગસ્ટમાં સાધારણ સુધારો

ઉત્પાદનની સરખામણીએ સેવા ક્ષેત્રની કામગીરીમાં જોવા મળતી મજબૂતાઈ : નવા ઓર્ડરના વોલ્યુમમાં વધારો
મુંબઈ : વર્તમાન ઓગસ્ટ મહિનામાં દેશની ખાનગી ક્ષેત્રની પ્રવૃત્તિમાં જુલાઈની સરખામણીએ સાધારણ સુધારો જોવા મળ્યો છે. જુલાઈમાં ચાર વર્ષની નીચી સપાટીએ રહ્યા બાદ ઓગસ્ટની ખાનગી ક્ષેત્રની પ્રવૃત્તિમાં સેવા ક્ષેત્રની આગેવાની હેઠળ સુધારો જોવાયો છે. સેવા ક્ષેત્રની સારી કામગીરીને પરિણામે ઉદ્યોગ ક્ષેત્રની નબળાઈન ી અસર હળવી થઈ ગઈ હતી.
એસએન્ડપી ગ્લોબલ દ્વારા તૈયાર કરાયેલા રિપોર્ટ પ્રમાણે ઓગસ્ટનો એચએસબીસી પ્રારંભિક પરચેઝિંગ મેનેજર્સ' ઈન્ડેકસ (પીએમઆઈ) ૫૪.૬૦ રહ્યો છે જે જુલાઈમાં ૫૪.૩૦ જોવા મળ્યો હતો. જુલાઈનો પીએમઆઈ ૨૦૨૨ની પ્રારંભિક સ્તર બાદ સૌથી નીચો રહ્યો હતો.
જો કે ૫૦થી ઉપરના ઈન્ડેકસને જે તે ક્ષેત્રનું વિસ્તરણ કહેવામાં આવે છે. ઓગસ્ટમાં સતત ૬૧માં મહિને પ્રારંભિક પીએમઆઈ ૫૦ની ઉપર રહેવા પામ્યો હોવાનું રિપોર્ટમાં નોંધવામાં આવ્યું છે.
વર્તમાન મહિનામાં નવા ઓર્ડરના વોલ્યુમમાં વધારો થયો છે પરંતુ તાજેતરના વર્ષાના ટ્રેન્ડની સરખામણીએ તેની માત્રા નીચી છે. ઓગસ્ટમાં સેવા ક્ષેત્રની કામગીરીમાં ગતિ જોવા મળી રહી છે, જ્યારે મેન્યુફેકચરિંગ ક્ષેત્રની ગતિ ધીમી પડી છે. મેન્યુફેકચરિંગ ક્ષેત્રમાં ઉત્પાદન તથા નવા ઓર્ડરમાં વૃદ્ધિનું સ્તર પાંચ વર્ષની નીચી સપાટીએ રહ્યું છે.ઓગસ્ટનો ઉત્પાદન ક્ષેત્રનો પ્રારંભિક પીએમઆઈ ૫૨.૯૦ રહ્યો છે જે જુલાઈમાં ૫૩.૫૦ હતો જ્યારે સેવા ક્ષેત્રનો આ આંક ૫૩.૩૦ પરથી વધી ૫૪.૫૦ રહ્યો હોવાનું રિપોર્ટમાં નોંધવામાં આવ્યું છે. સેવા ક્ષેત્રની આગેવાની હેઠળ રોજગારમાં પણ વૃદ્ધિ જોવા મળી છે. વધી રહેલી માગને પહોંચી વળવા વેપાર ગૃહો કર્મચારીઓની ભરતી કરી રહ્યા છે. સેવા ક્ષેત્રમાં ભરતીમાં વધારો થયો છે જ્યારે ઉત્પાદન ક્ષેત્રમાં સ્ટાફિંગનું સ્તર ઘટી અઢી વર્ષની નીચી સપાટીએ રહ્યું છે.
કાચા માલના ખર્ચમાં વૃદ્ધિ સાત મહિનાની નીચી સપાટીએ રહી છે જ્યારે વેચાણ કિંમતમાં વધારો ઝડપી ગતિએ રહ્યો છે. કંપનીઓ પોતાના વધેલા ખર્ચને ગ્રાહકો પર પસાર કરી રહી છે. ફિનિશ્ડ ગુડસના સ્ટોકનું સ્તર ઊંચુ રહ્યું છે.