પાવર-કેપિટલ ગુડઝમાં કડાકો : હેલ્થકેર, મેટલ શેરોમાં સેલિંગે સેન્સેક્સ ૩૨૬ પોઈન્ટ તૂટીને ૭૬૯૧૦
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

હુમલાને લઈ યુએઈએ ઈરાન વચ્ચે વેપાર સંબંધો તોડયા : વૈશ્વિક ટેન્શન વધ્યું
નિફટી ૭૭ પોઈન્ટ ઘટીને ૨૪૦૭૮ : સતત સાતમાં દિવસે નેગેટીવ બંધ : સ્મોલ, મિડ કેપમાં ઓફલોડિંગ : FIIની રૂ.૪૦૮ કરોડની ખરીદી
મુંબઈ : ઈરાન દ્વારા યુ.એ.ઈ. પર હુમલાને લઈ બન્ને દેશો વચ્ચે સંબંધો વણસતા યુ.એ.ઈ.એ ઈરાન સાથે વેપાર સંબંધો તોડયાના અહેવાલ સાથે ઈરાને અમેરિકાના યુરોપમાં લશ્કરી મથકોને ટાર્ગેટ કરવાની ચેતવણી આપતાં ફરી વેસ્ટ એશિયામાં તણાવ વધવાના સંકેતે વૈશ્વિક બજારોમાં સાવચેતી સાથે ભારતીય શેર બજારોમાં આજે સતત સેન્સેક્સ, નિફટી બેઝડ ધોવાણ વધતું જોવાયું હતું. ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવમાં સતત વધતાં જઈ બ્રેન્ટ ક્રુડ ૯૨ ડોલર નજીક ૯૧.૬૭ ડોલર થઈ જતાં અને ન્યુયોર્ક-નાયમેક્ષ ક્રુડ ઓઈલ બેરલના ૮૫.૫૧ ડોલર થઈ જતાં અને અમેરિકી ડોલર સામે રૂપિયો વધુ ૭ પૈસા નબળો પડીને ૯૫.૭૬ થઈ જતાં સેન્ટીમેન્ટ ડહોળાયું હતું.
નિફટી સ્પોટ સતત સાતમાં દિવસે નેગેટીવ બંધ : ૨૪૦૨૫ સુધી ઘટયો : સેન્સેક્સ ૭૬૮૨૨ સ્પર્શ્યો
ફંડોએ આજે પાવર-કેપિટલ ગુડઝ શેરોમાં મોટો કડાકો બોલાવી દીધો હતો. આ સાથે હેલ્થકેર-ફાર્મા, મેટલ-માઈનીંગ, એફએમસીજી, ઓટો શેરોમાં વેચવાલી કરી હતી. જો કે આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ શેરોમાં ધોવાણ અટકતું જોવાયું હતું. સેન્સેક્સ નીચામાં ૭૬૮૨૨.૮૯ સુધી આવી અંતે ૩૨૫.૭૮ પોઈન્ટ ઘટીને ૭૬૯૦૯.૬૮ અને નિફટી ૫૦ સ્પોટ ઈન્ડેક્સ નીચામાં ૨૪૦૨૫.૬૫ સુધી આવી અંતે ૭૬.૬૦ પોઈન્ટ ઘટીને ૨૪૦૭૮.૩૦ બંધ રહ્યા હતા. આ સાથે સતત સાતમાં ટ્રેડિંગ સત્રમાં નિફટી નેગેટીવ બંધ આવ્યો હતો.
કેપિટલ ગુડઝ ઈન્ડેક્સ ૧૨૮૧ તૂટયો : પાવર ઈન્ડિયા રૂ.૧૬૭૦, કાર્બોરેન્ડમ રૂ.૪૧, અપાર રૂ.૫૯૮ તૂટયા
પાવર-કેપિટલ ગુડઝ શેરોમાં આજે ફંડોએ ઓલ રાઉન્ડ મોટું હેમરિંગ કરતાં કડાકો બોલાઈ ગયો હતો. પાવર ઈન્ડિયા રૂ.૧૬૭૦ તૂટીને રૂ.૩૩,૫૫૦, કાર્બોરેન્ડમ યુનિવર્સલ રૂ.૪૧.૨૦ ગબડીને રૂ.૧૦૮૫.૦૫, અપાર ઈન્ડસ્ટ્રીઝ રૂ.૫૯૮ તૂટીને રૂ.૧૬,૬૦૭.૬૫, સીજી પાવર રૂ.૩૧.૦૫ તૂટીને રૂ.૮૬૨.૯૦, ભારત ડાયનામિક્સ રૂ.૪૧ તૂટીને રૂ.૧૩૪૯, કમિન્સ ઈન્ડિયા રૂ.૧૧૪ તૂટીને રૂ.૫૨૪૦, સિમેન્સ એનજીૅ ઈન્ડિયા રૂ.૧૦૫.૪૫ તૂટીને રૂ.૩૪૮૩.૬૦, સુઝલોન રૂ.૧.૦૧ તૂટીને રૂ.૪૬.૭૮, એબીબી ઈન્ડિયા રૂ.૧૫૯.૮૫ તૂટીને રૂ.૭૪૦૦, કેઈઆઈ ઈન્ડસ્ટ્રીઝ રૂ.૧૧૮.૯૦ ગબડીને રૂ.૫૬૭૬.૧૦, કિર્લોસ્કર એન્જિન રૂ.૪૩.૨૫ તૂટીને રૂ.૨૦૮૧.૯૫, સિમેન્સ રૂ.૮૦.૭૦ ઘટીને રૂ.૩૮૮૦.૧૦, ટીમકેન રૂ.૬૪.૮૦ ઘટીને રૂ.૩૨૩૨.૩૫, જીવી વર્નોવા ટી એન્ડ ડી રૂ.૭૬ ઘટીને રૂ.૪૧૧૯, ભેલ રૂ.૬.૭૦ ઘટીને રૂ.૪૧૮.૫૦, થર્મેક્સ રૂ.૫૭.૦૫ ઘટીને રૂ.૪૦૨૪.૫૫, પાવર ગ્રીડ કોર્પ રૂ.૫.૩૫ ઘટીને રૂ.૨૬૨.૪૫, ટોરન્ટ પાવર રૂ.૨૦.૨૫ ઘટીને રૂ.૧૨૪૪, એનટીપીસી રૂ.૨.૨૫ ઘટીને રૂ.૩૩૪.૭૫ રહ્યા હતા. બીએસઈ કેપિટલ ગુડઝ ઈન્ડેક્સ ૧૨૮૧.૫૫ પોઈન્ટ તૂટીને ૭૯૦૮૭.૨૯ બંધ રહ્યો હતો.
હેલ્થકેર શેરોમાં ફંડોની વેચવાલી વધી : એક્યુટાસ રૂ.૧૬૦, થાયરોકેર રૂ.૨૭, આરતી ફાર્મા રૂ.૩૭ તૂટયા
હેલ્થકેર-ફાર્માસ્યુટિકલ્સ કંપનીઓના શેરોમાં ફંડોની વેચવાલી વધતી જોવાઈ હતી. એક્યુટાસ રૂ.૧૬૦.૩૫ તૂટીને રૂ.૩૨૨૯.૧૦, થાયરોકેર રૂ.૨૬.૭૫ તૂટીને રૂ.૫૮૨, આરતી ફાર્મા રૂ.૩૭.૧૦ ઘટીને રૂ.૮૩૪.૭૦, નોવાર્ટિસ રૂ.૬૨.૫૦ ઘટીને રૂ.૧૫૩૧.૫૫, સનોફી કન્ઝયુમર રૂ.૧૧૪.૧૫ ઘટીને રૂ.૪૨૨૪.૩૦, સુવેન રૂ.૮.૭૫ ઘટીને રૂ.૩૩૨.૩૦, સિગાચી રૂ.૨૮.૮૦, યુનિકેમ લેબ રૂ.૧૮.૮૫ ઘટીને રૂ.૫૧૧.૭૦ રહ્યા હતા. બીએસઈ હેલ્થકેર ઈન્ડેક્સ ૨૨૨.૩૫ પોઈન્ટ ઘટીને ૫૦૫૯૧.૪૮ બંધ રહ્યો હતો.
એફએમસીજી શેરોમાં વધતી નરમાઈ : હટસન રૂ.૫૬, કોકુયો કેમલિન રૂ.૫, ઈન્ડિયા ગ્લાયકોલ રૂ.૩૩ તૂટયા
એફએમસીજી શેરોમાં ફંડો સતત હળવા થતાં નરમાઈ રહી હતી. હટસન રૂ.૫૬.૧૫ તૂટીને રૂ.૯૩૧.૭૫, કોકુયો કેમલિન રૂ.૪.૪૮ તૂટીને રૂ.૮૦.૩૬, ઈન્ડિયા ગ્લાયકોલ રૂ.૩૨.૭૫ ઘટીને રૂ.૧૧૦૫.૮૫, એડીએફ ફૂડ્સ રૂ.૭.૦૫ ઘટીને રૂ.૨૬૨.૫૫, ગોદરેજ એગ્રો રૂ.૧૫ ઘટીને રૂ.૫૭૩.૭૦, ગુજરાત અંબુજા એક્ષપોર્ટ રૂ.૪.૫૦ ઘટીને રૂ.૧૭૩.૩૫ રહ્યા હતા. બીએસઈ એફએમસીજી ઈન્ડેક્સ ૧૦૯.૯૬ પોઈન્ટ ઘટીને ૧૭૯૧૭.૪૮ બંધ રહ્યો હતો.
સ્મોલ, મિડ કેપ શેરોમાં ફંડોનું વેચવાલીનું દબાણ વધ્યું : માર્કેટબ્રેડથ નેગેટીવ : ૨૫૭૨ શેરો નેગેટીવ બંધ
સ્મોલ, મિડ કેપ શેરોમાં આજે ઓપરેટરો, ફંડો, ખેલંદાઓનું વેચવાલીનું દબાણ સતત વધતું રહેતાં માર્કેટબ્રેડથ વધુ નબળી પડી હતી. બીએસઈમાં કુલ ટ્રેડિંગ થયેલી ૪૫૩૪ સ્ક્રિપોમાંથી વધનારની સંખ્યા ૧૮૯૦થી ઘટીને ૧૭૨૮ અને ઘટનારની સંખ્યા ૨૪૨૬થી વધીને ૨૫૭૨ રહી હતી.
ઓટોમોબાઈલ શેરોમાં ફંડો વેચવાલ : અપોલો ટાયર, અશોક લેલેન્ડ, ભારત ફોર્જ, એક્સાઈડ, આઈશર ઘટયા
ઓટોમોબાઈલ કંપનીઓના શેરોમાં પણ ફંડો વેચવાલ રહ્યા હતા. ક્રુડ ઓઈલના ભાવમાં વધારો અને ઈ૨૦ પેટ્રોલ મામલે વાહન માલિકોના વધતાં વિરોધની સાથે તહેવારોની સીઝનમાં માંગ મામલે અનિશ્ચિતતાને લઈ આજે ફંડોની વેચવાલી રહી હતી. અપોલ ટાયર રૂ.૮.૩૦ ઘટીને રૂ.૪૨૭.૦૫, અશોક લેલેન્ડ રૂ.૨.૯૦ ઘટીને રૂ.૧૭૩.૫૦, ભારત ફોર્જ રૂ.૩૩ ઘટીને રૂ.૨૦૬૫, એક્સાઈડ રૂ.૫.૮૦ ઘટીને રૂ.૪૫૯.૨૦, આઈશર મોટર્સ રૂ.૭૪.૨૫ ઘટીને રૂ.૭૯૬૧.૭૫, હીરો મોટોકોર્પ રૂ.૪૨ ઘટીને રૂ.૫૬૯૫, બોશ રૂ.૩૪૦ ઘટીને રૂ.૪૮,૩૬૦ રહ્યા હતા. બીએસઈ ઓટો ઈન્ડેક્સ ૧૨૦.૪૦ પોઈન્ટ ઘટીને ૬૪૪૪૦.૪૬ બંધ રહ્યો હતો.
મેટલ શેરોમાં ઘટતું આકર્ષણ : એનએમડીસી, જિન્દાલ સ્ટેનલેસ, નાલ્કો, લોઈડ્સ મેટલ, અદાણી ઘટયા
મેટલ-માઈનીંગ શેરોમાં ફંડોનું આકર્ષણ ઘટતું જોવાયું હતું. લંડન મેટલ એક્સચેન્જમાં કોપર સહિત ઈન્ડસ્ટ્રીયલ મેટલના ભાવોમાં વધારાની નેગેટીવ અસરે ફંડોની વેચવાલી રહી હતી. એનએમડીસી રૂ.૧.૦૫ ઘટીને રૂ.૮૩.૨૪, જિન્દાલ સ્ટેનલેસ રૂ.૮.૧૫ ઘટીને રૂ.૭૨૩.૭૫, નાલ્કો રૂ.૪ ઘટીને રૂ.૩૮૪, અદાણી એન્ટરપ્રાઈસીઝ રૂ.૨૬ ઘટીને રૂ.૨૯૭૯, લોઈડ્સ મેટલ રૂ.૧૬.૦૫ ઘટીને રૂ.૧૯૨૧.૩૦ રહ્યા હતા. બીએસઈ મેટલ ઈન્ડેક્સ ૧૮૨.૦૫ પોઈન્ટ ઘટીને ૪૧૫૯૭.૪૮ બંધ રહ્યો હતો.
FPIs/FIIની કેશમાં રૂ.૪૦૮ કરોડની ચોખ્ખી ખરીદી : DIIની રૂ.૩૩૬૫ કરોડના શેરોની ચોખ્ખી ખરીદી
ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો-એફપીઆઈઝ, એફઆઈઆઈઝની આજે-બુધવારે કેશ સેગ્મેન્ટમાં રૂ.૪૦૭.૯૯ કરોડના શેરોની ચોખ્ખી ખરીદી કરી હતી. કુલ રૂ.૧૨,૮૭૫.૭૬ કરોડની ખરીદી સામે કુલ રૂ.૧૨,૪૬૭.૭૭ કરોડની વેચવાલી કરી હતી. સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો-ડીઆઈઆઈની પણ આજે રૂ.૩૯૭૩.૭૨ કરોડના શેરોની ચોખ્ખી ખરીદી રહી હતી. કુલ રૂ.૧૭,૨૮૮.૫૮ કરોડની ખરીદી સામે કુલ રૂ.૧૩,૩૧૪.૮૬ કરોડની વેચવાલી કરી હતી.
શેરોમાં રોકાણકારોની સંપતિ-માર્કેટ કેપિટલાઈઝેશન રૂ.૨.૦૯ લાખ કરોડ ઘટીને રૂ.૪૮૮.૭૦ કરોડ થયું
શેરોમાં આજે રોકાણકારોની સંપતિ એટલે કે બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન આજે એક દિવસમાં રૂ.૨.૦૯ લાખ કરોડ ઘટીને રૂ.૪૮૮.૭૦ લાખ કરોડ પહોંચ્યું હતું.









