Business

'...તો પેટ્રોલમાં 5 રૂપિયાનો ઘટાડો થશે', દિવાળી પહેલાં મોદી સરકારના મંત્રીએ આપી ગુડ ન્યૂઝ!

By GS Team
30 Oct 20242 mins read
This article was originally published on 30 Oct 2024
TukuTouch Logo
પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પુરીએ ફરી એકવાર સામાન્ય પ્રજાને રાહત આપતાં સંકેત આપ્યા છે. તેમણે કહ્યું કે આવનારા દિવસોમાં પેટ્રોલની કિંમતમાં 5 રૂપિયા સુધીનો ઘટાડો જોવા મળી શકે છે. જ્યારે દેશમાં ડીઝલ 2 રૂપિયા સસ્તું થઈ શકે છે.

Summarized by AI; it may make mistakes. Check important info

'...તો પેટ્રોલમાં 5 રૂપિયાનો ઘટાડો થશે', દિવાળી પહેલાં મોદી સરકારના મંત્રીએ આપી ગુડ ન્યૂઝ!

Petrol Diesel price News | પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પુરીએ ફરી એકવાર સામાન્ય પ્રજાને રાહત આપતાં સંકેત આપ્યા છે. તેમણે કહ્યું કે આવનારા દિવસોમાં પેટ્રોલની કિંમતમાં 5 રૂપિયા સુધીનો ઘટાડો જોવા મળી શકે છે. જ્યારે દેશમાં ડીઝલ 2 રૂપિયા સસ્તું થઈ શકે છે. 

X  પર કરી પોસ્ટ... 

પેટ્રોલિયમ મંત્રીએ તેમના X હેન્ડલ પર આ અંગે સંકેત આપ્યા હતા. છેલ્લે માર્ચ મહિનામાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 2 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો. જો કે હાલમાં ક્રૂડ ઓઈલની કિંમત પ્રતિ બેરલ 71 ડૉલર છે. 

જાણો શું કહ્યું પેટ્રોલિયમ મંત્રીએ 

હરદીપ સિંહ પુરીએ એક્સ હેન્ડલ પર પોસ્ટ કરી જણાવ્યું કે ધનતેરસના શુભ અવસર પર પેટ્રોલ પંપ ડીલરોને ઓઈલ કંપનીઓ દ્વારા અપાયેલી મોટી ભેટ સ્વાગત યોગ્ય છે! 7 વર્ષથી ચાલતી માગ પૂરી થઈ. હવે ગ્રાહકોને સારી સેવાઓ મળશે, પરંતુ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ વધારો નહીં થાય. દૂરસ્થ સ્થાનો (ઓઇલ માર્કેટિંગ કંપનીઓના પેટ્રોલ અને ડીઝલ ડેપોથી દૂર) પર સ્થિત ગ્રાહકોને લાભ આપવા માટે આંતર-રાજ્ય નૂર પરિવહનને તર્કસંગત બનાવવા માટે ઓઈલ કંપનીઓ દ્વારા પણ એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે.

પેટ્રોલ 5 રૂપિયા સસ્તું થઈ શકે 

એક્સ હેન્ડલ પર ઉદાહરણો સાથે માહિતી આપતા હરદીપ સિંહ પુરીએ કહ્યું કે, ઓડિશાના મલકાનગિરીના કુનાનપલ્લી અને કાલિમેલામાં પેટ્રોલના ભાવમાં રૂ. 4.69 અને રૂ. 4.55 અને ડીઝલના ભાવમાં રૂ. 4.45 અને રૂ. 4.32નો ઘટાડો થઇ શકે છે. તેવી જ રીતે છત્તીસગઢના સુકમામાં પેટ્રોલની કિંમતમાં 2.09 રૂપિયા અને ડીઝલની કિંમતમાં 2.02 રૂપિયાનો ઘટાડો થશે. ડીલર કમિશનમાં વધારો અંદાજે 7 કરોડ નાગરિકોને વધુ સારી સેવાઓ પ્રદાન કરશે જેઓ દરરોજ ઈંધણના ભાવમાં વધારો કર્યા વિના દેશભરમાં અમારા ફ્યુઅલ રિટેલ આઉટલેટ્સની મુલાકાત લે છે. છેલ્લા 7 વર્ષથી પેન્ડિંગ આ માંગની પરિપૂર્ણતા પેટ્રોલ પંપ ડીલરો અને દેશભરના 83,000 થી વધુ પેટ્રોલ પંપ પર કામ કરતા લગભગ 10 લાખ કર્મચારીઓના જીવનમાં સુખ અને સમૃદ્ધિ લાવશે.