Business

પતંજલિના લોટમાં કીટનાશક મળી આવતા હડકંપ, કંપનીએ પાછો મગાવ્યો માલ, શેરમાં કડાકો

By GS Team
27 Jul 20262 mins read
TukuTouch Logo
બાબા રામદેવની પતંજલિ ફૂડ્સે કેરળના કોટ્ટાયમમાં બ્રાન્ડેડ ઘઉંના લોટનો જથ્થો પરત ખેંચવાનો આદેશ આપ્યો છે. તપાસમાં લોટમાં ક્લોરપાયરીફોસ નામક જંતુનાશકની માત્રા નિર્ધારિત સીમા કરતાં વધુ મળી હતી. આ આદેશ 20 જુલાઈએ જારી થયો હતો. કંપનીએ અસરગ્રસ્ત જથ્થાની વિગતો જણાવી નથી, પરંતુ આર્થિક અસર ઓછી રહેશે તેમ જણાવ્યું છે.

Summarized by AI; it may make mistakes. Check important info

પતંજલિના લોટમાં કીટનાશક મળી આવતા હડકંપ, કંપનીએ પાછો મગાવ્યો માલ, શેરમાં કડાકો

Pesticides Found In Patanjali Flour: બાબા રામદેવની પતંજલિ ફૂડ્સે પોતાના એક બ્રાન્ડેડ ઘઉંના લોટના જથ્થાને પરત લેવાનો (Recall) આદેશ આપ્યો છે. કંપનીએ સ્ટોક એક્સચેન્જને આપેલી માહિતીમાં જણાવ્યું કે, આ પગલું એટલા માટે ઉઠાવવામાં આવ્યું છે, કારણ કે તપાસમાં આ લોટમાં જંતુનાશકની માત્રા નક્કી કરેલી સીમા કરતાં વધુ મળી આવી છે. આ આદેશ કેરળના કોટ્ટાયમમાં ખાદ્ય સુરક્ષા મદદનીશ કમિશનરની કચેરી તરફથી જારી કરવામાં આવ્યો હતો. વાસ્તવમાં આ જથ્થામાં ક્લોરપાયરીફોસ નામક જંતુનાશકનો અંશ નક્કી કરેલી લિમિટ કરતાં ઘણો વધારે નીકળ્યો, ત્યારબાદ આ કાર્યવાહી કરવામાં આવી છે.

કંપનીએ આ નથી જણાવ્યું

રિકોલનો આદેશ 20 જુલાઈના રોજ જારી થયો હતો અને પતંજલિ ફૂડ્સને આ 24 જુલાઈના રોજ મળ્યો હતો. કંપનીએ એ સ્પષ્ટ નથી કર્યું કે, આ પ્રભાવિત જથ્થાનો બેચ નંબર શું છે, કેટલી માત્રામાં લોટ પ્રભાવિત થયો છે અને આ લોટ કયા બજારોમાં વેચવામાં આવ્યો હતો.

જોકે, પતંજલિ ફૂડ્સે એ પણ કહ્યું છે કે, આ રિકોલની તેમની આર્થિક કે પરિચાલન પ્રવૃત્તિઓ પર કોઈ મોટી અસર નહીં પડે, સિવાય કે તે પ્રભાવત જથ્થાના મૂલ્યની, જેને પરત મંગાવવામાં આવી રહ્યો છે. એટલે કે એવું માનવામાં આવી રહ્યું છે કે, આ ઘટના તેમના કારોબાર માટે કોઈ મોટો પડકાર નહીં બને.

552થી 344 રૂપિયા પર આવી ગયો શેર

પતંજલિ ફૂડ્સ માટે આ વર્ષ સારું નથી જઈ રહ્યું, ખાસ કરીને તેના શેરોમાં રોકાણ કરનારા રોકાણકારો માટે. પતંજલિ ફૂડ્સના શેર આ વર્ષે અત્યાર સુધીમાં 37%થી વધુ તૂટી ચૂક્યા છે. આ 552 રૂપિયાથી હવે 344 રૂપિયાની આસપાસ આવી ગયો છે. બજારમાં કંપનીના શેરની વાત કરીએ તો લોટના જથ્થાને માર્કેટમાંથી પાછો ખેંચવાની માહિતી મળ્યા બાદ પતંજલિ ફૂડ્સનો શેર આજે સવારે 10:15 વાગ્યાની આસપાસ 1%થી ઉપર વધીને 344.50 રૂપિયા પર ટ્રેડ કરી રહ્યો હતો.

15 જુલાઈએ શેર ક્રેશ થયો હતો

27 જુલાઈ સોમવારે શરૂઆતી કારોબારમાં પતંજલિ ફૂડ્સના શેર 341 રૂપિયા પ્રતિ શેર પર ટ્રેડ કરી રહ્યા હતા. જોકે, છેલ્લા કેટલાક સપ્તાહમાં શેરનું પ્રદર્શન બહુ સારું રહ્યું નથી. ગત 15 જુલાઈના રોજ જ કંપનીના શેરમાં જાન્યુઆરી 2020 પછી એક જ દિવસમાં સૌથી મોટો ઘટાડો નોંધાયો હતો, જ્યારે તે લગભગ 20% સુધી ગગડી ગયો હતો.