Business

નવો મહિનો, નવા નિયમો: 1 ડિસેમ્બરથી 5 મોટા નાણાકીય ફેરફારો, ડેડલાઇન ચૂકી ન જતાં

By GS TEAM
27 Nov 20252 mins read
TukuTouch Logo
નવેમ્બર મહિનો પૂરો થઈ રહ્યો છે ત્યારે, નવા મહિનાની શરૂઆતથી જ ઘણા મોટા નાણાકીય ફેરફારો અમલમાં આવવાના છે, જેની સીધી અસર તમારા ખિસ્સા પર પડી શકે છે. આ બદલાવોમાં એલપીજી ગેસ સિલિન્ડર, પેન્શન, ટેક્સ અને ફ્યુઅલ સંબંધિત નિયમો સામેલ છે. 1 ડિસેમ્બરથી કુલ 5 મોટા નિયમો બદલાઈ રહ્યા છે. એવામાં જાણીએ કે આ ફેરફારો તમારા ખર્ચ પર કેવી અસર કરશે.

Summarized by AI; it may make mistakes. Check important info

નવો મહિનો, નવા નિયમો: 1 ડિસેમ્બરથી 5 મોટા નાણાકીય ફેરફારો, ડેડલાઇન ચૂકી ન જતાં
(AI IMAGE)

Rule Change from December: નવેમ્બર મહિનો પૂરો થઈ રહ્યો છે ત્યારે, નવા મહિનાની શરુઆતથી જ ઘણાં મોટા નાણાકીય ફેરફારો અમલમાં આવવાના છે, જેની સીધી અસર તમારા ખિસ્સા પર પડી શકે છે. આ બદલાવોમાં એલપીજી ગેસ સિલિન્ડર, પેન્શન, ટેક્સ અને ફ્યુઅલ સંબંધિત નિયમો સામેલ છે. 1 ડિસેમ્બરથી કુલ 5 મોટા નિયમો બદલાઈ રહ્યા છે. એવામાં જાણીએ કે આ ફેરફારો તમારા ખર્ચ પર કેવી અસર કરશે.

1.LPG ગેસ સિલિન્ડરના ભાવ

સરકાર દ્વારા એલપીજીના ભાવમાં ફેરફાર થતા રહે છે. આ ફેરફાર કોમર્શિયલ તેમજ રસોઈ ગેસ સિલિન્ડર બંને માટે લાગુ પડે છે. જોકે, નવેમ્બરમાં તેલ કંપનીઓએ માત્ર કોમર્શિયલ ગેસ સિલિન્ડરના રેટ બદલ્યા હતા, જ્યારે રસોઈ ગેસની કિંમતોમાં લાંબા સમયથી કોઈ ફેરફાર થયો નથી. 1 નવેમ્બરના રોજ 19 કિલોગ્રામવાળા કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં રૂ. 6.50નો ઘટાડો કરવામાં આવ્યો હતો.

2. યુપીએસની ડેડલાઇન

સરકારી કર્મચારીઓ માટે યુનિફાઇડ પેન્શન સ્કીમ(UPS) પસંદ કરવાની અંતિમ તારીખ 30 નવેમ્બર નક્કી કરવામાં આવી છે, જે અગાઉ 30 સપ્ટેમ્બર હતી. કોઈપણ સરકારી કર્મચારી NPS(National Pension System) અને UPSમાંથી કોઈ એક વિકલ્પ પસંદ કરી શકે છે. તેથી, જો કોઈ કર્મચારી આ બંનેમાંથી કોઈ એક યોજના પસંદ કરવા માંગતો હોય, તો તેણે 30 નવેમ્બર પહેલાં આ પ્રક્રિયા પૂરી કરવી આવશ્યક છે. 1 ડિસેમ્બર પછી આ તક કદાચ ઉપલબ્ધ નહીં થાય.

3. લાઇફ સર્ટિફિકેટ જમા કરાવવું

સીનિયર સિટીઝન્સને પેન્શનનો લાભ નિર્વિઘ્ને ચાલુ રાખવા માટે, લાઇફ સર્ટિફિકેટ જમા કરાવવું ફરજિયાત છે. લાઇફ સર્ટિફિકેટ જમા કરાવવા માટેની છેલ્લી તારીખ 30 નવેમ્બર છે. જો કોઈ વ્યક્તિ આ સમયમર્યાદામાં લાઇફ સર્ટિફિકેટ જમા કરાવી શકશે નહીં, તો તેનું પેન્શન અટકી શકે છે.

આ પણ વાંચો: નોકરી છોડો કે કાઢી મૂકાય, હવે બે જ દિવસમાં થઈ જશે ફુલ એન્ડ ફાઈનલ સેટલમેન્ટ! જાણો કેમ?

4. ટેક્સનો નિયમ

જો તમારી ઑક્ટોબર મહિનામાં TDS(Tax Deducted at Source)ની કપાત થઈ હોય, તો તમારે સેક્શન 194-IA, 194-IB, 194M અને 194S હેઠળ સ્ટેટમેન્ટ જમા કરાવવું પડશે, જેની અંતિમ તારીખ 30 નવેમ્બર નક્કી કરાઈ છે. આ ઉપરાંત, જે કરદાતાઓને સેક્શન 92E હેઠળ રિપોર્ટ જમા કરાવવાનો છે, તેઓ પણ 30 નવેમ્બર સુધીમાં આ કામ પૂરું કરી શકે છે.

5.CNG-PNG અને જેટ ફ્યુઅલ

ઓઇલ કંપનીઓ દર મહિને એલપીજીની સાથે જ CNG(કમ્પ્રેસ્ડ નેચરલ ગેસ), PNG(પાઇપ્ડ નેચરલ ગેસ) અને ATF(એવિએશન ટર્બાઇન ફ્યુઅલ)ના ભાવમાં પણ ફેરફાર કરે છે. આ મહિને પણ એલપીજીની સાથે સીએનજી, પીએનજી અને જેટ ફ્યુઅલ(ATF)ના ભાવ બદલાઈ શકે છે. ATFને જેટ ફ્યુઅલ પણ કહેવામાં આવે છે, જે એક ઝડપી ઇંધણ છે. તેના ભાવ સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય બંને માટે અલગ-અલગ હોય છે.