Business

1 એપ્રિલથી પાન કાર્ડ બનાવવાની રીત બદલાઈ જશે, જાણો કયા ડૉક્યુમેન્ટ જરૂરી બની જશે!

By GS Team
18 Mar 20262 mins read
TukuTouch Logo
જો તમે નવું PAN CARD બનાવવાનું વિચારી રહ્યા છો અથવા ભવિષ્યમાં તમારે પાન કાર્ડ બનાવવું છે, તો આ સમાચાર તમારા માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. સરકારે પાન કાર્ડ સંબંધિત નિયમોમાં મોટો ફેરફાર કરવાનો નિર્ણય લીધો છે, જે 1 એપ્રિલ 2026થી લાગુ થશે.

Summarized by AI; it may make mistakes. Check important info

1 એપ્રિલથી પાન કાર્ડ બનાવવાની રીત બદલાઈ જશે, જાણો કયા ડૉક્યુમેન્ટ જરૂરી બની જશે!

PAN Application Rules Changing From 1st April: જો તમે નવું PAN CARD બનાવવાનું વિચારી રહ્યા છો અથવા ભવિષ્યમાં તમારે પાન કાર્ડ બનાવવું છે, તો આ સમાચાર તમારા માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. સરકારે પાન કાર્ડ સંબંધિત નિયમોમાં મોટો ફેરફાર કરવાનો નિર્ણય લીધો છે, જે 1 એપ્રિલ 2026થી લાગુ થશે. નવા નિયમ પ્રમાણે હવે પાન કાર્ડ માટે અરજી કરતી વખતે માત્ર Aadhaarનો જ ઉપયોગ કરવામાં આવશે. આનો અર્થ એ છે કે હવે અલગ-અલગ ઓળખ પત્ર અને એડ્રેસ પ્રૂફ આપવાની જરૂરિયાત ધીમે-ધીમે સમાપ્ત થઈ જશે. સરકારનું માનવું છે કે, આનાથી અરજી પ્રક્રિયા સરળ, ઝડપી અને વધુ સુરક્ષિત બનશે. જૂની વ્યવસ્થા 31 માર્ચ 2026 સુધી લાગુ રહેશે, પરંતુ ત્યારબાદ તે સંપૂર્ણપણે Aadhaar આધારિત બની જશે.

1 એપ્રિલથી PAN CARD બનાવવાની રીત બદલાઈ જશે

સરકારે પાન કાર્ડ માટે અરજી કરવાની પ્રક્રિયાને સરળ બનાવવા માટે એક મોટો નિર્ણય લીધો છે. 1 એપ્રિલ, 2026થી પાન કાર્ડ માટે અરજી કરવાની પ્રક્રિયા સંપૂર્ણપણે બદલાઈ જશે. અત્યાર સુધી લોકોએ ઓળખ પત્ર, એડ્રેસ પ્રૂફ અને જન્મ તિથિનો પુરાવો જેવા ડૉક્યુમેન્ટ આપવા પડતા હતા, ત્યાં હવે આ પ્રક્રિયા ખૂબ સરળ બનવા જઈ રહી છે.

આ કારણોસર કરવામાં આવી રહ્યો છે આ મોટો ફેરફાર

સરકારનું કહેવું છે કે, આ ફેરફારનો હેતુ PAN સિસ્ટમને વધુ પારદર્શક અને સુરક્ષિત બનાવવાનો છે. Aadhaar દ્વારા વેરિફિકેશન કરવાથી બનાવટી PAN કાર્ડ બનવાની શક્યતા ઓછી થશે અને એક જ વ્યક્તિના નામે બહુવિધ PAN જારી થવાની સમસ્યાનો પણ અંત આવશે. આ ઉપરાંત Aadhaar આધારિત સિસ્ટમથી અરજી પ્રક્રિયા ઝડપી બનશે અને ઓછા સમયમાં PAN જારી કરી શકાશે. 

આ પણ વાંચો: મહારાષ્ટ્ર સરકાર અજિત પવાર વિમાન દુર્ઘટનાની CBI તપાસ કરાવશે? CM ફડણવીસે ગૃહમંત્રાલયને લખ્યો પત્ર

શું તેનાથી સામાન્ય લોકો પર અસર પડશે?

આ ફેરફારની સૌથી વધુ અસર નવા PAN અરજદારો પર પડશે. તેમને હવે અલગ-અલગ ડૉક્યુમેન્ટ એકઠા કરવાની જરૂર રહેશે નહીં, જેનાથી સમય અને મહેનત બંનેની બચત થશે. જોકે, આ ફેરફાર એવા લોકો માટે થોડો મુશ્કેલ સાબિત થઈ શકે છે જેમની પાસે આધાર નથી. આવા વ્યક્તિઓએ પહેલા Aadhaar બનાવવો પડશે, ત્યારે જ તેઓ PAN માટે અરજી કરી શકશે.