ડુંગળી એક મહિનામાં ૪૦ ટકા મોંઘી થઇ, હજુ પણ ભાવ વધવાની શક્યતા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

બજારમાં સારી ગુણવત્તાવાળી ડુંગળીની ઉપલબ્ધતા ઘટી જતા તેના ભાવ પણ ઝડપથી વધી ગયા
અમદાવાદ : લાંબા સમય સુધી રાહત આપ્યા પછી, ડુંગળી હવે ગ્રાહકોને રડાવી રહી છે. છેલ્લા એક મહિનામાં ડુંગળીના ભાવમાં તીવ્ર વધારો થયો છે. વેપારીઓના મતે, ભાવમાં વધુ વધારો થઈ શકે છે. મોસમી વરસાદના કારણે ડુંગળીના વાવેતર પર પણ અસર પડી છે, જેના કારણે ખરીફ સિઝનના ડુંગળીના પાકનું આગમન મોડું થઈ શકે છે.
મહારાષ્ટ્રના ડુંગળીના વેપારીઓના જણાવ્યા મુજબ હાલમાં ડુંગળીના ભાવમાં તેજીનો ટ્રેન્ડ છે. ડુંગળીની નિકાસ માંગ ઉભરી રહી છે. ચોમાસામાં વિલંબને કારણે, ખરીફ સિઝનના પાકનું આગમન મોડું થઈ શકે છે. પરિણામે, બજારમાં જથ્થાબંધ ડુંગળીના ભાવ રૂ. ૩૫ થી રૂ. ૪૦ પ્રતિ કિલો સુધી પહોંચી શકે છે. જયારે રિટેલ ભાવ રૂ. ૬૦ પ્રતિ કિલો સુધી પહોંચી શકે છે.
સામાન્ય રીતે વરસાદની તુમાં ડુંગળીના ભાવ વધે છે. તેથી, ડુંગળીના ભાવમાં વધુ વધારો થવાની ધારણા છે. ડુંગળીના સરકારી ખરીદી ભાવમાં વધારો પણ આ વધારામાં ફાળો આપી શકે છે. નાફેડે ડુંગળીના ખરીદ ભાવમાં ૧૩ ટકાનો વધારો કરીને પ્રતિ ક્વિન્ટલ રૂ. ૨,૧૨૫ કર્યો છે. અગાઉ, આ ભાવ પ્રતિ હતી. હવે, સારી ગુણવત્તાવાળી ડુંગળી આવી રહી છે, જેના કારણે ભાવ વધી રહ્યા છે.









