Business

૨૭ ટકા હિસ્સા સાથે ઓમાન ભારતનું એલએનજીનું સૌથી મોટુ પૂરવઠેદાર

By GS Team
6 Oct 20262 mins read
TukuTouch Logo
પશ્ચિમ એશિયા યુદ્ધને કારણે ભારતના LNG પૂરવઠેદારોમાં મોટા ફેરફારો થયા છે. સપ્ટેમ્બરમાં ઓમાન 27% શિપમેન્ટ સાથે ભારતનું સૌથી મોટું LNG પૂરવઠેદાર બન્યું છે. ઓગસ્ટમાં 35% હિસ્સા સાથે અમેરિકા પ્રથમ ક્રમે હતું, જે હવે 16% સાથે ત્રીજા સ્થાને ધકેલાઈ ગયું છે. ભારતની સપ્ટેમ્બરની LNG આયાત 14% ઘટીને 21.70 લાખ ટન રહી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

૨૭ ટકા  હિસ્સા સાથે ઓમાન ભારતનું એલએનજીનું સૌથી મોટુ પૂરવઠેદાર

ઓગસ્ટમાં પ્રથમ ક્રમે રહેલું અમેરિકા ત્રીજા ક્રમે ધકેલાઈ ગયુ
મુંબઈ : પશ્ચિમ એશિયા યુદ્ધને પરિણામે દેશના લિક્વિફાઈડ નેચરલ ગેસ (એલએનજી)ના પૂરવઠેદારોમાં મોટા બદલાવ આવી રહ્યા છે. સપ્ટેમ્બરમાં ૨૭ ટકા શિપમેન્ટ હિસ્સા સાથે ઓમાન ભારતનું એલએનજીનું સૌથી મોટુ પૂરવઠેદાર રહ્યું છે જ્યારે ઓગસ્ટમાં ૩૫ ટકા સાથે અમેરિકા સૌથી મોટુ પૂરવઠેદાર રહ્યું હતું.
એક સમયે ભારતના એલએનજીના આયાત પૂરવઠામાં કતારનો મોટો હિસ્સો રહેેતો હતો ત્યાંથી ઓગસ્ટમાં આયાત લગભગ શૂન્ય રહ્યા બાદ સપ્ટેમ્બરમાં સહેજ વધી ૪.૩૦ ટકા રહી છે.
સપ્ટેમ્બરમાં ઓમાન ખાતેથી ભારતે ૫.૮૫ લાખ ટન એલએનજીની આયાત કરી છે જે ઓગસ્ટની સરખામણીએ ૧૧.૫૦ ટકા વધુ છે એમ કેપ્લરના ડેટા જણાવે છે.
ઓમાન બાદ ૩.૫૧ લાખ ટન સાથે નાઈજિરિયા બીજા ક્રમે રહ્યું છે જ્યારે અમેરિકા ખાતેથી ઓગસ્ટની સરખામણીએે આયાત ૫૯ ટકા ઘટી ૩.૪૭ લાખ ટન રહી છે.
ભારતની સપ્ટેમ્બરની એલએનજીની આયાતમાં અમેરિકાનો હિસ્સો ઘટી ૧૬ ટકા પર આવી ગયો છે. ૯૪૦૦૦ ટન સાથે કતાર છઠ્ઠો મોટો પૂરવઠેેદાર રહ્યો છે.યુદ્ધ પહેલા ભારતની એલએનજી આયાતમાં કતારનો હિસ્સો ૪૫ ટકા જેટલો રહેતો હતો.
ઓગસ્ટમાં ૨૫ લાખ ટનની સરખામણીએ સપ્ટેમ્બરમાં ભારતની એલએનજી આયાત ૧૪ ટકા ઘટી ૨૧.૭૦ લાખ ટન રહ્યાનું પણ પ્રાપ્ત ડેટા જણાવે છે.
એલએનજીના વૈશ્વિક પૂરવઠામાં કતારનો હિસ્સો ૧૯ ટકા જેટલો રહ્યો છે. કતારના રાસ લફાન ઈન્ડસ્ટ્રીઅલ સિટી પર ઈરાનના હુમલા બાદ સ્થિતિ થાળે પાડતા મહિનાઓ લાગી શકે છે.
ભૌગોલિરરાજકીય અશાંતિને ધ્યાનમાં રાખી ભારતે તેની ઈંધણની જરૂરિયાતને પહોંચી વળવા તેના આયાત સ્રોતોમાં બદલાવ કરવાની ફરજ પડી છે. પશ્ચિમ એશિયા યુદ્ધને કારણે મધ્ય પૂર્વના વિસ્તાર ખાતેથી એલએનજી તથા ક્રુડ તેલનો પૂરવઠો ખોરવાઈ ગયો છે.