Business

ફોરેક્સ ટ્રેડિંગ પ્લેટફોર્મ દ્વારા રોકાણકારો સાથે 800 કરોડની છેતરપિંડી, EDએ કૌભાંડનો પર્દાફાશ કર્યો

By GS TEAM
17 Jun 20252 mins read
TukuTouch Logo
એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટ દ્વારા રોકાણકારોને મબલક રિટર્નનું વચન આપી છેતરપિંડી કરનારી એક ટોળકીનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. તપાસ એજન્સીએ મુંબઈ, દિલ્હી, ચેન્નઈ, અને ગુરૂગ્રામમાં સાત સ્થળો પર પીએમએલએ 2002 હેઠળ દરોડા પાડ્યા હતાં. જેમાં વિવિધ આપત્તિજનક દસ્તાવેજો, ડિજિટલ ડિવાઈસ મળી આવ્યા હતાં. જેમાં એક આંતરરાષ્ટ્રીય બ્રોકર્સની ટીમે ફોરેક્સ ટ્રેડિંગની આડમાં રોકાણકારો સાથે છેતરપિંડી કરી રૂ. 800 કરોડથી વધુનું કૌભાંડ કર્યું હોવાનો મોટો ખુલાસો થયો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ફોરેક્સ ટ્રેડિંગ પ્લેટફોર્મ દ્વારા રોકાણકારો સાથે 800 કરોડની છેતરપિંડી, EDએ કૌભાંડનો પર્દાફાશ કર્યો

ED Reveals 800 Crores Scam: એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટ દ્વારા રોકાણકારોને મબલક રિટર્નનું વચન આપી છેતરપિંડી કરનારી એક ટોળકીનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. તપાસ એજન્સીએ મુંબઈ, દિલ્હી, ચેન્નઈ, અને ગુરૂગ્રામમાં સાત સ્થળો પર પીએમએલએ 2002 હેઠળ દરોડા પાડ્યા હતાં. જેમાં વિવિધ આપત્તિજનક દસ્તાવેજો, ડિજિટલ ડિવાઈસ મળી આવ્યા હતાં. જેમાં એક આંતરરાષ્ટ્રીય બ્રોકર્સની ટીમે ફોરેક્સ ટ્રેડિંગની આડમાં રોકાણકારો સાથે છેતરપિંડી કરી રૂ. 800 કરોડથી વધુનું કૌભાંડ કર્યું હોવાનો મોટો ખુલાસો થયો છે. 

ઈડી દ્વારા ઓક્ટાએફએક્સ ટ્રેડિંગ એપ અને વેબસાઈટ www.octafx.com નામના આંતરરાષ્ટ્રીય બ્રોકર્સના ઓનલાઈન ફોરેક્સ બિઝનેસ મામલે તપાસ હાથ ધરી હતી. જેમાં ખુલાસો થયો હતો કે, તે ગેરકાયદે ઓનલાઈન ફોરેક્સ બિઝનેસના માધ્યમથી છેતરપિંડી કરી રહી હતી. ઓક્ટાએફએક્સ ફોરેક્સ ટ્રેડિંગ પ્લેટફોર્મ મારફત રોકાણકારોને ઊંચુ રિટર્ન આપવાનું ખોટું વચન આપી છેતરપિંડી કરી હતી. રોકાણકારોએ તેની વિરૂદ્ધ શિવાજી નગર પીએસ, પુણે ખાતે એફઆઈઆર નોંધાવી હતી.

આ પણ વાંચોઃ FPI રોકાણ, PSU ડિલિસ્ટિંગ ધોરણોમાં રાહત સહિતના પ્રોત્સાહનોની શકયતા

પકડમાં ન આવે તે માટે યુઆરએલ છુપાવ્યું

ઈડીની તપાસમાં જાણવા મળ્યું કે, ઓક્ટાએફએક્સ, મેસર્સ ઓક્ટાએફએક્સ ઈન્ડિયા પ્રા.લિ. સાથેની ભાગીદારીમાં આરબીઆઈની મંજૂરી વિના તે ભારતમાં કામ કરી રહ્યું હતું. તેણે ફોરેક્સ ટ્રેડિંગની આડમાં રોકાણકારો સાથે છેતરપિંડી કરી હતી. જેમાં પકડાઈ ન જાય તે માટે પોતાની વેબસાઈટનું યુઆરએલ છુપાવ્યું હતું અને યુઆરએલ ક્લોકિંગની મદદથી વેબસાઈટ અને એપ ઉભી કરી હતી. બાદમાં નકલી કેવાયસી કર્યું હતું. રોકાણ માટે શેલ કંપનીઓ (બનાવટી કંપની) પણ ખોલી હતી. તેમજ બનાવટી એકાઉન્ટ ખોલાવી રોકાણકારોનું ફંડ એકત્ર કર્યું હતું. રોકાણકારોને આશ્વાસન આપવામાં આવ્યું હતું કે, તેમનું ફંડ સારી જગ્યાએ છે. મોટું રિટર્ન મળશે.  ફોરેક્સ ટ્રેડિંગની આડમાં રોકાણકારો પાસેથી એકથી ઓછા વર્ષમાં રૂ. 800 કરોડ પડાવ્યા હતાં.

ઈડીએ 161 કરોડની સંપત્તિ ફ્રીઝ કરી

ઈડીએ સ્પેનની સંપત્તિ સહિત કુલ 160.8 કરોડની સંપત્તિ ફ્રીઝ કરી છે. ઓક્ટાએફએક્સે પેમેન્ટ ગેટવેની ઓળખ છુપાવવા માટે યુઆરએલ માસ્કિંગનો ઉપયોગ કર્યો હતો. જેમાં વાસ્તવિક યુઆરએલને છુપાવી યુઝર્સને અનુરૂપ યુઆરએલ પ્રદર્શિત થાય છે. જે વાસ્તવિક યુઆરએલને રિડાયરેક્ટ કરી દે છે. જેથી બ્રાઉઝરમાં માસ્ક કરેલુ યુઆરએલ જ દેખાય છે. જેની મદદથી રોકાણકારોને છેતર્યા હતાં.