Business

UPI યુઝર્સ માટે મોટા સમાચાર: પહેલી ફેબ્રુઆરીથી બ્લોક થઈ જશે આવા ટ્રાન્ઝેક્શન

By GS Team
30 Jan 20251 min read
This article was originally published on 30 Jan 2025
TukuTouch Logo
યુપીઆઇ યુઝર્સ એક ફેબ્રુઆરીથી અમુક આઇડી પર ટ્રાન્ઝેક્શન કરી શકશે નહીં. NPCIએ નોટિફિકેશન જાહેર કરી બૅન્કો અને નાણાકીય સંસ્થાઓને એક ફેબ્રુઆરીથી સ્પેશિયલ કેરેક્ટર્સ ધરાવતા આઇડી પરથી ન સ્વીકારવા નિર્દેશ કર્યો છે. યુઝર્સ હવે માત્ર આલ્ફાન્યૂમેરિક કેરેક્ટર્સ ધરાવતાં આઇડીથી જ નાણાકીય લેવડ-દેવડ કરી શકશે.

Summarized by AI; it may make mistakes. Check important info

UPI યુઝર્સ માટે મોટા સમાચાર: પહેલી ફેબ્રુઆરીથી બ્લોક થઈ જશે આવા ટ્રાન્ઝેક્શન

UPI Rules Change: યુપીઆઇ યુઝર્સ એક ફેબ્રુઆરીથી અમુક આઇડી પર ટ્રાન્ઝેક્શન કરી શકશે નહીં. NPCIએ નોટિફિકેશન જાહેર કરી બૅન્કો અને નાણાકીય સંસ્થાઓને એક ફેબ્રુઆરીથી સ્પેશિયલ કેરેક્ટર્સ ધરાવતા આઇડી પરથી ન સ્વીકારવા નિર્દેશ કર્યો છે. યુઝર્સ હવે માત્ર આલ્ફાન્યૂમેરિક કેરેક્ટર્સ ધરાવતાં આઇડીથી જ નાણાકીય લેવડ-દેવડ કરી શકશે.

ડિજિટલ પેમેન્ટમાં 80 ટકા લોકો યુપીઆઈ મારફત પેમેન્ટ કરી રહ્યા છે. શાકભાજીની લારીથી માંડી મોટા-મોટા ટ્રાન્ઝેક્શનમાં પણ યુપીઆઈનો વપરાશ થઈ રહ્યો છે. એવામાં સાયબર ક્રાઇમના વધતાં વ્યાપને ધ્યાનમાં રાખતાં NPCIએ આ આદેશ જાહેર કર્યો છે.

આ પણ વાંચોઃ બજેટ 2025: પેટ્રોલના ભાવમાં ઘટાડો, ઈન્કમ ટેક્સમાં રાહત સહિત ત્રણ મોટી જાહેરાતની શક્યતા

NPCIની નોટિફિકેશન

NPCIએ યુપીઆઈ ઓપરેટર્સનને ટ્રાન્ઝેક્શન આઇડી માટે આલ્ફાન્યૂમેરિક કેરેક્ટરનો ઉપયોગ કરવા નિર્દેશ આપ્યો હતો. 1 ફેબ્રુઆરીથી આ નિર્દેશનું પાલન ન કરનારાના યુપીઆઇ ટ્રાન્ઝેક્શન બ્લોક કરવામાં આવશે. સેન્ટ્રલ સિસ્ટમ સ્પેશિયલ કેરેટક્ટર ધરાવતા આઇડી પરથી ટ્રાન્ઝેક્શન કરવા મંજૂરી આપશે નહીં.

બૅન્કોને પણ અપાયા આદેશ

નેશનલ પેમેન્ટ્સ ઇન્ટરફેસ ઑફ ઇન્ડિયાએ અગાઉ જ યુપીઆઇ આઇડી માટે સ્પેશિયલ કેરેક્ટરના સ્થાને આલ્ફાન્યૂમેરિક કેરેક્ટર્સનો ઉપયોગ કરવા સલાહ આપી હતી. આ મુદ્દે બૅન્કોને પણ નિર્દેશ આપવામાં આવ્યો છે કે, તેઓ માત્ર આલ્ફાન્યૂમેરિક કેરેક્ટર્સ ધરાવતા યુપીઆઇ આઇડી મારફત જ નાણાકીય લેવડ-દેવડ સ્વીકારે.