World

ક્વાડ બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્રમ્પ સાથે મંચ કર્યો શેર, ટ્રમ્પે સુપર ઇન્ટેલિજન્સ AI પર સાવચેત રહેવાની કરી વાત

By GS Team
17 Nov 20262 mins read
TukuTouch Logo
ફિલિપાઇન્સના મનીલામાં યોજાયેલી ક્વાડ સમિટમાં 17 નવેમ્બર 2026ના રોજ વડાપ્રધાન મોદી અને અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ એક મંચ પર જોવા મળ્યા. ટ્રમ્પે મોદીને 'મજબૂત વ્યક્તિ' અને 'મહાન નેતા' ગણાવી પ્રશંસા કરી. ટ્રમ્પે AI અને ઈરાનના પરમાણુ હથિયારો અંગે પણ ટિપ્પણી કરી. હવે 19 નવેમ્બર 2026ના રોજ શેનઝેનમાં ટ્રમ્પ, પુતિન અને જિનપિંગની ત્રિપક્ષીય બેઠક પર સૌની નજર છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ક્વાડ બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્રમ્પ સાથે મંચ કર્યો શેર, ટ્રમ્પે સુપર ઇન્ટેલિજન્સ AI પર સાવચેત રહેવાની કરી વાત
IMAGE SOURCE-@airnewsalerts

PM Modi Shares Stage With Donald Trump In Quad Summit: ફિલિપાઇન્સની રાજધાની મનીલામાં આયોજિત ASEAN સમિટની સાથે બે વર્ષ બાદ પ્રથમ વખત ક્વાડમાં ભારત, અમેરિકા, જાપાન અને ઓસ્ટ્રેલિયાના નેતાઓની મહત્ત્વપૂર્ણ બેઠક યોજાઈ છે. 17 નવેમ્બર 2026ના રોજ યોજાયેલી આ બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરીએકવાર એકસાથે જોવા મળ્યા અને બન્ને નેતાઓએ એક જ મંચ શેર કર્યો હતો.

ટ્રમ્પે PMના કર્યા વખાણ, 'સુપર ઇન્ટેલિજન્સ' પર આપ્યું નિવેદન

ક્વાડની બેઠકમાં અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે વડાપ્રધાન મોદીની પ્રશંસા કરી હતી. તો ક્વાડ બેઠક દરમિયાન ફોટો સેશન વખતે ડોનાલ્ડ ટ્રમ્પે પીએમ મોદી તરફ ઇશારો કરતાં તેમને 'ખૂબ જ મજબૂત વ્યક્તિ' અને દુનિયાભરમાં સન્માનિત 'મહાન નેતા' ગણાવીને તેમના વખાણ કર્યા હતા. આ બેઠક દરમિયાન ડોનાલ્ડ ટ્રમ્પે સુપર ઇન્ટેલિજન્સ AI અંગે પણ ટિપ્પણી કરી હતી, અને ટ્રમ્પે જણાવ્યું કે તેઓ 'સુપર ઇન્ટેલિજન્સ' એટલે કે AIને મહત્ત્વ આપે છે, પરંતુ તેની સાથે જ તેના વિશે સાવચેત રહેવા માંગે છે.

ચીન સાથેના મતભેદો પર ટ્રમ્પે શું કહ્યું?

ચીન સાથેના મતભેદો અંગે પૂછવામાં આવેલા સવાલ પર અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે, 'આ મતભેદોને ખૂબ જ સારી રીતે સંભાળવામાં આવ્યા છે. અને ચીને પણ સંભાળ્યા છે. જેમાં બન્ને દેશોના અલગ અલગ મંતવ્યો છે.'

'ઈરાનને પરમાણુ હથિયાર રાખવા ન દઈ શકીએ'

ઈરાનના મુદ્દે ટ્રમ્પે સખત વલણ અપનાવતું નિવેદન આપ્યું હતું. ટ્રમ્પે કહ્યું કે, 'અમેરિકા ઈરાનને અત્યંત ગંભીરતાથી લે છે. અને એ જ કારણ છે કે ઈરાન પાસે પરમાણુ હથિયાર ન હોવું જોઈએ.' તો ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગ ઉન સાથેની સંભવિત બેઠક અંગે પણ ટ્રમ્પે પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યું કે, કિમ જોંગ ઉન તેમની સાથે મુલાકાત કરવા ઇચ્છશે જોઈએ આગળ શું થાય છે.'

ચીનમાં ટ્રમ્પ, પુતિન અને જિનપિંગની મહાબેઠક

મનીલામાં ક્વાડ સમિટ બાદ આ જ અઠવાડિયે ગુરુવારે એટલે કે 19 નવેમ્બર 2026ના રોજ ચીનના શેનઝેન શહેરમાં APEC સમિટ દરમિયાન ડોનાલ્ડ ટ્રમ્પ, રશિયાના રાષ્ટ્ર પ્રમુખ વ્લાદિમીર પુતિન અને ચીનના રાષ્ટ્ર પ્રમુખ શી જિનપિંગ વચ્ચે પ્રથમ ત્રિપક્ષીય બેઠક યોજાવા જઈ રહી છે, જેના પર સમગ્ર વિશ્વની નજર ટકેલી છે.