Business

હવેથી વાર્ષિક FASTag પાસ કઢાવી શકાશે, સરકારે જાહેર કરી કિંમત અને નિયમો

By GS TEAM
18 Jun 20252 mins read
TukuTouch Logo
કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીએ ફાસ્ટેગ મુદ્દે મોટી જાહેરાત કરી છે. આ જાહેરાતથી નિયમિત ધોરણે મુસાફરી કરતાં ખાનગી વાહનચાલકોને લાભ થશે. ગડકરીએ ફાસ્ટેગનો વાર્ષિક પાસ જાહેર કર્યો છે. જેની કિંમત રૂ. 3000 છે. આ નવો વાર્ષિક પાસ 15 ઑગસ્ટ, 2025થી અમલમાં મૂકાશે.

Summarized by AI; it may make mistakes. Check important info

હવેથી વાર્ષિક FASTag પાસ કઢાવી શકાશે, સરકારે જાહેર કરી કિંમત અને નિયમો

FASTag Annual Pass: કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીએ ફાસ્ટેગ મુદ્દે મોટી જાહેરાત કરી છે. આ જાહેરાતથી નિયમિત ધોરણે મુસાફરી કરતાં ખાનગી વાહનચાલકોને લાભ થશે. ગડકરીએ ફાસ્ટેગનો વાર્ષિક પાસ જાહેર કર્યો છે. જેની કિંમત રૂ. 3000 છે. આ નવો વાર્ષિક પાસ 15 ઑગસ્ટ, 2025થી અમલમાં મૂકાશે.

નીતિન ગડકરીએ X પર ટ્વિટ કરી જણાવ્યું હતું કે, એક ઐતિહાસિક પહેલના ભાગરૂપે 15 ઑગસ્ટ, 2025ના રોજથી રૂ. 3000ની કિંમતમાં FASTagનો વાર્ષિક પાસ શરુ થશે. આ પાસ સક્રિય થવાની તારીખથી એક વર્ષ અથવા 200 મુસાફરી સુધી માન્ય ગણાશે. આ પાસ માત્ર નોન-કોમર્શિયલ ખાનગી વાહનો (કાર, જીપ, વેન સહિત) માટે તૈયાર કરવામાં આવ્યો છે. જે દેશભરના નેશનલ હાઇવે પર અડચણ મુક્ત મુસાફરી શક્ય બનાવશે. 

કિંમત અને નિયમ

  • 3000 રૂપિયામાં મળશે ફાસ્ટેગ વાર્ષિક પાસ
  • વાર્ષિક પાસ સેવાનો લાભ એક વર્ષ સુધી અથવા 200 ટ્રીપ સુધી લઈ શકાશે.
  • રાજમાર્ગ યાત્રા એપ તથા NHAI / MoRTHની સત્તાવાર વેબસાઇટ પરથી ફાસ્ટેગ પાસ સેવાનો લાભ લઈ શકાશે.
  • 15 ઑગસ્ટ, 2025થી શરુ થશે ફાસ્ટેગ વાર્ષિક પાસ સેવા


રાજમાર્ગ યાત્રા એપ પર સેવા શરુ કરાશે

આ વાર્ષિક પાસ એક્ટિવ અને રિન્યુ કરવા માટે ટૂંક સમયમાં રાજમાર્ગ યાત્રા એપ અને  NHAI / MoRTHની સત્તાવાર વેબસાઇટ પર એક અલગ લિંક ઉપલબ્ધ કરાવવામાં આવશે. જેના પરથી આ વાર્ષિક પાસ સેવાનો લાભ લઈ શકાશે. આ પોલિસી 60 કિમીના અંતરમાં સ્થિત ટોલ પ્લાઝા મુદ્દે લાંબા સમયથી ચાલી રહેલી સમસ્યાઓ દૂર કરશે અને સુલભ ટ્રાન્જેક્શનના માધ્યમથી ટોલની ચૂકવણી સરળ બનાવશે. જેનાથી હવે ખાનગી વાહનોને ટોલ પ્લાઝા પર લાગતો સમય બચી શકશે. ટ્રાફિક પણ ઘટશે. 

આ પહેલ માર્ગ પરિવહન સેવાને ડિજિટાઇઝ અને વધુ મોર્ડન બનાવવાના મિશનને સંરેખિત છે. જે નેશનલ હાઇવે પર પરિવહન સેવાને સુલભ બનાવશે.