નવા સપ્તાહમાં નિફટી ૨૩૫૩૩થી ૨૪૨૫૫, સેન્સેક્સ ૭૫૩૬૬થી ૭૭૬૬૬ વચ્ચે ફંગોળાશે
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

આઈપીઓ માર્કેટમાં અતિરેક રોકાણકારોને નુકશાનીમાં ધકેલશે
મુંબઈ : અમેરિકા એટલે કે ડોનાલ્ડ ટ્રમ્પ મરણિયા બન્યા છે, ઈરાન મોરચે જોઈતી સફળતા નહીં મળતાં અને ચાઈના, રશિયા, ભારતની ત્રિપુટી આર્થિક મોરચે અમેરિકાની નીતિના વિરોધમાં એક બનીને ટ્રમ્પને વૈશ્વિક મોરચે ઘેરી રહ્યા છે, ત્યારે બીજી બાજુ અમેરિકાથી નારાજ યુરોપના દેશો પણ ખુલ્લેઆમ અમેરિકા અને ચાઈના પરની નિર્ભરતાની ભૂલ રહી રહીને સમજાઈ હોવાનું સ્વિકારતા થયા છે. ઈરાનને પાષાણ યુગમાં ધકેલવાનો અંતિમ હાઉ બતાવી ટ્રમ્પ શાસન ઈરાન પર બેફામ હુમલા કરીને ઈરાનને ઘૂંટણિયા ટેકવા મજબૂર કરવાના પ્રયાસો થયા છે. જીવન જરૂરી ખાદ્ય ચીજોના ભાવો ભડકી રહ્યા છે. પ્રાઈમરી માર્કેટમાં ગ્રે માર્કેટમાં બેફામ-બેલગામ આઈપીઓ પ્રીમિયમો બોલાવીને અને ઈસ્યુઓને અનેકગણા છલકાવી આ શેરોનું શેર બજારોમાં લિસ્ટિંગ થતાની સાથે સટ્ટાકીય તોફાન મચાવી થઈ રહેલો અતિરેક બજારની તંદુરસ્તી માટે સારા સંકેત નથી. આઈપીઓ માર્કેટમાં થઈ રહેલો અતિરેક રોકાણકારોને આગળ જતાં મોટી નુકશાની સાથે સંકટમાં ધકેલી શકે છે. વૈશ્વિક પરિબળો વચ્ચે આગામી નવા સપ્તાહમાં નિફટી ૨૩૫૩૩થી ૨૪૨૫૫, સેન્સેક્સ ૭૫૩૬૬થી ૭૭૬૬૬ વચ્ચે ફંગોળાશે.
અર્જુનની આંખે : CHEVIOT COMPANY LTD.
બીએસઈ(૫૨૬૮૧૭), એનએસઈ (CHEVIOT) લિસ્ટેડ, રૂ.૧૦ પેઈડ-અપ, ચેવીયટ કંપની લિમિટેડ(CHEVIOT COMPANY LIMITED)ની સ્થાપના વર્ષ ૧૯૭૬માં થઈ હતી. કંપની જૂટ ઉત્પાદનો અને હેસિયન ફેબ્રિકનું ઉત્પાદન અને નિકાસ કરે છે. ચેવિયટ કંપની લિમિટેડ કનોરિયા પરિવારનો ભાગ છે અને ચેવિયટ ગુ્રપની ફ્લેગશીપ કંપની છે. ચેવિયટ ગુ્રપ ટેક્સટાઈલ, ચા અને શિક્ષણ ક્ષેત્રે કાર્યરત છે.
ટી-ચા બિઝનેસ : કંપની પાસે ૧૫૦૦ હેક્ટરનું બિન્ના કેન્ડી ટી એસ્ટેટ છે. અહીં ઉત્પાદિત ચામાં પેકેટ ચા : ગોલ્ડન હોર્સ બ્રાન્ડ નામ હેઠળ ૫૦, ૧૦૦ અને ૨૫૦ ગ્રામના પેકેટમાં વેચાય છે. બલ્ક ચા : બિન્ના કેન્ડી નામથી ઓક્શન સેન્ટરોમાં વેચાય છે.
મેન્યુફેકચરીંગ ક્ષમતા :
કંપનીના પશ્ચિમ બંગાળના બે મેન્યુફેકચરીંગ યુનિટ છે. (૧) બજ-બજ યુનિટ : દૈનિક ઉત્પાદન ક્ષમતા આશરે ૧૬૦ મેટ્રિક ટનની છે. (૨) ફાલ્ટા સ્પેશ્યલ ઈકોનોમિક ઝોન : આ એક્સપોર્ટ ઓરિએન્ટેડ યુનિટ છે, જેમાં ૧૦૦થી વધુ ઓટોમેટિક સલ્ઝર લુમ્સ છે. કંપની તેની કુલ આવકમાંથી આશરે ૪૦ ટકા આવક નિકાસમાંથી મેળવે છે.
વેલ્યુ-એડેડ ઉત્પાદનો : પ્રીમિયમ શોપિંગ બેગ માટે ફાઈન ફેબ્રિક્સ, સર્ટિફાઈડ ફૂડ-ગ્રેડ પેકેજિંગ, ફ્લોરિંગ માટે ટેકનીકલ ટેક્સટાઈલ્સ અને ઈરોઝન કંટ્રોલ માટે જીઓટેક્સટાઈલ્સનો સમાવેશ છે.
ક્વોલિટી સર્ટિફિકેશન : કંપની ગુણવતા અને નવીનતા પર ખાસ ધ્યાન આપે છે. કંપની પાસે IS/ISO 9001:2015, ક્વોલિટી મેનેજમેન્ટ સિસ્ટમ્સ, IS/ISO 14001:2015 એન્વાયરમેન્ટલ મેનેજમેન્ટ સિસ્ટમ્સ, IS/ISO 45001:2018 ઓક્યુપેશનલ હેલ્થ એન્ડ સેફટી મેનેજમેન્ટ સિસ્ટમ છે. કંપનીને ભારત સરકારના મીનિસ્ટ્રી ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ દ્વારા થ્રી સ્ટાર એક્ષપોર્ટ હાઉસનો દરજ્જો મળ્યો છે.
નિકાસ બજાર : કંપની વિશ્વના ૩૫થી વધુ દેશોમાં પોતાના ઉત્પાદનોની નિકાસ કરે છે. મુખ્ય દેશો/બજારોમાં યુ.એસ.એ., કેનેડા, મેક્સિકો, બ્રાઝિલ, આર્જેન્ટિના, ઉરૂગ્વે, નેધરલેન્ડસ, બેલ્જિયમ, તુર્કિ, પોલેન્ડ, ઈટાલી, જર્મની, ફ્રાંસ, યુનાઈટેડ કિંગ્ડમ, સ્પેન, મોલડોવા, યુક્રેન, રશિયા, લેબનોન, જોર્ડન, યુ.એ.ઈ., મલેશિયા, જાપાન, ઈન્ડોનેશિયા, સાઉદી અરેબિયા, શ્રીલંકા, ન્યુઝિલેન્ડ, ઓસ્ટ્રેલિયા, ઈજીપ્ત, અલ્જીરિયા, મોરોક્કો, નાઈજિરિયા અને સાઉથ આફ્રિકા વગેરેનો સમાવેશ થાય છે.
ઈન્વેસ્ટમેન્ટ : કંપની પાસે નોન-કરન્ટ રોકાણો રૂ.૩૨૬ કરોડ, કરન્ટ ઈન્વેસ્ટમેન્ટ રૂ.૨૮ કરોડ છે, જેમાં હિન્દાલ્કો ઈન્ડસ્ટ્રીઝના ૨,૮૦,૦૦૦ શેરો, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ૨,૦૫,૦૦૦ શેરો, નેશનલ સ્ટોક એક્સચેન્જ-એનએસઈના ૧,૬૦,૦૦૦ શેરો અને મ્યુચ્યુઅલ ફંડોમાં રૂ.૨૬૨ કરોડ જેટલું રોકાણ છે.આ મળી કુલ રૂ.૩૫૪ કરોડના રોકાણ-ઈન્વેસ્ટમેન્ટ છે. જેનું ૩૧, માર્ચ ૨૦૨૬ મુજબ કંપનીના શેર દીઠ વેલ્યુએશન રૂ.૬૦૫ જેટલું થાય છે.
ચાર બાયબેકનો ઈતિહાસ : (૧) વર્ષ ૨૦૧૭માં બાયબેક : ફાળવેલ રકમ રૂ.૩૦ કરોડ થકી શેર દીઠ રૂ.૧૫૦૦ ભાવે કંપનીના કુલ શેરોમાંથી આશરે ૮.૫ ટકા શેરોનું બાયબેક કર્યું હતું. (૨) વર્ષ ૨૦૨૦માં બાયબેક : ફાળવેલ રકમ રૂ.૧૮ કરોડ થકી શેર દીઠ રૂ.૯૦૦ ભાવે બાયબેકમાં ટેન્ડર ઓફર દ્વારા ૨,૦૦,૦૦૦ શેરોનું બાયબેક કર્યું હતું. (૩) વર્ષ ૨૦૨૨માં બાયબેક : ફાળવેલ રકમ રૂ.૪૩.૧૩ કરોડ થકી શેર દીઠ રૂ.૧૭૨૫ ભાવે બાયબેક ટેન્ડર સમય જાન્યુઆરી ૨૦૨૨ થકી ૨,૫૦,૦૦૦ શેરોનું બાયબેક કર્યું હતું. (૪) વર્ષ ૨૦૨૪માં બાયબેક : ફાળવેલ રકમ રૂ.૩૧.૫૦ કરોડ થકી શેર દીઠ રૂ.૧૮૦૦ બાયબેક ભાવ, ટેન્ડર સમય ૨૦થી ૨૬ જૂન ૨૦૨૪, પેઈડ-અપ ઈક્વિટના ૨.૯૧ ટકા શેરોનું બાયબેક.
બોનસ શેર ઈસ્યુનો ઈતિહાસ : વર્ષ ૨૦૦૬માં ૧:૨ શેર બોનસ, વર્ષ ૨૦૧૮માં ૧:૨ શેર બોનસ મળી કુલ ઈક્વિટીમાં બોનસ શેરોનો હિસ્સો ૫૮ ટકા રહ્યો છે.
ડિવિડન્ડ : કંપનીએ વર્ષ ૨૦૨૧માં ૧૭૫૦ ટકા ડિવિડન્ડ આપ્યું હતું.
બાયબેક : વર્ષ ૨૦૧૭માં શેર દીઠ રૂ.૧૫૦૦ ભાવે, વર્ષ ૨૦૨૦માં શેર દીઠ રૂ.૯૦૦ ભાવે, વર્ષ ૨૦૨૨માં શેર દીઠ રૂ.૧૭૨૫ ભાવે અને વર્ષ ૨૦૨૪માં શેર દીઠ રૂ.૧૮૦૦ ભાવે.
બુક વેલ્યુ : માર્ચ ૨૦૨૨ના રૂ.૯૧૯, માર્ચ ૨૦૨૩ના રૂ.૯૫૨, માર્ચ ૨૦૨૪ના રૂ.૧૦૪૦, માર્ચ ૨૦૨૫ના રૂ.૧૧૧૪, માર્ચ ૨૦૨૬ના રૂ.૧૨૦૮, અપેક્ષિત માર્ચ ૨૦૨૭ના રૂ.૧૪૩૨
શેર ભાવ સીએજીઆર : ૧૦ વર્ષમાં ૭ ટકા, પાંચ વર્ષમાં ૩ ટકા, ત્રણ વર્ષમાં ૨ ટકા, ટીટીએમ ૮ ટકા
નેટવર્થ : ૨૦૨૨માં રૂ.૫૫૩ કરોડ, ૨૦૨૩માં રૂ.૫૬૨ કરોડ, ૨૦૨૪માં રૂ.૬૨૫ કરોડ, ૨૦૨૫માં રૂ.૬૫૧ કરોડ, ૨૦૨૬માં રૂ.૭૦૫ કરોડ
આવક : ૨૦૨૨માં રૂ.૫૭૧ કરોડ, ૨૦૨૩માં રૂ.૫૬૩ કરોડ, ૨૦૨૪માં રૂ.૪૬૨ કરોડ, ૨૦૨૫માં રૂ.૪૩૯ કરોડ, ૨૦૨૬માં રૂ.૫૪૭ કરોડ
ચોખ્ખો નફો : ૨૦૨૨માં રૂ.૭૯ કરોડ, ૨૦૨૩માં રૂ.૫૪ કરોડ, ૨૦૨૪માં રૂ.૬૯ કરોડ, ૨૦૨૫માં રૂ.૫૭ કરોડ, ૨૦૨૬માં રૂ.૫૨ કરોડ
ઈપીએસ-શેર દીઠ કમાણી : ૨૦૨૨માં રૂ.૧૨૭.૪૦, ૨૦૨૩માં રૂ.૯૦.૫૧, ૨૦૨૪માં રૂ.૧૧૫.૩૩, ૨૦૨૫માં રૂ.૯૮.૦૮, ૨૦૨૬માં રૂ.૮૮.૪૮, અપેક્ષિત ૨૦૨૭માં રૂ.૨૨૪
ઈક્વિટી પર વળતર : ૧૦ વર્ષમાં ૧૦ ટકા, પાંચ વર્ષમાં ૧૦ ટકા, ત્રણ વર્ષમાં ૮ ટકા, છેલ્લા વર્ષમાં ૮ ટકા.
ઓપરેટીંગ પ્રોફિટ માર્જિન : ૨૦૨૨માં ૧૪ ટકા, ૨૦૨૩માં ૧૨ ટકા, ૨૦૨૪માં ૧૦ ટકા, ૨૦૨૫માં ૧૨ ટકા, ૨૦૨૬માં ૧૩ ટકા
આરઓસીઈ : ૨૦૨૨માં ૧૬ ટકા, ૨૦૨૩માં ૧૩ ટકા, ૨૦૨૪માં ૧૩ ટકા, ૨૦૨૫માં ૧૧ ટકા, ૨૦૨૬માં ૧૦ ટકા
કોન્સોલિડેટેડ નાણાકીય પરિણામો :
(૧) પૂર્ણ વર્ષ એપ્રિલ ૨૦૨૫થી માર્ચ ૨૦૨૬ : ચોખ્ખી આવક ૨૬.૬૦ ટકા વધીને રૂ.૫૪૭ કરોડ મેળવી કરવેરા પૂર્વેનો નફો ૭.૫૧ટકા ઘટીને રૂ.૬૯.૪૭ કરોડ નોંધાવી નેટ પ્રોફિટ માર્જિન-એનપીએમ ૧૦.૬૦ ટકા થકી ચોખ્ખો નફો ૧૩.૬૫ ટકા ઘટીને રૂ.૫૮ કરોડ હાંસલ કરી શેર દીઠ કમાણી-ઈપીએસ રૂ.૮૮.૪૮ નોંધાવી છે.
(૨) પ્રથમ ત્રિમાસિક એપ્રિલ ૨૦૨૬થી જૂન ૨૦૨૬ : ચોખ્ખી આવક ૪૩ ટકા વધીને રૂ.૧૭૦ કરોડ મેળવી કરવેરા પૂર્વેનો નફો ૫૪ ટકા વધીને રૂ.૫૫ કરોડ નોંધાવી નેટ પ્રોફિટ માર્જિન-એનપીએમ ૨૩.૪૬ ટકા થકી ચોખ્ખો નફો ૫૮ ટકા વધીને રૂ.૪૯ કરોડ નોંધાવી શેર દીઠ આવક-ઈપીએસ રૂ.૭૭.૫૩ હાંસલ કરી છે.
(૩) અપેક્ષિત નવ માસિક જુલાઈ ૨૦૨૬થી માર્ચ ૨૦૨૭ :અપેક્ષિત ચોખ્ખી આવક ૧૦ ટકા વધીને રૂ.૪૭૧ કરોડ મેળવી અપેક્ષિત કરવેરા પૂર્વેનો નફો રૂ.૧૨૦ કરોડ અને અપેક્ષિત નેટ પ્રોફિટ માર્જિન-એનપીએમ ૧૮.૭૫ ટકા થકી ચોખ્ખો નફો રૂ.૯૦ કરોડ અને શેર દીઠ નવ માસિક કમાણી-ઈપીએસ રૂ.૧૪૬.૪૭ અપેક્ષિત છે.
(૪) અપેક્ષિત પૂર્ણ વર્ષ એપ્રિલ ૨૦૨૬થી માર્ચ ૨૦૨૭ : અપેક્ષિત ચોખ્ખી આવક રૂ.૬૪૧ કરોડ થકી કરવેરા પૂર્વેનો નફો રૂ.૧૭૫ કરોડ અપેક્ષિત સાથે નેટ પ્રોફિટ માર્જિન-એનપીએમ ૧૯ ટકા થકી ચોખ્ખો નફો રૂ.૧૩૧ કરોડ મેળવી શેર દીઠ કમાણી-ઈપીએસ રૂ.૨૨૪ અપેક્ષિત છે.
આમ(૧) લેખક ઉપરોકત કંપનીના શેરમાં કોઈ રોકાણ ધરાવતા નથી. લેખકના રીસર્ચ માટેના સ્ત્રોતોનું અંગત પ્રત્યક્ષ કે પરોક્ષ હિત-રોકાણ હોઈ શકે છે. કોઈપણ રોકાણ નિર્ણય લેતાં પહેલા ક્વોલિફાઈડ ઈન્વેસ્ટમેન્ટ ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ લેવી. રોકાણ પર સંભવિત કોઈ નુકશાની માટે લેખક, ગુજરાત સમાચાર કે અન્ય કોઈપણ વ્યક્તિ જવાબદાર રહેશે નહીં. (૨)ચાર બાયબેક, બે બોનસ ઈસ્યુ અને ઈન્વેસ્ટર ફ્રેન્ડલી, ચેવિયટ કંપની લિમિટેડ , પૂર્ણ નાણા વર્ષ ૨૦૨૬-૨૭માં અપેક્ષિત ઈપીએસ રૂ.૨૨૪ અને અપેક્ષિત બુક વેલ્યુ રૂ.૧૪૩૨ સામે શેર રૂ.૧૧૫૯ ભાવે, ઉદ્યોગના સરેરાશ ૧૭ના પી/ઈ સામે માત્ર ૫.૧૦ના પી/ઈએ ટ્રેડ થઈ રહ્યો છે.




