Get The App

લોન લેનારા માટે ખુશખબર: 1 એપ્રિલથી બદલાશે લોન અને CIBIL સ્કોરના નિયમો

Updated: Mar 29th, 2026

GS TEAM

Google News
Google News
લોન લેનારા માટે ખુશખબર: 1 એપ્રિલથી બદલાશે લોન અને CIBIL સ્કોરના નિયમો 1 - image

New Loan & CIBIL Rules from April 1: ભારતીય રિઝર્વ બેંક (RBI)એ દેશના બેંકિંગ અને લોન સેક્ટરમાં પારદર્શકતા વધારવા કેટલાક ફેરફાર જાહેર કર્યા છે. આ ફેરફારો 1 એપ્રિલ, 2026થી લાગુ થશે. જેમાં ક્રેડિટ સ્કોર (CIBIL) અપડેટ થવાની પ્રક્રિયા અને લોનને સમયથી પહેલા બંધ કરવામાં લાગતા ચાર્જમાં મહત્ત્વપૂર્ણ ફેરફાર કરાયા છે. લોન અને CIBIL સ્કોરના નવા નિયમોથી પર્સનલ ફાઈનાન્સને આસાન બનાવવાની સાથે બેંક અને ગ્રાહકો વચ્ચે ભરોસો વધુ મજબૂત થશે.

1 એપ્રિલથી બદલાશે લોન અને CIBIL સ્કોરના નિયમો

1 એપ્રિલ, 2026થી લોન લેનારાઓએ તેમના ક્રેડિટ સ્કોર અપડેટ થવા માટે આખો મહિનો રાહ જોવી નહીં પડશે હાલમાં, CIBIL સ્કોર મહિનામાં એકવાર અપડેટ થાય છે. જો કે, આગામી મહિનાથી આ પ્રક્રિયા હવે દર સાત દિવસે પૂર્ણ થશે. આમ, તમારો ક્રેડિટ પ્રોફાઇલ ડેટા દર મહિનાની 7મી, 14મી, 21મી અને 28મી તારીખે અપડેટ થશે. પેમેન્ટમાં ચૂક કરવી અથવા સમયસર ચુકવણી ન કરવાથી તેની સીધી અને ઝડપી અસર CIBIL સ્કોરમાં દેખાશે.

લોન પ્રીપેમેન્ટ અને ફોરક્લોઝર ચાર્જમાંથી રાહત

જે લોકો સમય પહેલાં લોન ચૂકવવા માંગે છે તેમના માટે પણ સારા સમાચાર છે. નવી જોગવાઈઓ હેઠળ, ફ્લોટિંગ વ્યાજ દરે લેવામાં આવેલી હોમ લોન, કાર લોન, પર્સનલ લોન અને એજ્યુકેશન લોન પર કોઈપણ પ્રકારના પ્રીપેમેન્ટ અથવા ફોરક્લોઝર ચાર્જ વસૂલવામાં આવશે નહીં. આનો અર્થ એ છે કે, જો તમે સમય પહેલાં તમારી લોન ચૂકવો છો તો તમારે કોઈ ફી ચૂકવવાની જરૂર રહેશે નહીં. હાલમાં નિયમ એ છે કે, જો કોઈ ગ્રાહક તેમની વ્યક્તિગત બચતનો ઉપયોગ કરીને લોન વહેલી બંધ કરવા માંગે છે તો તેઓએ બેંકને ફી ચૂકવવી પડશે.

આ પણ વાંચો: 'દેશના તમામ પેટ્રોલ પંપ પર પેટ્રોલ અને ડીઝલનો પૂરતો સ્ટોક', અફવાઓ પર વિશ્વાસ ન કરવા કેન્દ્રની અપીલ

4 નોમિની ઉમેરવાની ક્ષમતા

1 એપ્રિલથી ગ્રાહકો તેમના બેંક ખાતાઓ અને લોકરમાં વધુમાં વધુ ચાર નોમિની ઉમેરી શકશે. જેનાથી અણધારી આકસ્મિક ઘટનામાં સંપત્તિ પ્રબંધન અને કાનૂની વારસદારો માટે ઍક્સેસ સરળ બનશે. આ સાથે જ્વેલરી વેપારીઓ માટે ગોલ્ડ મેટલ લોનની ચુકવણીનો સમયગાળો 180 દિવસથી વધારીને 270 દિવસ કરવામાં આવ્યો છે.