Business

મકાન ભાડાંથી લઈને કાર અલાઉન્સ સુધી... 1 એપ્રિલથી નવી ટેક્સ સિસ્ટમમાં 7 મોટા ફેરબદલ

By GS Team
21 Mar 20262 mins read
TukuTouch Logo
સેન્ટ્રલ બોર્ડ ઑફ ડાયરેક્ટ ટેક્સિસ (CBDT) દ્વારા 'ઇન્કમ ટેક્સ નિયમ, 2026' નોટિફાય કરવામાં આવ્યા છે. આ નવા નિયમો 1 એપ્રિલ 2026થી અમલમાં આવશે. આ ફેરફારોમાં પગારદાર કર્મચારીઓને મળતા એલાઉન્સ અને સર્વિસીસના ટેક્સેશનમાં મોટો સુધારો કરવામાં આવ્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

મકાન ભાડાંથી લઈને કાર અલાઉન્સ સુધી... 1 એપ્રિલથી નવી ટેક્સ સિસ્ટમમાં 7 મોટા ફેરબદલ
File Photo

Income Tax Rules 2026: સેન્ટ્રલ બોર્ડ ઑફ ડાયરેક્ટ ટેક્સિસ (CBDT) દ્વારા 'ઇન્કમ ટેક્સ નિયમ, 2026' નોટિફાય કરવામાં આવ્યા છે. આ નવા નિયમો 1 એપ્રિલ 2026થી અમલમાં આવશે. આ ફેરફારોમાં પગારદાર કર્મચારીઓને મળતા એલાઉન્સ અને સર્વિસીસના ટેક્સેશનમાં મોટો સુધારો કરવામાં આવ્યો છે.

HRA મકાન ભાડા ભથ્થું, મેટ્રો શહેરોમાં વધુ ફાયદો

જૂની ટેક્સ વ્યવસ્થા પસંદ કરનારાઓ માટે હવે હાઇ HRA છૂટ માટે અમદાવાદ અને પૂણે જેવા શહેરોને પણ સામેલ કરાયા છે. મુંબઈ, દિલ્હી, કોલકાતા, ચેન્નાઈ, હૈદરાબાદ, પૂણે, અમદાવાદ અને બેંગલુરુમાં રહેતા લોકો પગારના 50% સુધી HRA એક્ઝેમ્પશન ક્લેમ કરી શકશે. અન્ય શહેરો માટે આ મર્યાદા 40% રહેશે. નવી ટેક્સ વ્યવસ્થા(New Tax Regime)માં HRAની કોઈ છૂટ મળશે નહીં.

બાળકોના શિક્ષણ ભથ્થામાં માતબર વધારો

બાળકોના અભ્યાસ પાછળ થતાં ખર્ચમાં રાહત આપવા માટે સરકારે વર્ષો જૂની લિમિટમાં મોટો વધારો કર્યો છે. હવે ₹100ને બદલે ₹3000 પ્રતિ માસ (મહત્તમ બે બાળકો માટે) ટેક્સ ફ્રી રહેશે. ₹300થી વધારીને ₹9000 પ્રતિ માસ કરવામાં આવ્યું છે. 

આ પણ વાંચો : છોટા ઉદેપુરના સાત તાલુકામાં ઈદ-ઉલ-ફિત્રની ઉમંગભેર ઉજવણી, નસવાડીમાં હિન્દુ-મુસ્લિમ બિરાદરો પરસ્પર ગળે મળ્યા

કાર અને ડ્રાઇવર માટે નવા વેલ્યુએશન નિયમો

ઓફિસિયલ અને પર્સનલ ઉપયોગ માટે મળતી કારના ટેક્સેશનના નિયમો અપડેટ થયા છે. 1.6 લિટર સુધીનું એન્જિન: ₹5000 પ્રતિ માસ + ₹3000 ડ્રાઈવર માટે.1.6 લિટરથી વધુ એન્જિન: ₹7000 પ્રતિ માસ + ₹3000 ડ્રાઈવર માટે. જો કર્મચારી પોતાની કાર વાપરે અને કંપની ખર્ચ આપે, તો એન્જિનની ક્ષમતા મુજબ ₹5000થી ₹7000 બાદ કરીને બાકીની રકમ ટેક્સેબલ ગણાશે.

ગિફ્ટ, ફૂડ અને અન્ય સેવાઓ

નાણાકીય વર્ષ દરમિયાન કુલ ગિફ્ટ કે વાઉચરની કિંમત ₹15,000થી વધશે તો તે ટેક્સેબલ ગણાશે. ફૂડ: ઑફિસમાં મળતું ફ્રી ભોજન કે ફૂડ કૂપન્સ ₹200 સુધી ટેક્સ ફ્રી રહેશે. નવી ટેક્સ સિસ્ટમમાં પણ ફૂડ કૂપન્સનો લાભ મળશે. ક્લીનર, માળી કે ચોકીદાર જેવી સુવિધાઓ માટે કંપની જે પગાર ચૂકવે તે ટેક્સેબલ ગણાશે.

કપાત માટે જરૂરી પુરાવા

જૂની ટેક્સ વ્યવસ્થામાં છૂટ મેળવવા માટે હવે આ ડૉક્યુમેન્ટ્સ ફરજિયાત રહેશે. જો વાર્ષિક ભાડું ₹1,00,000થી વધુ હોય તો મકાનમાલિકનું નામ, સરનામું અને PAN નંબર આપવો પડશે. મુસાફરીના વાસ્તવિક ખર્ચના પુરાવા (ટિકિટ વગેરે), લોન આપનાર સંસ્થાનું નામ અને PAN નંબર. CBDTનો આ નિર્ણય ખાસ કરીને બાળકોના શિક્ષણ અને હોસ્ટેલ ખર્ચમાં મોટી રાહત આપનારો છે. જોકે, નવા નિયમોનો સંપૂર્ણ લાભ લેવા માટે ટેક્સપેયર્સને યોગ્ય દસ્તાવેજો રાખવા અને સમયસર રોકાણના પુરાવા સબમિટ કરવા સલાહભર્યું છે.