Business

માઈક્રોસોફ્ટમાં ફરી છટણીનું ભૂત ધૂણશે! 5000 લોકોની નોકરી સામે લટકતી તલવાર

By GS Team
1 Jul 20262 mins read
TukuTouch Logo
અમેરિકી ટેક કંપની માઈક્રોસોફ્ટ ફરી હજારો કર્મચારીઓની છટણી કરશે. રોયટર્સના અહેવાલ મુજબ, 2.2 લાખ કર્મચારીઓમાંથી 2.5% થી ઓછા એટલે કે આશરે 5,000 કર્મચારીઓ પર અસર થશે. સેલ્સ, કન્સલ્ટિંગ અને Xbox ગેમિંગ ડિવિઝનમાં સૌથી વધુ છટણી થશે. AI પાછળ કરોડોના રોકાણ અને ઓપરેટિંગ ખર્ચ ઘટાડવા કંપનીએ આ નિર્ણય લીધો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

માઈક્રોસોફ્ટમાં ફરી છટણીનું ભૂત ધૂણશે! 5000 લોકોની નોકરી સામે લટકતી તલવાર

Tech Job Cuts 2026 : અમેરિકી ટેક કંપની માઈક્રોસોફ્ટ (Microsoft) ફરી એકવાર મોટા પાયે કર્મચારીઓની છટણી કરવાની તૈયારી કરી રહી છે. રોયટર્સે બિઝનેસ ઈનસાઈડરના અહેવાલને ટાંકીને જણાવ્યું છે કે, કંપની આગામી થોડા દિવસોમાં હજારો કર્મચારીઓની નોકરી ખતમ કરી શકે છે. જોકે, કંપની દ્વારા હજુ સુધી આ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.

કુલ સ્ટાફના 2.5% થી ઓછા કર્મચારીઓ પર અસર થશે

અહેવાલો અનુસાર, આ છટણીની અસર કંપનીના કુલ કર્મચારીઓના 2.5 ટકાથી ઓછા લોકો પર પડવાની આશા છે. માઈક્રોસોફ્ટ વિશ્વભરમાં અંદાજે 2.2 લાખ (2,20,000) કર્મચારીઓ ધરાવે છે, તેથી આ છટણી હેઠળ પ્રભાવિત થનારા લોકોની સંખ્યા અંદાજે 5,000 અથવા તેનાથી ઓછી હોઈ શકે છે. આ વખતે સૌથી વધુ અસર સેલ્સ (Sales), કન્સલ્ટિંગ (Consulting) અને Xbox ગેમિંગ ડિવિઝન (Gaming Division) પર પડી શકે છે. ટેક નિષ્ણાતોના મતે, નવા ફાઈનાન્સિયલ યરની શરૂઆત સાથે જ કંપની આ મોટો નિર્ણય લઈ શકે છે.

AI પાછળ અબજોનો ખર્ચ અને ઓપરેટિંગ કોસ્ટ ઘટાડવાની રણનીતિ

છેલ્લા કેટલાક વર્ષોમાં માઈક્રોસોફ્ટે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) પર રેકોર્ડબ્રેક રોકાણ કર્યું છે. કંપની Open AI સાથે પોતાની ભાગીદારી વધારી રહી છે, નવા AI ડેટા સેન્ટર્સ બનાવી રહી છે, અને Copilot જેવા AI પ્રોડક્ટ્સ પાછળ અબજો ડોલર ખર્ચ કરી રહી છે. આ સંજોગોમાં, બીજી તરફ ઓપરેટિંગ ખર્ચ ઘટાડવા માટે કંપની સતત પોતાના કર્મચારીઓની સંખ્યા ઘટાડી રહી છે. કંપની પોતાના બિઝનેસને AIના હિસાબે રિ-સ્ટ્રક્ચર કરવા માંગે છે. જે ટીમોમાં ઓટોમેશન અથવા AIની મદદથી કામ થઈ શકે તેમ છે, ત્યાં કર્મચારીઓની સંખ્યા ઘટાડવામાં આવી રહી છે.

Xbox ગેમિંગ ટીમમાં પણ થશે ફેરફાર

માઈક્રોસોફ્ટના ગેમિંગ બિઝનેસ એટલે કે Xboxમાં પણ મોટા ફેરફારોની તૈયારી ચાલી રહી છે. નવી લીડરશિપ આવ્યા બાદ બિઝનેસને રિ-સેટ કરવાની યોજના છે. આ જ કારણે ગેમિંગ ડિવિઝનમાં પણ ઘણા પદો નાબૂદ કરવામાં આવી શકે છે, અને કેટલીક ટીમોનું પુનર્ગઠન (Restructuring) થઈ શકે છે.

અન્ય ટેક કંપનીઓમાં પણ છટણીનો દોર યથાવત

માઈક્રોસોફ્ટ આ વર્ષે છટણી કરનારી એકમાત્ર કંપની નથી. 2026માં મેટા (Meta), એમેઝોન (Amazon), ઓરેકલ (Oracle), લિન્ક્ડઈન (LinkedIn) અને કોઈનબેઝ (Coinbase) જેવી ઘણી મોટી ટેક કંપનીઓ પણ કર્મચારીઓની સંખ્યામાં ઘટાડો કરી ચૂકી છે. મોટાભાગની કંપનીઓ સ્વીકારી રહી છે કે, AIના કારણે કામ કરવાની રીત બદલાઈ રહી છે, અને ભવિષ્યમાં ઓછા કર્મચારીઓ સાથે વધુ આઉટપુટ મેળવવામાં આવશે.