દુષ્કાળ વચ્ચે મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં MFIs સાવચેત બની
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

માઇક્રોફાઇનાન્સ સંસ્થાઓ પર થનારી અસરનું મૂલ્યાંકન કેસ-ટુ-કેસ આધારે કરવું પડશે
અમદાવાદ : કર્ણાટક અને મહારાષ્ટ્રમાં મોટો વ્યાપ ધરાવતી માઇક્રોફાઇનાન્સ સંસ્થાઓ (MFIs)ને લોન મંજૂર કરતી વખતે સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવી રહી છે, જેથી એનપીએ (ડિફોલ્ટ) થવાની નવી શક્યતાઓને ટાળી શકાય. આ બંને રાજ્યો ભારતના ચોથા અને પાંચમા સૌથી મોટા માઇક્રોફાઇનાન્સ બજારો છે અને બંને રાજ્ય સરકારોએ પોતાના મોટાભાગના વિસ્તારોમાં દુષ્કાળ જાહેર કર્યો છે.
મહારાષ્ટ્ર સરકારે ગયા અઠવાડિયે રાજ્યના ૩૫૮ તાલુકાઓમાંથી ૨૬૫ તાલુકાઓમાં દુષ્કાળ જાહેર કર્યો હતો, જે રાજ્યના લગભગ ૭૪% વિસ્તારને આવરી લે છે. કર્ણાટક પણ ગંભીર દુષ્કાળનો સામનો કરી રહ્યું છે, જ્યાં સત્તાવાર રીતે ૧૭૭ તાલુકાઓને અસરગ્રસ્ત જાહેર કરવામાં આવ્યા છે.
માઇક્રોફાઇનાન્સ ઉદ્યોગના સુત્રોએ જણાવ્યું હતું કે, મહારાષ્ટ્ર એક મહત્વનું માઇક્રોફાઇનાન્સ માર્કેટ છે. જૂન ૨૦૨૩ સુાૃધીમાં આશરે ૪.૫૯ મિલિયન (૪૫.૯ લાખ) અનન્ય ઋણધારકો (બોરોઅર્સ) અને રૂ. ૨૪,૦૮૭ કરોડની બાકી લોન સાથે તે આ માપદંડના આાૃધારે ટોચના પાંચ રાજ્યોમાં સ્થાન ાૃધરાવે છે.
જ્યારે દુષ્કાળ જાહેર થાય છે, ત્યારે રાજ્ય સ્તરની બેંકર્સ કમિટી આરબીઆઈ (RBI)ની માર્ગદર્શિકા અનુસાર રાહત પગલાં અંગે નિર્ણય લે છે, જે સામાન્ય રીતે કૃષિ લોનને લાગુ પડે છે. સુત્રોએ જણાવ્યું હતું કે, જોકે માઇક્રોફાઇનાન્સ લોન સીધી ખેતી/પાક ઉત્પાદન માટે હોતી નથી, પરંતુ અન્ય સંલગ્ન આજીવિકાઓ સાથેના જોડાણને ધ્યાનમાં રાખીને માઇક્રોફાઇનાન્સ સંસ્થાઓ પરિસ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યું છે.
ઇકરા એ જણાવ્યું હતું કે, મહારાષ્ટ્ર, કર્ણાટક અને ઉત્તર-પૂર્વીય રાજ્યોમાં મોટા પ્રમાણમાં પોર્ટફોલિયો ધરાવતી માઇક્રોફાઇનાન્સ સંસ્થાઓ અને એનબીએફસીમાં લોનની ચુકવણીમાં વિલંબ વધી શકે છે. જોકે, તેની અસરનું મૂલ્યાંકન કેસ-ટુ-કેસ આધારે કરવું પડશે.
ઇકરા એ ચુકવણીમાં થતા ઘટાડા, અસ્કયામતોની ગુણવત્તામાં સુધારો, િધરાણ ખર્ચમાં ઘટાડો અને લોન વિતરણમાં થયેલા વાૃધારાને ટાંકીને નાણાકીય વર્ષ ૨૦૨૪ના પ્રથમ આૃર્ધવાર્ષિક ગાળા માટે માઇક્રોફાઇનાન્સ ક્ષેત્રના આઉટલુકને 'નેગેટિવ'માંથી સુાૃધારીને 'સ્ટેબલ' કર્યું છે.




