Business

MCX : સોના-ચાંદીના ભાવ ધડામ : ચાંદીમાં મોટો કડાકો, સોનું પણ સસ્તું થયું

By GS Team
8 Jul 20262 mins read
TukuTouch Logo
શેરબજારમાં ભૂકંપ વચ્ચે MCX પર સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો બોલાયો. ટ્રેડિંગ દરમિયાન ચાંદીમાં 10,000 રૂપિયા અને સોનામાં 2900 રૂપિયા સુધીની ઉથલપાથલ જોવા મળી. ઘરેલુ બજારમાં પણ 24 કેરેટ સોનું 1,733 રૂપિયા સસ્તું થઈ 142,350 રૂપિયા પ્રતિ 10 ગ્રામ બંધ થયું. ચાંદીમાં 5,650 રૂપિયાનો ઘટાડો નોંધાયો.

Summarized by AI; it may make mistakes. Check important info

MCX : સોના-ચાંદીના ભાવ ધડામ : ચાંદીમાં મોટો કડાકો, સોનું પણ સસ્તું થયું

MCX Gold-Silver Price : શેરબજારમાં આવેલા ભૂકંપ વચ્ચે મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર સોના અને ચાંદીના ભાવમાં ભારે કડાકો બોલાયો છે. ટ્રેડિંગ દરમિયાન ચાંદીના ભાવમાં મોટો ઘટાડો નોંધાયો છે, જ્યારે સોનું પણ પ્રતિ 10 ગ્રામ નોંધપાત્ર સસ્તું થયું છે.

સોનાના ભાવમાં રૂ.2900ની ઉથલ-પાથલ
એમસીએક્સ એક્સચેન્જ પર 'ગોલ્ડ ઓગસ્ટ ફ્યુચર્સ' આજે 145,200ના ભાવે ઓપન થયું હતું, જે અગાઉ 145,392 પર બંધ થયું હતું. દિવસ દરમિયાન સોનું 145,356ની હાઈ સપાટી પર અને 142,457ની લો સપાટી પર પહોંચ્યું હતું. રાત્રે 11 વાગ્યા સુધીના લેટેસ્ટ ડેટા મુજબ, સોનું 1,653ના ઘટાડા સાથે 143,739 પર ટ્રેડ થઈ રહ્યું હતું.

ચાંદીના ભાવમાં રૂ.10,000ની ઉથલ-પાથલ
એમસીએક્સ એક્સચેન્જ પર ચાંદી 'સપ્ટેમ્બર ફ્યુચર્સ ટ્રેડિંગ'માં આજે 230,015ના ભાવે ઓપન થઈ હતી, જે અગાઉ 230,857 પર બંધ થઈ હતી. ટ્રેડિંગ દરમિયાન ચાંદી 230,916ની હાઈ સપાટી પર અને 220,221ની લો સપાટી પર પહોંચી ગઈ હતી. રાત્રે 11 વાગ્યા સુધીના લેટેસ્ટ ડેટા મુજબ, ચાંદી 6,641ના મોટા ઘટાડા સાથે 224,216 પર ટ્રેડ થઈ રહી હતી.

ઘરેલું બજારમાં સોના-ચાંદીની સ્થિતિ
ઇન્ડિયન બુલિયન જ્વેલર્સ એસોસિએશન (IBJA) મુજબ ઘરેલું બજારમાં પણ ઘટાડો જોવા મળ્યો છે. બુધવારે સાંજે 24 કેરેટ સોનું 1,733 રૂપિયા સસ્તું થઈને 142,350 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું હતું. જ્યારે ઘરેલું બજારમાં ચાંદી 5,650 રૂપિયાના ઘટાડા સાથે 221,550 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર બંધ રહી હતી.

અન્ય ક્વોલિટીના સોનાના ભાવ
ઘરેલું બજારમાં અન્ય ક્વોલિટીના સોનાના બંધ ભાવની વાત કરીએ તો, 22 કેરેટ સોનું 1,38,930 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને 20 કેરેટ સોનું 1,26,690 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર રહ્યું હતું. આ ઉપરાંત 18 કેરેટ સોનાનો ભાવ 1,15,300 રૂપિયા અને 14 કેરેટ સોનાનો ભાવ 91,820 રૂપિયા પ્રતિ 10 ગ્રામ બંધ રહ્યો હતો.