ફંડોનું મોટાપાયે ઓફલોડિંગ : સેન્સેક્સ ૩૮૩ પોઈન્ટ ગબડીને ૭૬૧૩૩
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

નિફટી સ્પોટ ૧૧૮ પોઈન્ટ ઘટીને ૨૩૭૭૯ : FPIs/FIIની કેશમાં રૂ.૨૮૦ કરોડના શેરોની ચોખ્ખી ખરીદી
મુંબઈ : અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાનને પાષાણ યુગમાં પહોંચાડી દેવાની ધમકી સાથે શનિવારે ઈરાનના ત્રણ ઓઈલ ટેન્કરોને ઉડાવી દેવાની ઘટનાએ ફરી વિશ્વનું ઓઈલ સપ્લાયનું ટેન્શન વધારતાં અને હોર્મુઝ માર્ગે વૈશ્વિક વેપાર ઠપ્પ થઈ જવાના એંધાણે વૈશ્વિક બજારોની સાથે ભારતીય શેર બજારોમાં આજે સપ્તાહની શરૂઆત અપેક્ષિત નરમાઈ થઈ હતી. ક્રુડ ઓઈલના આંતરાષ્ટ્રીય ભાવ ફરી વધવા લાગી બ્રેન્ટ ક્રુડ ૯૭.૪૫ ડોલર નજીક અને નાયમેક્ષ-ન્યુયોર્ક ક્રુડ ૯૨.૨૫ ડોલર નજીક બોલાવા લાગતાં અને વૈશ્વિક ટેન્શને ફંડોએ શેરોમાં ઓફલોડિંગ કર્યું હતું. સેન્સેક્સ નીચામાં ૭૫૯૭૦.૫૨ સુધી ગબડી અંતે ૩૮૨.૬૨ પોઈન્ટ ઘટીને ૭૬૧૩૨.૮૧ બંધ રહ્યો હતો. જ્યારે નિફટી ૫૦ સ્પોટ નીચામાં ૨૩૭૩૭.૯૦ સુધી આવી અંતે ૧૧૮.૫૫ પોઈન્ટ ઘટીને ૨૩૭૭૯.૧૫ બંધ રહ્યો હતો.
આઈટી ઈન્ડેક્સ ૬૧૯ તૂટયો
આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ, ટેકનોલોજી શેરોમાં આજે ફંડોએ ધૂમ વેચવાલી કરી હતી. એમ્ફેસીસ રૂ.૫૯.૩૫ તૂટીને રૂ.૨૩૬૬, કેપીઆઈટી રૂ.૧૩.૩૫ ઘટીને રૂ.૫૬૨.૬૫, ટાટા ટેકનોલોજી રૂ.૧૫.૮૫ ઘટીને રૂ.૭૮૪, ટેક મહિન્દ્રા રૂ.૩૧.૨૦ તૂટીને રૂ.૧૫૬૦.૮૦ રહ્યા હતા. બીએસઈ આઈટી ઈન્ડેક્સ ૬૧૯.૨૧ પોઈન્ટ ગબડીને ૨૮૭૮૧.૮૯ બંધ રહ્યો હતો.
મેટલ શેરોમાં ફંડોનું ઓફલોડિંગ
મેટલ-માઈનીંગ શેરોમાં પણ ફંડોનું આજે મોટું ઓફલોડિંગ થયું હતું. જિન્દાલ સ્ટીલ રૂ.૧૭.૫૦ ઘટીને રૂ.૧૧૪૫.૫૦, લોઈડ્સ મેટલ રૂ.૧૭.૫૫ ઘટીને રૂ.૧૮૦૩.૪૦ રહ્યા હતા. બીએસઈ મેટલ ઈન્ડેક્સ ૫૭૩.૧૩ પોઈન્ટ તૂટીને ૪૧૭૨૦.૫૩ બંધ રહ્યો હતો.
બેંકેક્સ ૨૮૯ પોઈન્ટ ઘટયો
બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં પણ ફંડોની વેચવાલી રહી હતી. કેનેરા બેંક રૂ.૧.૮૦ ઘટીને રૂ.૧૨૪.૨૦, બેંક ઓફ બરોડા રૂ.૨.૬૫ ઘટીને રૂ.૨૩૬.૫૫, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા રૂ.૧૧.૦૫ ઘટીને રૂ.૧૦૦૫.૯૫, પીએનબી રૂ.૧.૦૫ ઘટીને રૂ.૧૧૫.૭૫, એયુ બેંક રૂ.૮.૪૦ ઘટીને રૂ.૧૦૫૮.૪૦, રહ્યા હતા. બીએસઈ બેંકેક્સ ઈન્ડેક્સ ૨૮૮.૯૭ પોઈન્ટ ઘટીને ૬૪૬૧૫.૪૫ બંધ રહ્યો હતો.
ઓઈલ-ગેસ શેરોમાં વેચવાલી
ઈરાન-અમેરિકા વચ્ચે યુદ્વને લઈ ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવ વધતાં જતાં ફંડોની ઓઈલ-ગેસ શેરોમાં વેચવાલી રહી હતી. ઈન્ડિયન ઓઈલ કોર્પ રૂ.૧.૮૦ ઘટીને રૂ.૧૩૫.૫૦, બીપીસીએલ રૂ.૩.૬૫ ઘટીને રૂ.૩૧૨.૦૫, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ રૂ.૧૨.૫૦ ઘટીને રૂ.૧૩૦૯.૫૦, ઓઈલ ઈન્ડિયા રૂ.૩.૩૫ ઘટીને રૂ.૪૮૪.૯૫ રહ્યા હતા. બીએસઈ ઓઈલ-ગેસ ઈન્ડેક્સ ૧૫૨.૨૨ પોઈન્ટ ઘટીને ૨૬૦૧૭.૪૫ બંધ રહ્યો હતો.
કેપિટલ ગુડઝ શેરોમાં ફંડો હળવા થયા
કેપિટલ ગુડઝ-પાવર શેરોમાં ફંડો હળવા થયા હતા. મઝગાંવ ડોક રૂ.૩૦ ઘટીને રૂ.૨૪૪૭, સિમેન્સ રૂ.૪૫.૯૦ ઘટીને રૂ.૩૯૩૦.૧૦, ટીમકેન રૂ.૨૮.૯૦ ઘટીને રૂ.૩૦૯૬, ભારત ડાયનામિક્સ રૂ.૧૨ ઘટીને રૂ.૧૨૪૬ રહ્યા હતા. બીએસઈ કેપિટલ ગુડઝ ઈન્ડેક્સ ૧૮૨.૮૨ પોઈન્ટ ઘટીને ૭૭૬૮૫.૭૬ બંધ રહ્યો હતો.
ખરાબ બજારે હેલ્થકેર શેરોમાં તેજી
ખરાબ બજારે આજે ફંડોની હેલ્થકેર-ફાર્મા શેરોમાં ખરીદી રહી હતી. બ્લિસ જીવીએસ રૂ.૩૩.૩૦ વધીને રૂ.૭૦૨, મોરપેન લેબ રૂ.૪.૯૦ વધીને રૂ.૧૧૮.૬૦, થ્રીબી બ્લેક બાયો રૂ.૬૦.૧૫ વધીને રૂ.૧૫૨૫, ક્વોલિટી ફાર્મા રૂ.૧૨૬.૧૦ વધીને રૂ.૩૪૨૦ રહ્યા હતા. બીએસઈ હેલ્થકેર ઈન્ડેક્સ ૩૬૩.૬૯ પોઈન્ટ વધીને ૫૧૨૭૬.૮૯ બંધ રહ્યો હતો.
DIIની રૂ.૫૬૭ કરોડના શેરોની ખરીદી
ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો-એફપીઆઈઝ, એફઆઈઆઈઝની આજે સોમવારે કેશ સેગ્મેન્ટમાં રૂ.૨૮૦.૧૩ કરોડના શેરોની ચોખ્ખી ખરીદી કરી હતી. કુલ રૂ.૯૫૮૧.૧૯ કરોડની ખરીદી સામે કુલ રૂ.૯૩૦૧.૦૬ કરોડની વેચવાલી કરી હતી. સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો-ડીઆઈઆઈની પણ આજે રૂ.૫૬૬.૭૬ કરોડના શેરોની ચોખ્ખી ખરીદી રહી હતી.
રોકાણકારોની સંપતિ રૂ.૧.૬૯ લાખ કરોડ ઘટી
શેરોમાં આજે રોકાણકારોની સંપતિ એટલે કે બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન આજે એક દિવસમાં રૂ.૧.૬૯ લાખ કરોડ ઘટીને રૂ.૪૮૬.૫૬ લાખ કરોડ રહ્યું હતું.




