સેન્સેક્સ-નિફ્ટીમાં ભારે તેજી, સોના-ચાંદીની કિંમતો પણ ઉછળી, ક્રૂડ ઓઇલમાં કડાકાનો દોર, ડૉલર સામે રૂપિયો 95 નીચે
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

| (IMAGE - IANS) |
Market Updates : આજે શેરબજારમાં અને સોના-ચાંદીની કિંમતોમાં હરિયાળી જોવા મળી રહી છે. જ્યારે ક્રૂડ ઓઇલની કિંમતો પણ 80 ડૉલરની નીચે તો ડૉલર સામે રૂપિયો 95ના લેવલ નીચે ચાલી રહ્યો છે જે એક સારા સંકેત માનવામાં આવી રહ્યા છે. ક્રૂડ ઓઇલના ભાવ નીચા રહેવાથી આવનારા સમયમાં પેટ્રોલ-ડીઝલના ભાવ ઘટવાના સારા સંકેત મળી રહ્યા છે.
સેન્સેક્સમાં 447 પોઇન્ટનો ઉછાળો
શેરબજારમાં વેપારના નવા અઠવાડિયાની શરૂઆતના દિવસ સોમવારે સેન્સેક્સમાં આજે શાનદાર ઉછાળો નોંધાયો છે. સેન્સેક્સ જે શુક્રવારે 76,802.90 પોઇન્ટ પર બંધ થયો હતો તે આજે 77,249.27 પોઇન્ટ સુધી પહોંચી ગયો હતો એટલે કે આજે સેન્સેક્સમાં કુલ 447 પોઇન્ટનો ઉછાળો આવ્યો હતો.
નિફ્ટીમાં પણ 135 પોઇન્ટની તેજી
જ્યારે નિફ્ટીની વાત કરીએ તો જે શુક્રવારે 24,013ની સપાટીએ ક્લૉઝ થયો હતો, તે આજે ઉછળીને 24,148ના હાઈ લેવલ સુધી પહોંચી ગયો હતો. આજે નિફ્ટીમાં કુલ 135 પોઇન્ટનો ઉછાળો આવ્યો હતો. જેના કારણે રોકાણકારો ખુશખુશાલ દેખાયા હતા અને મોટાભાગના સ્ટોક્સમાં તેજી નોંધાઈ હતી.
આ પણ વાંચો: 'ભારત વિરુદ્ધ યુદ્ધ છંછેડીશું..', બિલાવલ ભુટ્ટો બાદ પાકિસ્તાનના વિદેશમંત્રીની પોકળ ધમકી
સોના-ચાંદીની કિંમતો વધી
બીજી બાજુ કોમોડિટીના વાયદા બજારમાં પણ તેજી નોંધાઈ. શુક્રવારે ચાંદીની કિંમતો 2,33,185 પર બંધ થઈ હતી જે આજે 2,37,106ના લેવલે પહોંચી ગઈ હતી. એટલે કે ચાંદીમાં આજે કુલ એક જ દિવસમાં 3921 રૂપિયાનો ઉછાળો આવ્યો હતો જે બાદ તે ઘટીને 2200 રૂપિયાના ઉછાળા સાથે 2,35,377ના લેવલે ટ્રેડ થઈ રહી હતી. જ્યારે સોનાની વાત કરીએ તો સોનું જે શુક્રવારે 1,47,203 રૂપિયાએ બંધ થયું હતું તે આજે વધીને 1,47,987 રૂપિયાના લેવલે પહોંચ્યું હતું. એટલે કે સોનામાં આજે એક જ દિવસમાં 784 રૂપિયાનો ઉછાળો નોંધાયો હતો.
ક્રૂડ ઓઇલમાં કડાકો, ડૉલર સામે રૂપિયો 95ના લેવલ નીચે
અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલી શાંતિ મંત્રણાને લીધે ક્રૂડ ઓઇલના ભાવ 80 ડૉલરથી નીચે જ રહ્યા છે. આજનો ક્રૂડ ઓઇલનો ભાવ 78.81 ડૉલરે ચાલી રહ્યો છે જે 1.24 ડૉલર તૂટી ગયો છે. જ્યારે બીજી બાજુ ડૉલર સામે રૂપિયો પણ હાલ 95ના લેવલ નીચે છે જે 94.53ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો છે.









