Business
LPG, રેલવે, પેન્શન અને GST.... આજથી દેશમાં 5 મોટા ફેરફાર, તમારા ખિસ્સાને થશે અસર!
By GS Team
1 Nov 20264 mins read
નવેમ્બર માસની શરૂઆત સાથે દેશભરમાં 8 મોટા ફેરફારો અમલી બન્યા છે. ટોલ પ્લાઝા નજીક રહેતા ખાનગી વાહનચાલકોને ₹1,500નો વાર્ષિક પાસ મળશે. દિલ્હીમાં જૂના નોન-BS6 વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ મુકાયો છે. મોબાઈલ પર અજાણ્યા કોલરનું નામ દેખાડતી CNAP સર્વિસ શરૂ થશે. તમિલનાડુમાં ₹1,000થી વધુ કિંમતની દારૂની બોટલ માટે ડિજિટલ પેમેન્ટ ફરજિયાત બન્યું છે. બેંકોમાં પણ વિવિધ તહેવારોને કારણે રજાઓ રહેશે.
Summarized by AI; it may make mistakes. Check important info
નવેમ્બર માસની શરૂઆત સાથે દેશભરમાં 8 મોટા ફેરફારો અમલી બન્યા છે. ટોલ પ્લાઝા નજીક રહેતા ખાનગી વાહનચાલકોને ₹1,500નો વાર્ષિક પાસ મળશે. દિલ્હીમાં જૂના નોન-BS6 વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ મુકાયો છે. મોબાઈલ પર અજાણ્યા કોલરનું નામ દેખાડતી CNAP સર્વિસ શરૂ થશે. તમિલનાડુમાં ₹1,000થી વધુ કિંમતની દારૂની બોટલ માટે ડિજિટલ પેમેન્ટ ફરજિયાત બન્યું છે. બેંકોમાં પણ વિવિધ તહેવારોને કારણે રજાઓ રહેશે.
Summarized by AI; it may make mistakes. Check important info

November 2026 Rule Changes : નવેમ્બર મહિનાની શરૂઆત સાથે જ દેશભરમાં અનેક મોટા ફેરફાર લાગુ થઈ રહ્યા છે. આ ફેરફારોની સીધી અસર વાહનચાલકો, મોબાઇલ યુઝર્સ, વેપારીઓ, બેંક ગ્રાહકો અને પેન્શનધારકો પર પડી શકે છે. તેમાં ટોલ પ્લાઝા નજીક રહેતા લોકો માટે 1,500 રૂપિયાનો વાર્ષિક પાસ, મોબાઇલ પર અજાણ્યા કોલરનું નામ દર્શાવતી CNAP સર્વિસ, GST રિટર્નની નવી વ્યવસ્થા સહિતના ફેરફાર સામેલ છે. આ ઉપરાંત દિલ્હી અને મુંબઈ-પુણે એક્સપ્રેસવે પર વાહનોની અવરજવર, તમિલનાડુમાં દારૂની ખરીદી માટે ડિજિટલ પેમેન્ટ અને બેંક રજાઓ સંબંધિત ફેરફાર પણ અમલી બનવાના છે. જાણો આજથી (1 નવેમ્બર) કયા 8 મોટા ફેરફાર થશે.
- ટોલ પ્લાઝા નજીક રહેતા લોકો માટે 1,500 રૂપિયાનો પાસ
કેન્દ્ર સરકારે ટોલ ટેક્સ પાસના નિયમોમાં ફેરફાર કર્યો છે. 1 નવેમ્બરથી ટોલ પ્લાઝાના 20 કિલોમીટરની ત્રિજ્યામાં રહેતા ખાનગી વાહનચાલકો માટે 1,500 રૂપિયાનો વાર્ષિક પાસ ઉપલબ્ધ થશે. આ પાસનો લાભ ટોલ પ્લાઝાની નજીક રહેતા ખાનગી વાહનોના માલિકો લઈ શકશે. - દિલ્હીમાં જૂનાં નોન-BS6 વાહનોની એન્ટ્રી પર પ્રતિબંધ
દિલ્હીમાં 1 નવેમ્બરથી અન્ય રાજ્યોમાં નોંધાયેલાં જૂનાં નોન-BS6 વાહનોની એન્ટ્રી પર પ્રતિબંધ લાગુ થઈ રહ્યો છે. શિયાળુ એક્શન પ્લાન હેઠળ આ નિયમ 31 જાન્યુઆરી 2027 સુધી અમલી રહેશે. બીજી તરફ, મુંબઈ-પુણે એક્સપ્રેસવેના નવા કનેક્ટિંગ લિંક પર માલવાહક વાહનોની અવરજવર પર કાયમી પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લેવાયો છે. આ નિયમ પણ 1 નવેમ્બર 2026થી લાગુ થશે. - GST રિફંડ અને રિટર્નની વ્યવસ્થામાં ફેરફાર
GST ભરતા વેપારીઓ અને નાના ઉદ્યોગકારો માટે પણ ફેરફાર થઈ શકે છે. અહેવાલો અનુસાર, ટેક્સ રિફંડમાં વિલંબ ઘટાડવા અને દસ્તાવેજોની પ્રક્રિયા સરળ બનાવવા કેટલાક કિસ્સામાં ઓટોમેટિક રિફંડ મંજૂરીની વ્યવસ્થા કરવાની તૈયારી છે. આ ઉપરાંત વાર્ષિક 5 કરોડ રૂપિયાથી ઓછું ટર્નઓવર ધરાવતા અને સીધા ગ્રાહકોને માલ કે સેવા પૂરી પાડતા વેપારીઓ માટે નવી રિટર્ન વ્યવસ્થા લાગુ કરવાની તૈયારી છે. - તમિલનાડુમાં 1,000 રૂપિયાથી મોંઘી દારૂની બોટલ માટે ડિજિટલ પેમેન્ટ
તમિલનાડુમાં દારૂની ખરીદીના પેમેન્ટ નિયમમાં ફેરફાર થયો છે. તમિલનાડુ સ્ટેટ માર્કેટિંગ કોર્પોરેશન (TASMAC) દ્વારા કરવામાં આવેલી જાહેરાત અનુસાર, 1 નવેમ્બરથી 1,000 રૂપિયાથી વધુ કિંમતની દારૂની બોટલ ખરીદવા માટે ડિજિટલ પેમેન્ટ કરવું ફરજિયાત બનશે. એટલે કે આવી ખરીદી માટે રોકડ સ્વીકારવામાં નહીં આવે. - મોબાઇલમાં અજાણ્યા કોલરનું નામ દેખાશે
મોબાઇલ યુઝર્સ માટે કોલર નેમ પ્રેઝન્ટેશન (CNAP) સર્વિસ મહત્ત્વનો ફેરફાર છે. આ સર્વિસ હેઠળ અજાણ્યા નંબર પરથી ફોન આવે ત્યારે મોબાઇલ સ્ક્રીન પર કોલ કરનારનું નામ દેખાશે. 4G અને 5G નેટવર્ક પર આ સુવિધા ઉપલબ્ધ કરાવવાની દિશામાં ટેલિકોમ કંપનીઓને સૂચના આપવામાં આવી છે. આ સર્વિસ ટ્રુકોલર એપની જેમ કામ કરશે. વિદેશથી આવતા કોલ પર 'ઇન્ટરનેશનલ કોલ' લખેલું દેખાશે, જેથી યુઝર્સને કોલ ભારતમાંથી આવ્યો છે કે વિદેશમાંથી તેની ઓળખ કરવામાં મદદ મળશે. આ વ્યવસ્થાનો હેતુ સાયબર ઠગાઈના કિસ્સાઓ પર નિયંત્રણ મેળવવાનો છે. - નવેમ્બરમાં બેંકોમાં અનેક દિવસ રજા
નવેમ્બર મહિનામાં દિવાળી, ગોવર્ધન પૂજા, છઠ પૂજા અને ગુરુ નાનક જયંતી સહિતના તહેવારોને કારણે અલગ-અલગ રાજ્યોમાં બેંકો બંધ રહેશે. આ ઉપરાંત રવિવાર અને મહિનાના બીજા તથા ચોથા શનિવારની રજાઓ પણ રહેશે. RBIની યાદી મુજબ 2, 9, 10, 11, 13, 16, 20, 23, 24 અને 27 નવેમ્બરે વિવિધ રાજ્યોમાં બેંક શાખાઓ બંધ રહેશે. બેંકનું કામ હોય તો ઘરેથી નીકળતાં પહેલાં સ્થાનિક રજાઓની યાદી તપાસવી જરૂરી છે. - પેન્શનધારકો માટે લાઇફ સર્ટિફિકેટ જમા કરવાની પ્રક્રિયા
પેન્શન મેળવતા લોકોને દર વર્ષે જીવન પ્રમાણપત્ર એટલે કે લાઇફ સર્ટિફિકેટ જમા કરાવવું પડે છે. 1 નવેમ્બરથી પેન્શનધારકો આ પ્રમાણપત્ર જમા કરાવી શકશે. તેની છેલ્લી તારીખ 30 નવેમ્બર છે. જોકે, 80 વર્ષ કે તેથી વધુ ઉંમરના અતિ વરિષ્ઠ પેન્શનધારકો માટે આ પ્રક્રિયા 1 ઓક્ટોબરથી જ શરૂ થઈ ગઈ છે. પેન્શન અને પેન્શનધારક કલ્યાણ વિભાગ દ્વારા 1થી 30 નવેમ્બર દરમિયાન દેશનાં 2,000 શહેરો અને જિલ્લાઓમાં પાંચમું રાષ્ટ્રવ્યાપી ડિજિટલ જીવન પ્રમાણપત્ર અભિયાન પણ ચલાવવામાં આવશે. - બેંગલુરુ-મુંબઈ વંદે ભારત સ્લીપર ટ્રેન
રેલવે બોર્ડે 29 ઓક્ટોબર 2026ના રોજ બેંગલુરુ-મુંબઈ વંદે ભારત સ્લીપર એક્સપ્રેસને મંજૂરી આપી હતી. અહેવાલો અનુસાર, આ ટ્રેન 1 નવેમ્બરથી શરૂ થવાની છે. છેલ્લા સાત દિવસમાં મંજૂરી મેળવનારી આ બીજી વંદે ભારત સ્લીપર ટ્રેન છે. અગાઉ વારાણસી-નવી દિલ્હી વંદે ભારત સ્લીપર ટ્રેનને મંજૂરી આપવામાં આવી હતી, જેનું ઉદ્ઘાટન 31 ઓક્ટોબરે થયું હતું. બેંગલુરુ-મુંબઈ ટ્રેનનું સંચાલન અને જાળવણી દક્ષિણ પશ્ચિમ રેલવે (SWR) કરશે.




