Business

આજે ફરી ફિક્કી પડી ચાંદીની ચમક, સોનાના ભાવમાં પણ ઘટાડો; જાણો લેટેસ્ટ રેટ

By GS TEAM
2 Dec 20252 mins read
TukuTouch Logo
સોના-ચાંદીના ભાવમાં ફરી એક વખત મોટો ઘટાડો થયો છે. છેલ્લા કેટલાક દિવસથી બંને કિંમતી ધાતુના ભાવમાં સતત વધારો થઇ રહ્યો હતો, પરંતુ મંગળવારે (2 ડિસેમ્બર) સોના-ચાંદી બંનેની કિંમતમાં ધરખમ ઘટાડો થયો છે. મહત્ત્વની વાત તો એ છે કે, ચાંદીના ભાવ ગઇકાલે (સોમવાર- 1 ડિસેમ્બર) જ તેની ઓલટાઇમ હાઇ સ્પાટીને પાર કરી ગયા હતા. જો કે, હવે તેના ભાવ ફરી 4600 રૂપિયા પ્રતિ કિલો સુધી તૂટી ગયા છે. બીજી બાજુ, સોનાની કિંમતમાં પણ પ્રતિ 10 ગ્રામ 1200 રૂપિયાનો ઘટાડો થયો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

આજે ફરી ફિક્કી પડી ચાંદીની ચમક, સોનાના ભાવમાં પણ ઘટાડો; જાણો લેટેસ્ટ રેટ

Gold-Silver Price Crash : સોના-ચાંદીના ભાવમાં ફરી એક વખત મોટો ઘટાડો થયો છે. છેલ્લા કેટલાક દિવસથી બંને કિંમતી ધાતુના ભાવમાં સતત વધારો થઇ રહ્યો હતો, પરંતુ મંગળવારે (2 ડિસેમ્બર) સોના-ચાંદી બંનેની કિંમતમાં ધરખમ ઘટાડો થયો છે. મહત્ત્વની વાત તો એ છે કે, ચાંદીના ભાવ ગઇકાલે (સોમવાર- 1 ડિસેમ્બર) જ તેની ઓલટાઇમ હાઇ સ્પાટીને પાર કરી ગયા હતા. જો કે, હવે તેના ભાવ ફરી 4600 રૂપિયા પ્રતિ કિલો સુધી તૂટી ગયા છે. બીજી બાજુ, સોનાની કિંમતમાં પણ પ્રતિ 10 ગ્રામ 1200 રૂપિયાનો ઘટાડો થયો છે. 

ચાંદીના ભાવ તૂટ્યા!

ચાંદીના ભાવમાં થયેલા ઘટાડા વિશે વાત કરીએ તો, મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર ચાંદી સોમવારે રૂપિયા 1,82,030 પ્રતિ કિલોના ભાવ પર બંધ થઈ, પરંતુ આજે, મંગળવારે તેની કિંમત રૂપિયા 1,77,372 પ્રતિ કિલો પર આવી ગઈ. પરિણામે, ગઈકાલના ઓલટાઇમ હાઇની સરખામણીમાં ચાંદીના ભાવમાં અચાનક રૂપિયા 4,658 પ્રતિ કિલોનો ઘટાડો થયો છે. 

સોનાના ભાવમાં પણ ઘટાડો

હવે, સોનાના ભાવની વાત કરીએ તો, MCX પર સોનું સોમવારે 1,30,652 રૂપિયાના ભાવ પર બંધ થયું હતું. જો કે, મંગળવારે માર્કેટ ખૂલતાં જ સોનાની કિંમતોમાં ઘટાડો જોવા મળ્યો હતો અને ઇન્ટ્રા-ડે ટ્રેડિંગ દરમિયાન તેની કિંમતમાં વટઘટ થતી હતી. છેવટે એક જ દિવસમાં 24 કેરેટ સોનાનો ભાવ 1,297 રૂપિયા પ્રતિ 10 ગ્રામ ઘટ્યો અને 1,29,355 રૂપિયા પર બંધ થયો. 

ઘરેલુ માર્કેટમાં સોનું-ચાંદી સસ્તું

ઘરેલુ માર્કેટમાં સોના-ચાંદીના ભાવની વાત કરીએ તો. ઇન્ડિયન બુલિયન જ્વેલર્સ એસોસિએશન (IBJA) મુજબ, ભારતમાં પણ આ બંને કિંમતી ધાતુના ભાવ શરૂઆતમાં ઘટાડા સાથે ખૂલ્યા હતા. 24 કેરેટ સોનું 659 રૂપિયાના ઘટાડા સાથે 1,29,141 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર ખૂલ્યું હતું અને માર્કેટ બંધ થતી વખતે આ ભાવ 1,27,593 પર પહોંચી ગયો હતો. એટલે કે, એક જ દિવસમાં સોનું 1207 રૂપિયા પ્રતિ 10 ગ્રામ સસ્તુ થયું. બીજી બાજુ, ચાંદીના ભાવ પણ 530 રૂપિયા તૂટી 1,74,650 રૂપિયા પર બંધ થયા હતા.