5G, બ્રોડબેન્ડ અને AI પર આધારિત ભારતના આગામી ડિજિટલ દાયકાનું પ્રવેશદ્વાર એટલે જીઓ પ્લેટફોર્મનો IPO
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Jio IPO News : જિયો પ્લેટફોર્મ્સ લિમિટેડ (JPL) હાલમાં ભારતની સૌથી મોટી ડિજિટલ કનેક્ટિવિટી કંપની છે અને બ્રોકરેજ રિસર્ચ અહેવાલો સૂચવે છે કે તેનો વૃદ્ધિનો આગામી તબક્કો વધુ મોટો હોઈ શકે છે. ₹30,213 કરોડના JPL IPO પહેલાં GEPL કેપિટલ, વેન્ચુરા સિક્યોરિટીઝ અને SMC ગ્લોબલ જેવા નિષ્ણાતોના રિપોર્ટ દર્શાવે છે કે 2G-થી 4G/5G અપગ્રેડ, હોમ બ્રોડબેન્ડ, એન્ટરપ્રાઇઝ ક્લાઉડ અને AI તથા વિદેશી ટેલિકોમ ઓપરેટરોને પોતાની ટેકનોલોજીના વેચાણ જેવા અનેક ગ્રોથ એન્જિન કંપનીની વૃદ્ધિને નવી ઊંચાઈ આપશે. જિયો પ્લેટફોર્મ્સ લિમિટેડ (JPL) નો આઈપીઓ (IPO) આગામી 21 ઓક્ટોબરથી 23 ઓક્ટોબર, 2026 દરમિયાન સબ્સ્ક્રિપ્શન માટે ખુલવા જઈ રહ્યો છે. આ IPO માટે શેરનો પ્રાઇસ બેન્ડ ₹1,065 થી ₹1,119 નક્કી કરવામાં આવ્યો છે.
261 મિલિયન 2G યુઝર્સને 4G/5G માં અપગ્રેડ કરવાની તક
જૂન 2026 સુધીમાં જિયોના કુલ ગ્રાહકોની સંખ્યા 53.33 કરોડ (533.3 મિલિયન) પર પહોંચી ગઈ છે, જેમાંથી 28.49 કરોડ (284.9 મિલિયન) 5G ગ્રાહકો છે. અહેવાલો દર્શાવે છે કે 30 જૂન 2026 સુધીમાં દેશમાં હજુ પણ 26.10 કરોડ (261.0 મિલિયન) ગ્રાહકો 2G નેટવર્કનો ઉપયોગ કરી રહ્યા છે. ₹799 ના સસ્તા જિયોભારત (JioBharat) ફોન અને સસ્તા પ્લાન્સ દ્વારા કંપની પાસે આ ગ્રાહકોને ઉમેરવાની મોટી તક છે. આ ઉપરાંત, ગ્રાહક દીઠ સરેરાશ કમાણી (ARPU) નાણાકીય વર્ષ 2024 માં ₹181.7 થી વધીને Q1FY27 માં ₹215.6 થઈ ગઈ છે અને માસિક ડેટા વપરાશ વધીને 43.7 GB એ પહોંચ્યો છે.
હોમ બ્રોડબેન્ડ ક્ષેત્રે વૃદ્ધિ માટે મોટું મેદાન
જૂન 2026 સુધીમાં જિયોફાઇબર અને જિયોએરફાઇબરના કુલ 2.86 કરોડ (28.6 મિલિયન) સબ્સ્ક્રાઇબર્સ છે (જેમાં 1.40 કરોડ જિયોએરફાઇબર યુઝર્સ સામેલ છે). ભારતમાં ફિક્સ્ડ બ્રોડબેન્ડ પહોંચ FY26 માં માત્ર 21% જેટલી ઓછી છે, જે FY31 સુધીમાં 46% સુધી પહોંચવાનો અંદાજ છે. SMC ગ્લોબલ મુજબ, 'JioAirFiber' ની મદદથી જ્યાં કેબલ કે ફાઇબર પહોંચાડવું મુશ્કેલ છે તેવા વિસ્તારોમાં પણ સરળતાથી બ્રોડબેન્ડ સેવાઓ પહોંચાડીને ગ્રાહક આધાર વધારી શકાશે.
માત્ર ટેલિકોમ નહીં, ગ્લોબલ ટેકનોલોજી અને AI કંપની
નિષ્ણાતો જિયોને માત્ર ટેલિકોમ ઓપરેટર નહીં પરંતુ એક ટેકનોલોજી પ્લેટફોર્મ ગણાવે છે. વેન્ચુરા સિક્યોરિટીઝે આ ઈશ્યુને "Subscribe" રેટિંગ આપ્યું છે. કંપનીએ પોતાના દમ પર 5G સ્ટેન્ડઅલોન સ્ટેક વિકસાવ્યો છે અને 4G, 5G, 6G, AI અને ડિજિટલ ટેકનોલોજીમાં 7,220 પેટન્ટ એપ્લિકેશન્સ ફાઈલ કરી છે (જેમાંથી 1,043 મંજૂર થઈ છે). કંપનીનું પોતાનું AI પ્લેટફોર્મ 'JioBrain' નેટવર્ક ઓપરેશન્સમાં તૈનાત કરવામાં આવી રહ્યું છે, જે ભવિષ્યમાં કંપનીને મોટી આવક રળી આપશે. જેમ જેમ ટેલિકોમ ક્ષેત્રનું ક્લાઉડ કમ્પ્યુટિંગ, AI અને એન્ટરપ્રાઇઝ ડિજિટલ સોલ્યુશન્સ સાથે જોડાણ (Convergence) થઈ રહ્યું છે, તેમ તેમ જિયોના આ પ્લેટફોર્મ્સ પરંપરાગત કનેક્ટિવિટીથી આગળ વધીને નવી સેવાઓના વિસ્તરણ અને કમાણી (Monetization) માટે મોટી તકો ઊભી કરી શકે છે. સમય જતાં, આ ઓટોમેશનથી કંપનીની ઓપરેટિંગ કાર્યક્ષમતા મજબૂત થશે અને ગ્રાહકોને જાળવી રાખવામાં (Retention) પણ સુધારો થશે.
ભારતીય ટેકનોલોજીને વૈશ્વિક સ્તરે લઈ જવી
જિયો પ્લેટફોર્મ્સ (JPL) પોતાની આ સ્વદેશી ટેકનોલોજી અન્ય દેશોમાં પણ વેચવાનું આયોજન કરી રહી છે. GEPL ના રિપોર્ટ અનુસાર, આંતરરાષ્ટ્રીય ટેલિકોમ ઓપરેટરો સાથેની ભાગીદારી તથા 5G કોર, ક્લાઉડ-નેટિવ RAN, OSS/BSS અને ફિક્સ્ડ વાયરલેસ એક્સેસ ટેકનોલોજીના મોનેટાઇઝેશન દ્વારા જિયોને વિદેશી બજારમાંથી પણ વધારાની આવક મળશે. આ ઉપરાંત, જિયો પોતાના 'JioBrain' AI પ્લેટફોર્મ અને ઓટોનોમસ નેટવર્ક ક્ષમતાઓને વૈશ્વિક ટેલિકોમ ઓપરેટરો તેમજ અન્ય ઉદ્યોગો સુધી વિસ્તારે તેવી શક્યતા છે. SMC ગ્લોબલ જણાવે છે કે આ મોડેલના કારણે જિયોને વિદેશમાં મોટું ભૌતિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કર્યા વિના પણ આંતરરાષ્ટ્રીય સ્તરે બિઝનેસ વિસ્તારવાની ઉત્તમ તક મળશે.
ઝડપથી વધતી ડિજિટલ ઇકોનોમી અને ARPU માં વૃદ્ધિ
ભારતીય ટેલિકોમ અને ડિજિટલ સેવા ક્ષેત્ર વધતા ડેટા વપરાશ, ઝડપી 5G રોલઆઉટ અને ફાઇબર બ્રોડબેન્ડના વિસ્તારને કારણે વૈશ્વિક સ્તરે સૌથી ઝડપથી વધી રહેલા ઉદ્યોગોમાંનું એક છે. GEPL ના ડેટા મુજબ, ભારતનો મોબાઇલ બ્રોડબેન્ડ પ્રતિ યુઝર સરેરાશ આવક (ARPU) નાણાકીય વર્ષ 2026 માં ₹199.5 થી વધીને નાણાકીય વર્ષ 2031 સુધીમાં ₹326.4 થવાનો અંદાજ છે. જિયોની સમગ્ર વ્યૂહરચના ગ્રાહકોની સંખ્યા વધારવા, ARPU સુધારવા, ડિજિટલ સેવાઓનો વ્યાપ વધારવા અને વૈશ્વિક ટેકનોલોજી સોલ્યુશન્સ દ્વારા આવકનું વૈવિધ્યકરણ કરવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે, જે લાંબા ગાળે કંપનીની નફાકારકતાને મજબૂત બનાવશે.
વિગતો | મહત્ત્વના આંકડા |
કુલ ગ્રાહકો (જૂન 2026) | 533.3 મિલિયન |
5G ગ્રાહકો | 284.9 મિલિયન |
2G નેટવર્કના યુઝર્સ (ટેલિકોમ બિઝનેસ) | 261.0 મિલિયન |
ફિક્સ્ડ બ્રોડબેન્ડ સબ્સ્ક્રાઇબર્સ | 28.6 મિલિયન (14.0 મિલિયન જિયોએરફાઇબર સહિત) |
ફિક્સ્ડ બ્રોડબેન્ડ પેનિટ્રેશન | FY26 માં 21%, FY31 સુધીમાં 46% થવાનો અંદાજ |
ARPU (એવરેજ રેવેન્યુ પર યુઝર) | ₹181.7 (FY24) થી વધીને ₹215.6 (Q1FY27) |
પેટન્ટ અરજીઓ | 7,220 ફાઇલ કરાયેલી (1,043 મંજૂર થયેલી) |
IPO તારીખો / પ્રાઇસ બેન્ડ | 21 – 23 ઓક્ટોબર, 2026 / ₹1,065 – ₹1,119 |




