Get The App

ઈક્વિટી ફંડોમાં રોકાણ પ્રવાહ 19 ટકા ઘટયો

- સિપ થકી રોકાણ એક ટકા વધીને રૂ.૨૯,૫૨૯ કરોડ નોંધાયું : ડેટ ફંડોમાં રોકાણ ફરી રૂ.૧.૫૯ લાખ કરોડ પોઝિટીવ

- ઓક્ટોબરમાં મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગની એયુએમ વધીને રૂ.૭૯.૮૭ લાખ કરોડ પહોંચી : ગોલ્ડ ઈટીએફમાં રોકાણ રૂ.૭૭૪૩ કરોડ થયું

Updated: Nov 12th, 2025

GS TEAM

Google News
Google News
ઈક્વિટી ફંડોમાં રોકાણ પ્રવાહ 19 ટકા ઘટયો 1 - image


મુંબઈ : દેશના પ્રાઈમરી માર્કેટમાં જંગી રકમના આઈપીઓ અને બીજી તરફ સેકન્ડરી માર્કેટમાં ટૂંકાગાળાનો તેજીનો દોર જોવાતાં રોકાણકારો આ બન્ને સેગ્મેન્ટમાં રોકાણ તરફ વળતાં અને બીજી તરફ ઘણા મ્યુચ્યુઅલ ફંડોની નેટ એસેટ વેલ્યુ (એનએવી) ડામાડોળ થવા લાગતાં રોકાણકારો સાવચેત બન્યા છે. જેના પરિણામે ઓકટોબર ૨૦૨૫ મહિનામાં ઈક્વિટી મ્યુચ્યુઅલ ફંડોમાં રોકાણ પ્રવાહ સપ્ટેમ્બર ૨૦૨૫ના રૂ.૩૦,૪૨૨ કરોડની તુલનાએ ૧૯ ટકા ઘટીને રૂ.૨૪,૬૯૧ કરોડ નોંધાયો છે. જ્યારે નિફટી ૫૦ ઈન્ડેક્સ અને સેન્સેક્સમાં આ મહિનામાં ચાર ટકાની વૃદ્વિ થઈ છે.

મ્યુચ્યુઅલ ફંડોમાં સિસ્ટેમેટિક ઈન્વેસ્ટમેન્ટ પ્લાન્સ (એસઆઈપીઝ) થકી ઓકટોબરમાં રોકાણ એક ટકા વધીને રૂ.૨૯,૫૨૯ કરોડનું નોંધાયું છે. મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગની કુલ એયુએમ-એસેટ અન્ડર મેનેજમેન્ટ સપ્ટેમ્બરના રૂ.૭૫.૬૧ લાખ કરોડની તુલનાએ ઓકટોબરમાં વધીને રૂ.૭૯.૮૭ લાખ કરોડ પહોંચી છે. ઈક્વિટી એયુએમ રૂ.૩૩.૭ લાખ કરોડની તુલનાએ વધીને રૂ.૩૫.૧૬ લાખ કરોડ થઈ છે.

ઈક્વિટીમાં ૧૧ સબ-કેટેગરીઝમાં મોટાભાગમાં માત્ર ડિવિડન્ડ યીલ્ડ ફંડો અને ઈએલએસએસ સિવાય રોકાણ પ્રવાહ નોંધાયો છે. ફ્લેક્સીકેપ ફંડો રોકાણકારોને ફેવરિટ બની રહી સૌથી વધુ રૂ.૮૯૨૮ કરોડનો રોકાણ પ્રવાહ રહ્યો છે. જે સપ્ટેમ્બરના રૂ.૭૦૨૯ કરોડની તુલનાએ ૨૭ ટકા વધ્યો છે. મિડ-કેપ ફંડોમાં રોકાણ પ્રવાહમાં ૨૫ ટકાનો ઘટાડો અને સ્મોલ કેપ ફંડોમાં ૨૦ ટકાનો ઘટાડો નોંધાયો છે. મિડ કેપ ફંડોમાં ઓકટોબરમાં રૂ.૩૮૦૭ કરોડનું રોકાણ અને સ્મોલ કેપ ફંડોમાં રૂ.૩૪૭૬ કરોડનું રોકાણ નોંધાયું છે.

ડિવિડન્ડ યીલ્ડ ફંડોમાં રોકાણ જાવક રૂ.૧૭૮ કરોડની રહી છે. જ્યારે ઈએલએસએસ ફંડોમાં રૂ.૬૬૫ કરોડની રોકાણ જાવક રહી છે. ડેટ ફંડોમાં ઓકટોબર મહિનામાં રૂ.૧.૫૯ લાખ કરોડનો નેટ રોકાણ પ્રવાહ રહ્યો છે. જે પાછલા બે મહિનામાં જાવક બાદ હવે પોઝિટીવ રહ્યો છે. આ કેટેગરીમાં ઓગસ્ટમાં રૂ.૭૯૭૯ કરોડની જાવક અને સપ્ટેમ્બરમાં રૂ.૧.૦૧ લાખ કરોડની જાવક-ઉપાડ રહ્યો હતો. ઓકટોબરમાં ૧૬ ડેટ સબ-કેટેગરીઝ ફંડોમાં લાંબાગાળાના ડાયનામિક બોન્ડ, ક્રેડિટ રિસ્ક, ગિલ્ટ, ગિલ્ટ-૧૦ વર્ષીય કોન્સ્ટન્ટ મેચ્યુરિટી અને ફ્લોટર ફંડો સિવાય રોકાણ પ્રવાહ પોઝિટીવ રહ્યો છે. લિક્વિડ ફંડોમાં ઓકટોબરમાં રૂ.૮૯૩૭૫ કરોડનો સૌથી  વધુ રોકાણ પ્રવાહ રહ્યો છે. જ્યારે ઓવરનાઈટ ફંડોમાં રૂ.૨૪,૦૫૦ કરોડનું રોકાણ નોંધાયું છે. લોંગ ડયુરેશન-લાંબાગાળાના ફંડોમાં સૌથી વધુ રૂ.૯૪૨ કરોડની જાવક રહી છે.

હાઈબ્રિડ ફંડોમાં સપ્ટેમ્બરના રૂ.૯૩૯૭ કરોડની તુલનાએ ઓકટોબરમાં રોકાણ ૫૧ ટકા વધીને રૂ.૧૪,૧૫૬ કરોડ રહ્યું છે. જ્યારે આર્બિટ્રાજ ફંડોમાં સૌથી વધુ રૂ.૬૯૧૯ કરોડનું રોકાણ અને મલ્ટિ એસેટ એલોકેશન ફંડોમાં રૂ.૫૩૪૪ કરોડનું રોકાણ નોંધાયું છે.

ગોલ્ડ ઈટીએફમાં ઓકટોબરમાં આ સેગ્મેન્ટમાં સૌથી વધુ રૂ.૭૭૪૩ કરોડનું રોકાણ નોંધાયું છે. જ્યારે અન્ય ઈટીએફઝમાં રૂ.૬૧૮૧ કરોડ રહ્યું છે. ઈન્ડેક્સ ફંડો અને ફંડ્સ ઓફ ફંડ્સમાં અનુક્રમે રૂ.૧૯૨૯ કરોડ અને રૂ.૮૧૪ કરોડનું નેટ રોકાણ રહ્યું છે. ૧૮ મ્યુચ્યુઅલ ફંડ એનએફઓ ઓકટોબરમાં લોન્ચ થઈ આ ફંડોએ રૂ.૬૦૬૨ કરોડ એકત્ર કર્યા છે. સેકટર અને થીમેટિક ફંડોનો દરેકમાં ચાર ફંડોમાં કુલ ફંડ રૂ.૨૪૮૯ કરોડ મેળવાયું છે. એસોસીયેશન ઓફ મ્યુચ્યુઅલ ફંડ્સ ઈન ઈન્ડિયા (એમ્ફી) દ્વારા સ્પેશ્યલાઈઝ્ડ ઈન્વેસ્ટમેન્ટ ફંડો (એસઆઈએફ)માં ઓકટોબરમાં રૂ.૨૦૦૪ કરોડનો રોકાણ પ્રવાહ નોંધાયાનું જાહેર કર્યું છે.

જૂનથી ઓકટોબરમાં મ્યુચ્યુઅલ ફંડોમાં વિવિધ કેટેગરીમાં થયેલા રોકાણ પ્રવાહ પર એક નજર

કેટેગરી

ઓકટોબર

સપ્ટેમ્બર

ઓગસ્ટ

જુલાઈ

જૂન

-

૨૦૨૫

૨૦૨૫

૨૦૨૫

૨૦૨૫

૨૦૨૫

ઈક્વિટી

૨૪,૬૯૦

૩૦,૪૨૨

૩૩,૪૩૦

૪૨,૭૦૨

૨૩,૫૮૭

ડેટ

,૫૯,૯૫૮

-૧૦૧૯૭૭

-૭૯૭૯

૧૦૬૮૦૧

-૧૭૧૧

હાઈબ્રીડ

૧૪,૧૫૬

૯૩૯૭

૧૫,૨૯૩

૨૦,૮૭૯

૨૩,૨૨૩

અન્ય

૧૬,૬૬૮

૧૯૦૫૭

૧૧,૪૩૬

૮૨૫૯

૩૯૯૭

(રૂપિયા કરોડમાં)

(રૂપિયા કરોડમાં)

Tags :