ગત નાણાં વર્ષના અંતે ભારતનું બહારી દેવું વધી ૭૬૨ અબજ ડોલરને પાર
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

ટૂંકા ગાળા માટેના દેવાના હિસ્સામાં સાધારણ વધારો
મુંબઈ : માર્ચ, ૨૦૨૬ના સમાપ્ત થયેલા નાણાં વર્ષમાં ભારતનું બહારી દેવુ ૨૬.૩૦ અબજ ડોલર વધી ૭૬૨.૮૦ અબજ ડોલર પર પહોંચી ગયું છે. ગ્રોસ ડોમેસ્ટીક પ્રોડકટસ (જીડીપી)થી બહારી દેવાનું પ્રમાણ જે એક વર્ષ અગાઉ ૧૯.૮૦ ટકા હતું તે વધી ૨૦.૮૦ ટકા પર આવી ગયું છે, એમ રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ)ના ડેટા જણાવે છે.
એક કરતા વધુ વર્ષ માટેના લાંબા ગાળાના દેવાનો આંક ૬૧૩.૫૦ અબજ ડોલર રહ્યો છે. આ આંકમાં એક વર્ષમાં ૧૧.૬૦ અબજ ડોલરનો વધારો થયો છે.
કુલ બહારી દેવામાં લાંબા ગાળાના દેવાનો હિસ્સો સાધારણ ઘટયો છે, કારણ કે ટૂંકા ગાળાના દેવામાં વધારો થયો છે.
એક કરતા ઓછા વર્ષની મુદત સાથેના ટૂંકા ગાળાના દેવાનો હિસ્સો કુલ બહારી દેવામાં માર્ચ, ૨૦૨૬ના અંતે વધી ૧૯.૬૦ ટકા રહ્યો છે, જે એક વર્ષ પહેલા ૧૮.૩૦ ટકા રહ્યો હતો.
ફોરેકસ રિઝર્વથી ટૂંકા ગાળાના દેવાનું પ્રમાણ જે વર્ષ પહેલા ૨૦.૧૦ ટકા હતુ તે વધી ૨૧.૬૦ ટકા રહ્યું હોવાનું પણ રિઝર્વ બેન્કના ડેટા જણાવે છે.
આગામી ૧૨ મહિનામાં ચૂકવવાના આવતા ટૂંકા ગાળાના દેવાનો હિસ્સો કુલ બહારી દેવામાં માર્ચના અંતે ૪૨.૯૦ ટકા રહ્યો હતો. ફોરેકસ રિઝર્વની સરખામણીએ આ દેવાનું પ્રમાણ ૪૭.૩૦ ટકા છે.









