જીડીપી વધારાની વાતો વચ્ચે સોનું ગિરવે મૂકી ઘર ચલાવવાની નોબત: ભારતમાં ગોલ્ડ લોનમાં રેકોર્ડબ્રેક ઉછાળો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Indians Pledge Gold Worth Rs 9.06 Lakh Crore To Meet Daily Expenses: RBI Data | સોનાના દાગીના સામે લોન આપવાના મામલે નોન બેંકિંગ ફાઇનાન્સિયલ કંપનીઓ જુલાઈ મહિનામાં સૌથી આગળ રહી હતી. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના આંકડા મુજબ, જુલાઈમાં એનબીએફસી અને હાઉસિંગ ફાઇનાન્સ કંપનીઓ દ્વારા સોનાના દાગીના સામે આપવામાં આવેલી લોનમાં વાર્ષિક ધોરણે 68.9 ટકાનો વધારો થયો છે. કન્ઝ્યુમર ડ્યુરેબલ લોન વધીને 51.5 ટકા થઈ છે. આ આંકડા દર્શાવે છે કે, હવે લોકો લોન લઈને ઘર ચલાવે છે અને સુખ સુવિધા માણી રહ્યા છે.
બીજી તરફ, બેન્કોની સોનાના દાગીના સામેની લોનમાં જુલાઈમાં 88.1%ની વાર્ષિક વૃદ્ધિ થઈ હતી. જોકે, એક વર્ષ અગાઉ બેન્કોની વૃદ્ધિ 136.4 ટકા હતી એટલે બેન્કોમાં પણ સોનાની લોનનો બિઝનેસ વધ્યો છે, પરંતુ વૃદ્ધિની ગતિમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. જુલાઈના અંતે એનબીએફસીની સોનાની લોનનો બાકી પોર્ટફોલિયો આશરે રૂ. 3.54 લાખ કરોડ હતો.
બેંકો પાસે સોનાના દાગીના સામેની બાકી લોન રૂ. 5.52 લાખ કરોડ હતી. એનબીએફસી ક્ષેત્રમાં રિટેલ લોનની વિવિધ કેટેગરીમાં સોનાની સામેની લોન સૌથી ઝડપથી વધતી કેટેગરીમાં રહી હતી. બીજી તરફ, એનબીએફસી દ્વારા આપવામાં આવતી ક્રેડિટમાં 14.9 ટકાનો વધારો થયો હતો. જે આંક વધીને રૂ. 59.89 લાખ કરોડ પહોંચ્યો હતો. એનબીએફસી અને બેંકોની બાકી ગોલ્ડ લોનનો આંકડો રૂ. 9.06 લાખ કરોડ પહોંચ્યો છે. એટલે કે, ભારતીયોએ રૂ. 9.06 લાખ કરોડના દાગીના ગીરવે મૂકીને લોન લીધી છે. આ આંકડામાં ઘરની આસપાસ જોવા મળતા ધીરનારવાળા સામેલ નથી.
- જુલાઈ મહિનાના અંત સુધીમાં એનબીએફસીની બાકી ગોલ્ડ લોનનો પોર્ટફોલિયો રૂ. 3.54 લાખ કરોડ હતો
- બેન્કોની બાકી ગોલ્ડ લોનનો આંક રૂ. 5.52 લાખ કરોડ, કન્ઝ્યુમર ડ્યુરેબલ લોન 51.5 ટકા : આરબીઆઇ




