Business

છેલ્લા બે વર્ષમાં ભારતીયોએ શેરબજારના ઇક્વિટી ડેરિવેટિવ્ઝ સેગમેન્ટમાં આશરે રૂ. 2 લાખ કરોડ ગુમાવ્યા

By GS Team
25 Aug 20262 mins read
TukuTouch Logo
અમદાવાદ: ડેરિવેટિવ્ઝ ટ્રેડિંગમાં રિટેલ રોકાણકારોની ભાગીદારી એક દાયકામાં પ્રથમવાર ઘટી છે. પ્રથમવાર રોકાણ કરનારાઓની સંખ્યા 18% ઘટીને 87.5 લાખ થઈ. રૂ. 10,000 સુધીના ટર્નઓવરવાળા નાના વેપારીઓમાં 37% ઘટાડો નોંધાયો. કુલ નુકસાન રૂ. 91,685 કરોડ થયું, પરંતુ પ્રતિ ટ્રેડર સરેરાશ નુકસાન 2% વધીને રૂ. 1.17 લાખ થયું. સેબીના પ્રયાસ છતાં નુકસાન વધ્યું.

Summarized by AI; it may make mistakes. Check important info

છેલ્લા બે વર્ષમાં ભારતીયોએ શેરબજારના ઇક્વિટી ડેરિવેટિવ્ઝ સેગમેન્ટમાં આશરે રૂ. 2 લાખ કરોડ ગુમાવ્યા

Stock Market News : સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી) દ્વારા ગત અઠવાડિયે બહાર પાડવામાં આવેલા નવા અહેવાલોમાં નાના રોકાણકારો માટે ચિંતા વ્યકત કરવામાં આવી છે અને વધતી ખોટના આંકડા પર ચિંતા ઉપજાવે છે પરંતુ આ રિપોર્ટમાં અન્ય અનેક મહત્વના આંકડાઓ પર નજર કરવી જરૂર છે. તેમાંનો એક એટલેકે વાયદા બજારમાં રિટેલ રોકાણકારોની ભાગીદારી.

2025-26માં એક દાયકામાં પ્રથમ વખત ઇક્વિટી ડેરિવેટિવ્ઝ સેગમેન્ટમાં રિટેલ ભાગીદારી ઘટી હતી. પ્રથમ વખત રોકાણ કરનારાઓની સંખ્યા લગભગ 18 ટકા ઘટીને 87.5 લાખ થઈ ગઈ છે, જ્યારે રૂ. 10000 સુધીના વાષક ટર્નઓવર ધરાવતા નાના રિટેલ વેપારીઓમાં 37ટકાનો ઘટાડો થયો છે.

પ્રથમ વખત રોકાણ કરનારાઓની સંખ્યામાં પણ તીવ્ર ઘટાડો થયો છે અને ગત નાણાકીય વર્ષમાં એક્ટિવ રહેલા હજારોએ ટ્રેડર્સોએ નાણાકીય વર્ષ ૨૦૨૬માં ટ્રેડિંગ પણ બંધ કરી દીધું છે. નાણાકીય વર્ષ 2026માં કુલ ચોખ્ખું નુકસાન ઘટીને રૂ. 91685 કરોડ થયું છે જે પાછલા નાણાકીય વર્ષમાં રૂ. 1.12 લાખ કરોડ હતું. જોકે, પ્રતિ ટ્રેડર સરેરાશ નુકસાન લગભગ 2 ટકા વધીને રૂ. 1.17 લાખ થયું છે.

બીજા શબ્દોમાં કહીએ તો છેલ્લા બે વર્ષમાં ભારતીય પરિવારોએ શેરબજારના ઇક્વિટી ડેરિવેટિવ્ઝ સેગમેન્ટમાં સામૂહિક રીતે આશરે રૂ. ૨ લાખ કરોડ ગુમાવ્યા છે. બીજી તરફ, પ્રોપરાઈટર ટ્રેડર્સ, મ્યુચ્યુઅલ ફંડો અને એફપીઆઈ નફામાં રહ્યા હતા. રિસર્ચ દર્શાવે છે કે એફપીઆઈ અને પ્રોપરાઈટરીએ મેળવેલા નફામાંથી 99 ટકા અલ્ગો એન્ટિટી દ્વારા આવ્યા હતા. મોટા ટ્રેડરો અને ફંડ હાઉસ પાસે સોદા કરવા માટે અત્યાધુનિક અલ્ગોરિધમ્સની અક્સેસ છે. પરિણામે, એ કહેવું વાજબી છે કે રિટેલ રોકાણકારો પાસે આ રમતમાં ટકી રહેવાની લગભગ કોઈ શક્યતા નથી.

મોટાભાગના ડેરિવેટિવ ટ્રેડર્સ રૂ. 5 લાખથી ઓછી વાર્ષિક આવક ધરાવતા વ્યક્તિઓની કેટેગરીમાં આવે છે અને આ કેટેગરીમાં એવા ટ્રેડર્સો સૌથી મોટો હિસ્સો પણ છે જેમને એકંદરે નુકસાન થાય છે. અત્રે એ નોંધવું જરૂરી કે ડેરિવેટિવ્ઝ ટ્રેડિંગ નાના શહેરોમાં પણ ફેલાઈ ગયું છે. ખાસ કરીને માર્ચ 2026ના અંતમાં 35 ટકા ટ્રેડર્સો પાસે સ્ટોકનો પોર્ટફોલિયો નહોતો, જ્યારે 37 ટકા ટ્રેડર્સો પાસે રૂ. 50000 થી ઓછા મૂલ્યના શેર હતા તેનાથી વિપરીત, ફક્ત 5 ટકા લોકો પાસે 10 લાખ રૂપિયાથી વધુ મૂલ્યના શેર હતા. તમામ ડેરિવેટિવ્ઝ ટ્રેડર્સમાંથી 40 ટકાથી વધુ 30 વર્ષથી ઓછી ઉંમરના હતા.

1 લાખ કરોડની બ્રોકરેજ ચૂકવી

સેબીના રિપોર્ટમાં વધુ અવલોકન કરતા નજરે પડે છે કે, નાણાકીય વર્ષ 2021-22 અને નાણાકીય વર્ષ 2025-26 વચ્ચે ટ્રાન્ઝેકશનો પર આશરે 1 લાખ કરોડ રૂપિયા ખર્ચવામાં આવ્યા હતા. આ રકમનો લગભગ અડધો ભાગ બ્રોકરેજ ફીમાં ગયો છે, જેનો અર્થ એ કે આ કંપનીઓએ રિટેલ ટ્રેડર્સોના ખર્ચે નોંધપાત્ર નફો કર્યો છે. આમાંની ઘણી કંપનીઓ પાસે પ્રોપરાઈટી ટ્રેડિંગ ડેસ્ક પણ છે.