વિદેશથી એક ગુડ ન્યૂઝ આવતા જ ભારતીય શેરબજારમાં તેજીનો માહોલ, સેન્સેક્સ-નિફ્ટીમાં ઉછાળો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

US Iran War Stock Market Impact : યુએસ અને ઈરાન વચ્ચે 13 દિવસની ભીષણ જંગ બાદ હવે હુમલા અટક્યા છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા કૂટનીતિક સમાધાન માટે હુમલા પર રોક લગાવવાની ખબર સામે આવતા જ વૈશ્વિક શેર બજારોમાં ભારે ઉછાળો જોવા મળ્યો છે. ભારતીય શેરબજારમાં સોમવારના રોજ કારોબારની શરૂઆત શાનદાર તેજી સાથે થઈ હતી. જેમાં સેન્સેક્સ ખુલતાની સાથે જ 600 અંકથી વધુ ઉછળી ગયો હતો.
સેન્સેક્સ અને નિફ્ટીની ધમાકેદાર શરૂઆત
બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) નો 30 શેરોવાળો સેન્સેક્સ 76,608 પર ખુલ્યા બાદ રોકેટ ગતિએ વધીને 76,696 ના સ્તરે પહોંચી ગયો હતો. નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) ની નિફ્ટી પણ 23,928 પર ઓપન થઈને ઉછાળા સાથે 23,964 ના સ્તરે કારોબાર કરતી નજરે પડી હતી. શેરબજારનું ડર દર્શાવતું ઇન્ડેક્સ India VIX લગભગ 4 ટકા ઘટીને 13 ની આસપાસ આવી ગયું છે.
આ શેરોમાં જોવા મળી સૌથી વધુ તેજી
બજાર ખુલતાની સાથે જ લાર્જકેપ કેટેગરીના પ્રમુખ શેરોમાં જબરદસ્ત ખરીદી જોવા મળી હતી:
IndiGo Share: 3.80% તેજી સાથે
Infosys Share: 3.20% તેજી સાથે
Eternal Share: 2.90% તેજી સાથે
TCS Share: 2.40% તેજી સાથે
Bajaj Finance Share: 2.38% તેજી સાથે
Asian Paints Share: 2.54% તેજી સાથે
આ ઉપરાંત Tech Mahindra, Trent અને Maruti જેવા મોટા શેરો પણ ઉછાળા સાથે કારોબાર કરી રહ્યા હતા.
ક્રૂડ ઓઇલમાં ઘટાડો અને વૈશ્વિક કારણો
US-Iran જંગમાં 13 દિવસના હુમલા રોકાવાથી વૈશ્વિક તણાવ ઓછો થયો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલની કિંમતો ક્રેશ થઈને 90 ડૉલર પ્રતિ બેરલની નીચે પહોંચી ગઈ છે. જેનાથી મોંઘવારીનું જોખમ ઘટ્યું છે. જાપાન, હોંગકોંગ, બ્રિટનથી લઈને Gift Nifty (160 અંકથી વધુ તેજી) સુધીના તમામ વૈશ્વિક બજારો ગ્રીન ઝોનમાં કારોબાર કરી રહ્યા છે.









