Business

શેરબજારમાં બ્લેક ફ્રાઈડે: સેન્સેક્સ 1,000 પોઈન્ટથી વધુ ગબડ્યો, નિફ્ટી 23,000ની નીચે

By GS Team
27 Mar 20261 min read
TukuTouch Logo
વૈશ્વિક તણાવ અને ઈરાન-અમેરિકા યુદ્ધની અસરો ભારતીય શેરબજાર પર સ્પષ્ટપણે જોવા મળી રહી છે. આજે શુક્રવારે બજાર ખૂલતાની સાથે જ જોરદાર વેચવાલી જોવા મળી હતી, જેના કારણે સેન્સેક્સ અને નિફ્ટી બંને મહત્વના સ્તરો તોડીને નીચે ગબડ્યા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

શેરબજારમાં બ્લેક ફ્રાઈડે: સેન્સેક્સ 1,000 પોઈન્ટથી વધુ ગબડ્યો, નિફ્ટી 23,000ની નીચે

Sensex and Nifty News : વૈશ્વિક તણાવ અને ઈરાન-અમેરિકા યુદ્ધની અસરો ભારતીય શેરબજાર પર સ્પષ્ટપણે જોવા મળી રહી છે. આજે શુક્રવારે બજાર ખૂલતાની સાથે જ જોરદાર વેચવાલી જોવા મળી હતી, જેના કારણે સેન્સેક્સ અને નિફ્ટી બંને મહત્વના સ્તરો તોડીને નીચે ગબડ્યા છે.

સેન્સેક્સ અને નિફ્ટીના તાજા આંકડા

27 માર્ચ 2026, સવારના 11:13 વાગ્યાના ડેટા મુજબ બજારની સ્થિતિ નીચે મુજબ હતી:

BSE SENSEX: સેન્સેક્સ 1,071.41 પોઈન્ટ (1.42%) ના ઘટાડા સાથે 74,202.05 પર ટ્રેડ કરી રહ્યો છે. આજે સેન્સેક્સ 74,883.79 પર ખૂલ્યા બાદ 74,097.30 ની નીચી સપાટીએ પહોંચ્યો હતો.

NIFTY 50: નિફ્ટી પણ 320.60 પોઈન્ટ (1.38%) તૂટીને 22,985.85 ના સ્તરે પહોંચી ગઈ છે. નિફ્ટીમાં દિવસ દરમિયાન 22,948.10 સુધીનો ઘટાડો જોવા મળ્યો હતો.

ઘટાડાના મુખ્ય કારણો

નિષ્ણાતોના મતે, મિડલ ઈસ્ટમાં યુદ્ધની ગંભીર સ્થિતિ અને ક્રૂડ ઓઈલના ભાવમાં અનિશ્ચિતતાને કારણે રોકાણકારોમાં ફાળ ફેલાઈ છે. આ ઉપરાંત, આર્થિક મહામંદીની અફવાઓએ પણ બજારના સેન્ટિમેન્ટને નબળું પાડ્યું છે, જેના કારણે બ્લૂ-ચિપ શેરોમાં ભારે વેચવાલી જોવા મળી રહી છે.