Business

કર્મચારીઓનું ટાઇમ ટ્રેકિંગ ભારે પડ્યું, ભારતીય કંપની ઇન્ફોસીસને ફ્રાન્સમાં જંગી દંડ!

By GS Team
27 Jul 20262 mins read
TukuTouch Logo
ફ્રાન્સમાં કર્મચારીઓના સમય ટ્રેકિંગ સિસ્ટમને લઈને ભારતની IT કંપની ઈન્ફોસીસને મોટો દંડ ફટકારવામાં આવ્યો છે. ફ્રાન્સની સરકારી લેબર ઓથોરિટીએ ઈન્ફોસીસ પર 1,75,000 યુરો (લગભગ 2 કરોડ રૂપિયા) નો દંડ લગાવ્યો છે. કંપનીની સિસ્ટમ ફ્રાન્સના કાયદા મુજબ ન હોવાથી આ કાર્યવાહી કરાઈ છે, જેની નાણાકીય સ્થિતિ પર મોટી અસર નહીં થાય તેમ ઈન્ફોસીસે જણાવ્યું છે.

Summarized by AI; it may make mistakes. Check important info

કર્મચારીઓનું ટાઇમ ટ્રેકિંગ ભારે પડ્યું, ભારતીય કંપની ઇન્ફોસીસને ફ્રાન્સમાં જંગી દંડ!

Infosys Fined In France Over Employee Time Tracking System : ભારતની મોટી IT કંપની ઇન્ફોસીસને ફ્રાન્સમાં કર્મચારીઓનું ટાઈમ ટ્રેકિંગ કરવું ભારે પડ્યું છે. આ મામલે ફ્રાન્સની સરકારી લેબર ઑથોરિટીએ ઇન્ફોસીસને 1,75,000 યૂરો(લગભગ 2 કરોડ રૂપિયા)નો દંડ ફટકાર્યો છે. વાસ્તવમાં કંપની કર્મચારીઓના કામના કલાકોનો રૅકોર્ડ રાખતી સિસ્ટમનો ઉપયોગ કરતી હતી, જેના કારણે આ કાર્યવાહી કરવામાં આવી છે.

કર્મચારીઓના હિતો માટે યુરોપમાં કડક કાયદા

યુરોપમાં કર્મચારીઓના હિતોને લઈને કડક કાયદાઓ છે. ત્યાં કોઈપણ કંપની કર્મચારીઓ માટે નક્કી કરાયેલા સમયથી વધુ કામ કરાવી શકતી નથી અને જો વધુ કામ કરાવે તો વધારાની રકમ ચૂકવવી પડે છે. એટલું જ નહીં, જો કર્મચારી નક્કી કરાયેલો સમય પૂર્ણ થયા બાદ કામ કરવાનો ઇન્કાર કરે તો કંપની દબાણ પણ કરી શકતી નથી અને જો દબાણ કરવામાં આવે તો યુરોપમાં કંપનીને દંડ ફટકારવામાં આવે છે.

દંડને લઈને ઇન્ફોસીસે શું કહ્યું?

ફ્રાન્સના અધિકારીઓએ કહ્યું કે, ઇન્ફોસીસની ટાઇમ ટ્રેકિંગ સિસ્ટમ દેશના નિયમો મુજબ નથી. બીજીતરફ કંપનીએ કહ્યું કે, દંડના કારણે કંપનીના કારોબાર કે નાણાંકીય સ્થિતિ પર કોઈ મોટી અસર પડવાની નથી. ઇન્ફોસીસે શેરબજારને માહિતી આપી કહ્યું છે કે, ફ્રાન્સની સરકારી લેબર ઑથોરિટીએ અમારી કંપનીને દંડ ફટકારતી નોટિસ મોકલી છે. આ નોટિસ કર્મચારીઓના કામના કલાકોનો રૅકોર્ડ રાખતી સિસ્ટમ સાથે સંકળાયેલી છે. અધિકારીઓ તપાસ કરતાં સામે આવ્યું કે, સિસ્ટમ કાયદાની કેટલીક શરતો પૂરી કરી રહી નથી.

ઇન્ફોસીસની સિસ્ટમમાં ખામી : ફ્રાન્સીસી ઑથોરિટી

રિપોર્ટ મુજબ, ફ્રાન્સીસી ઓથોરિટીએ કહ્યું કે, ઇન્ફોસિસની સિસ્ટમમાં વિશ્વસનીયતા, રૅકોર્ડની તપાસ અને કર્મચારીઓના કામના કલાકોની યોગ્ય દેખરેખમાં ખામી હતી. એટલે કે, સિસ્ટમમાં દરેક કર્મચારીઓના કામના કલાકોનો રૅકોર્ડ યોગ્ય નહોતો, જેને યોગ્ય રાખવો ફ્રાન્સના કાયદામાં ખૂબ મહત્ત્વનો છે. કંપનીએ કહ્યું કે, તેઓ આ મામલે કાયદાકીય પ્રક્રિયા અપનાવશે.