Business

PM મોદીએ લોન્ચ કરી દેશની પહેલી 'મેડ ઇન ઇન્ડિયા' સેમિકન્ડક્ટર ચીપ, ટેરિફ મુદ્દે પણ આપ્યો જવાબ

By GS TEAM
2 Sep 20252 mins read
TukuTouch Logo
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે મંગળવારે દેશના આર્થિક વિકાસ પર નિવેદન આપતાં અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફ મુદ્દે કટાક્ષ કર્યો હતો. તેમણે કહ્યું કે, આર્થિક પડકારો વચ્ચે પણ આ નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિકમાં ભારતનો જીડીપી 7.8 ટકા વધ્યો છે. પીએમ મોદીએ સેમિકોન ઇન્ડિયા કોન્ફરન્સનુ ઉદ્ધાટન કરતાં ભારતની પ્રથમ ઇન્ડિયા ચીપસેટ પણ રજૂ કરી હતી. ત્યારબાદ સંબોધનમાં ટ્રમ્પના ટેરિફ પર કટાક્ષ કર્યો હતો.

Summarized by AI; it may make mistakes. Check important info

PM મોદીએ લોન્ચ કરી દેશની પહેલી 'મેડ ઇન ઇન્ડિયા' સેમિકન્ડક્ટર ચીપ, ટેરિફ મુદ્દે પણ આપ્યો જવાબ

PM Modi Semicon India 2025: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે મંગળવારે દેશના આર્થિક વિકાસ પર નિવેદન આપતાં અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફ મુદ્દે કટાક્ષ કર્યો હતો. તેમણે કહ્યું કે, આર્થિક પડકારો વચ્ચે પણ આ નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિકમાં ભારતનો જીડીપી 7.8 ટકા વધ્યો છે. પીએમ મોદીએ સેમિકોન ઇન્ડિયા કોન્ફરન્સનુ ઉદ્ધાટન કરતાં ભારતની પ્રથમ ઇન્ડિયા ચીપસેટ પણ રજૂ કરી હતી. ત્યારબાદ સંબોધનમાં ટ્રમ્પના ટેરિફ પર કટાક્ષ કર્યો હતો.

PM મોદીએ અમેરિકાને આપ્યો જવાબ

પીએમ મોદીએ સંબોધનમાં અમેરિકાનું નામ લીધા વિના કટાક્ષ કરતાં કહ્યું કે, વિશ્વના વિવિધ અર્થતંત્ર અમુક લોકોના આર્થિક સ્વાર્થના કારણે પડકારો અને સમસ્યાનો સામનો કરી રહ્યા છે. આ પડકારો વચ્ચે ભારતે 7.8 ટકાનો જીડીપી ગ્રોથ હાંસલ કર્યો છે. જે તેના 6.5 ટકાના અંદાજ કરતાં વધુ છે. આ આંકડા ગતવર્ષે સમાન સમયગાળાની તુલનાએ 1.3 ટકા વધુ છે. છેલ્લા પાંચ ત્રિમાસિકમાં તે સૌથી વધુ જીડીપી ગ્રોથ છે. અગાઉ માર્ચ ત્રિમાસિક, 2024માં 8.4 ટકા જીડીપી નોંધાયો હતો. આ ગ્રોથ મેન્યુફેક્ચરિંગ, સર્વિસ, કૃષિ, અને કંસ્ટ્રક્શન સહિત તમામ સેક્ટર્સમાં નોંધનીય વિકાસને આભારી છે. આ ગ્રોથનો સિલસિલો ભારતને ઝડપથી ત્રીજી ટોચની ઈકોનોમી બનાવવા તરફ લઈ જઈ રહ્યો છે. હવે દિવસો દૂર નથી જ્યારે વિશ્વ કહેશેઃ ડિઝાઇન્ડ ઇન ઇન્ડિયા, મેડ ઇન ઇન્ડિયા, અને ટ્રસ્ટેડ બાય ધ વર્લ્ડ...



ભારતની પ્રથમ  ચીપસેટ

વડાપ્રધાન મોદીએ ભારતની પ્રથમ ચીપસેટ વિક્રમ 32 બીટ પ્રો ચીપ લોન્ચ કરતાં સેમિકોન ઇન્ડિયા 2025ની શરુઆત કરી હતી. જેનું કોમર્શિયલ ઉત્પાદન આ વર્ષથી શરુ થશે. ઈસરોના સેમિકન્ડક્ટર લેબોરેટરી દ્વારા વિક્રમ ચીપ તૈયાર કરવામાં આવી છે. જે ભારતની પ્રથમ મેક ઇન ઇન્ડિયા 32 બીટ માઇક્રો પ્રોસેસર છે. આ ચીપ કોઈપણ ઈલેક્ટ્રોનિક ડિવાઇસ માટે અત્યંત જરૂરી હિસ્સો છે. જે ડિવાઇસનું મગજ ગણાય છે.



સેમિકોન ઇન્ડિયા કોન્ફરન્સની શરુઆત 2022માં થઈ હતી. 2022માં બેંગ્લુરુ, 2023માં ગાંધીનગર અને 2024માં નોઇડામાં યોજાઈ હતી. હાલ દિલ્હી ખાતે યોજાઈ રહેલી આ કોન્ફરન્સનો ઉદ્દેશ સેમીકંડક્ટર ફેબ્સ, ઍડ્વાન્સ્ડ પેકેજિંગ, એઆઇ, રિસર્ચ ઍન્ડ ઇન્વેસ્ટમેન્ટ પર ફોકસ કરવાનો છે.