Business

ભારતની રશિયાથી ક્રૂડની આયાત ચાલુ, સપ્ટે.માં પુરવઠો વધીને 15.5 લાખ બેરલ

By GS TEAM
12 Sep 20251 min read
ભારતની રશિયાથી ક્રૂડની આયાત ચાલુ, સપ્ટે.માં પુરવઠો વધીને 15.5 લાખ બેરલ

નવી દિલ્હી : સપ્ટેમ્બરની શરૂઆતથી રશિયાથી ભારતને ક્રૂડ ઓઇલ નિયમિત મળી રહ્યું છે. આ દર્શાવે છે કે પશ્ચિમી દેશોના પ્રતિબંધોના દબાણ છતાં, ભારત રશિયા પાસેથી ડિસ્કાઉન્ટ દરે તેલ ખરીદી રહ્યું છે. 

વૈશ્વિક શિપિંગ ડેટા અનુસાર, સપ્ટેમ્બરના પહેલા નવ દિવસમાં રશિયાથી ભારતને ક્રૂડ ઓઇલનો પુરવઠો ૧૫.૫ લાખ બેરલ પ્રતિદિન હતો, જ્યારે ઓગસ્ટમાં તે ૧૪.૯ લાખ બેરલ પ્રતિદિન હતો.

સરકારી કંપનીઓ ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન, હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન સહિત ભારતના તેલ રિફાઇનર્સે રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ ખરીદવાનું ચાલુ રાખ્યું છે. આ કંપનીઓનું કહેવું છે કે રશિયન તેલ પર કોઈ સીધા પ્રતિબંધો નથી.રશિયા ખાતેથી ભારતનો સૌથી મોટો ક્રૂડ ઓઇલ આયાતકાર છે. રશિયા ભારતની કુલ ક્રૂડ ઓઇલ આયાતના ત્રીજા ભાગ કરતાં વધુ હિસ્સો પૂરો પાડે છે.

આ પ્રતિબંધોના દબાણમાં વધારો છતાં મહત્તમ ડિસ્કાઉન્ટેડ રશિયન તેલ મેળવવાની ભારતની સતત વ્યૂહરચના પર પ્રકાશ પાડે છે.જુલાઈમાં રશિયા સાથે કરેલા સોદાઓથી ભારતીય રિફાઇનરીઓએ સપ્ટેમ્બરની શરૂઆતમાં તેલની ખરીદી ચાલુ રાખી છે. તાજેતરના પ્રતિબંધોની અસર સપ્ટેમ્બરના અંત અથવા ઓક્ટોબરથી વધુ સ્પષ્ટ થશે તેમ તેઓનું માનવું છે.