Get The App

તમે પણ ITRમાં આવી ભૂલ કરી હશે તો નક્કી ITની નોટિસ આવશે! 10 લાખ સુધીનો દંડ થઈ શકે!

Updated: Nov 29th, 2025

GS TEAM

Google News
Google News
તમે પણ ITRમાં આવી ભૂલ કરી હશે તો નક્કી ITની નોટિસ આવશે! 10 લાખ સુધીનો દંડ થઈ શકે! 1 - image

Income Tax: ટેક્સ ડિપાર્ટમેન્ટ લગભગ 25,000 લોકોને એક SMS અને ઈમેઇલ મોકલી રહ્યું છે, જેમણે 2025-26 એસેસમેન્ટ વર્ષ માટે પોતાના ટેક્સ રિટર્નમાં તેમની વિદેશી સંપત્તિનો ખુલાસો નથી કર્યો. ગ્લોબલ ડેટા શેરિંગ કરાર હેઠળ અન્ય દેશોમાંથી મોકલવામાં આવેલી માહિતીના આધારે આ લોકોની ઓળખ 'હાઇ રિસ્ક'વાળા મામલામાં કરવામાં આવી છે. જો તમારી પણ વિદેશમાં સંપત્તિ છે અને તમે પણ તેનો ખુલાસો નથી કર્યો તો તમારી પાસે પણ આ મેસેજ આવી શકે છે. 

તમે પણ ITRમાં આવી ભૂલ કરી હશે તો ITની નોટિસ આવશે

ટેક્સ અધિકારીઓએ AEOI સિસ્ટમના આધારે વિદેશ મળેલા ડેટાની તપાસ કરી છે. આ ઈન્ટરનેશનલ ઇન્ફ્રા દેશોને પોતાના નિવાસીઓ દ્વારા વિદેશમાં રાખવામાં આવેલા ફાયનાન્શિયલ એકાઉન્ટની વિગતો શેર કરવાની મંજૂરી આપે છે. આ ડેટાના આધારે વિભાગને ઘણા એવા મામલા મળ્યા જ્યાં વિદેશી સંપત્તિ અસ્તિત્વમાં હોવાનું જણાયું હતું, પરંતુ ફાઇલ ઇન્કમ ટેક્સ રિટર્નમાં તેનો ખુલાસો નહોતો કરવામાં આવ્યો.

કમ્પ્લાયન્સને સુધારવા માટે સેન્ટ્રલ બોર્ડ ઑફ ડાયરેક્ટ ટેક્સીસ (CBDT) પોતાના 'Nudge' કેમ્પેઇનના પ્રથમ તબક્કામાં ઍલર્ટ મોકલવાનું શરુ કરશે. આ મેસેજમાં ટેક્સપેયર્સને પેનલ્ટીથી બચવા માટે 31 ડિસેમ્બર, 2025 સુધીમાં પોતાના ITRને રિવાઇઝ કરવાની સલાહ આપવામાં આવશે. 

કેમ્પેઇનનો બીજો તબક્કો ડિસેમ્બરમાં શરુ થશે

આ કેમ્પેઇનનો બીજો તબક્કો ડિસેમ્બરમાં શરુ થશે અને શક્ય તેટલા વધુ લોકોને સામેલ કરવામાં આવશે. વિભાગે એવી મોટી કંપનીઓનો પણ સંપર્ક કર્યો છે જેમના કર્મચારીઓ પાસે વિદેશી પ્રોપર્ટી હોઈ શકે છે, પરંતુ તેમણે તેનો ખુલાસો નથી કર્યો. ઉદ્યોગ સંસ્થાઓ, ICAI અને અન્ય સંગઠનોને જાગૃતિ ફેલાવવા અને કરદાતાઓને માર્ગદર્શન આપવા માટે કહેવામાં આવ્યું છે.

એક સત્તાવાર નિવેદન પ્રમાણે પ્રાપ્ત જાણકારીથી વિભાગને વિસંગતતાઓ શોધવામાં મદદ મળે છે અને લોકોને શેડ્યૂલ ફોરેન એસેટ્સ અને ફોરેન સોર્સ ઇન્કમમાં તેમના ફોરેન હોલ્ડિંગ્સને યોગ્ય રીતે રિપોર્ટ કરવામાં સપોર્ટ કરે છે.

આ પણ વાંચો: દિતવાહ વાવાઝોડાના કારણે 3 દિવસથી કોલંબો એરપોર્ટ પર ફસાયા 300 ભારતીયો, શ્રીલંકામાં 123ના મોત

વિદેશી પ્રોપર્ટીનો રિપોર્ટ ન કરવા પર નિયમો કડક છે. બ્લેક મની ઍક્ટ હેઠળ વિદેશી સંપત્તિનો ખુલાસો ન કરવા બદલ 10 લાખ સુધીનો દંડ, 30% ટેક્સ અને ચૂકવવાપાત્ર ટેક્સના 300% વધારાનો દંડ થઈ શકે છે. આ કાયદાનો ઉદ્દેશ્ય ભારતીયો દ્વારા વિદેશમાં રાખવામાં આવેલી અઘોષિત આવક અને સંપત્તિઓ પર અંકુશ લગાવવાનો છે.

ગત વર્ષે પણ આ જ પ્રકારનું કેમ્પેઇન ચલાવવામાં આવ્યું હતું

ગત વર્ષે પણ આ જ પ્રકારનું કેમ્પેઇન ચલાવવામાં આવ્યું હતું. તેણે 24,678 ટેક્સપેયર્સને એસેસમેન્ટ વર્ષ 2024-25 માટે પોતાના આવકવેરા રિટર્ન પર સમીક્ષા કરવા અને 29,208 કરોડની વિદેશી સંપત્તિ અને 1,089 કરોડથી વધુની વિદેશી સોર્સ આવક જાહેર કરવા માટે પ્રેરિત કર્યા હતા.

અધિકારીઓનું કહેવું છે કે, એપ્રિલથી જૂન 2025 વચ્ચે લગભગ 1,080 કેસોનું વેલ્યૂએશન કરવામાં આવી ચૂક્યું છે, જેના પરિણામે લગભગ 40,000 કરોડની ટેક્સ ડિમાન્ડ સામે આવી છે. વિભાગે દિલ્હી, મુંબઈ અને પૂણેમાં પણ દરોડા પાડ્યા છે, જેમાં સો કરોડ રૂપિયાના છુપાયેલા વિદેશી રોકાણોનો પર્દાફાશ થયો છે.