ફીની આવકમાં વૃદ્વિથી બેંકોની નફાશક્તિમાં વધારાને વેગ મળ્યો
- સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા અને એચડીએફસી બેંક બન્ને માટે ફી આવક છેલ્લા ત્રિમાસિકમાં ૨૫ ટકાથી વધુ વધી

મુંબઈ : દેશની સ્થાનિક બેંકો માટે ફી આવક નફાકારક માર્ગ બન્યો છે. બેોકના ચોખ્ખા વ્યાજ માર્જિન (એનઆઈએમ) અને ટ્રેઝરી આવક પર દબાણ સામે બેંકોની ફી આવકમાં વૃદ્વિ નફા માટે સહારો બની છે.
સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા અને એચડીએફસી બેંક બન્ને માટે ફી આવક છેલ્લા ત્રિમાસિકમાં ૨૫ ટકાથી વધુ વધી છે. ટોચની પીએસયુ અને ખાનગી ક્ષેત્રની બેંકોએ ૩૧, ડિસેમ્બરના પૂરા થયેલા ત્રિમાસિકમાં ફી આવકમાં અનુક્રમે ૧૬ ટકા અને ૧૯ ટકા જેટલો વધારો નોંધાવ્યો છે. જે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ) દ્વારા તેના વ્યાજ દર ઘટાડાનું ચક્ર શરૂ થયું તે પહેલાનો છેલ્લો ત્રિમાસિક હતો.
વિશ્લેષકોએ જણાવ્યું હતું કે, બેંકોમાં તેમની બેલેન્સશીટ અને લોન વધતી જાય છે, તેમ ફી આવક પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવાની કુદરતી વૃત્તિ હોય છે. લોન પ્રોડક્ટસ અને ક્રેડિટ કાર્ડ ફી આવક ઉત્પન્ન કરવાના મુખ્ય સ્ત્રોત છે, કેમ કે બેંકો ઘણીવાર પ્રોસેસિંગ અને ડોક્યુમેન્ટેશન ફી, પ્રીપેમેન્ટ અથવા ફોરક્લોઝર ચાર્જ વગેરે વસૂલ કરે છે.
નફો કરવાના માર્ગ તરીકે ફી આવક પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે, કારણ કે આરબીઆઈએ આ વર્ષે વ્યાજ દરમાં ટકાવારીનો ઘટાડો કરીને ૫.૫૦ ટકા કર્યો છે, જેનાથી એનઆઈએમ પર દબાણ વધ્યું છે અને બેંકોની ટ્રેઝરી આવક પર પણ દબાણ વધ્યું છે.
બેંકોએ તેમના વ્યવસાયને એવી રીતે ડિઝાઈન કર્યો છે કે, ક્રોસ-સેલિંગ પ્રોડક્ટસ દ્વારા વધુ અન્ય આવક ઉપજ થાય. જે બેંકો પાસે ડિપોઝિટનો ખર્ચ વધારે હોય છે, તેઓ ફોરેક્સ વ્યવહારો અને નોન-ફંડ બેઝડ આવક પર વધુ ધ્યાન કેન્દ્રિત કરશે. પરંતુ ફી આવકમાં વધારો એ બધી બેંકો માટે વર્તમાન પ્રયાસોનો એક ભાગ છે.

