Business

સોનું ઉછળી રૂપિયા દોઢ લાખ પાર: ચાંદી તથા પ્લેટીનમમાં તેજીની આગેકૂચ

By GS Team
4 Jul 20262 mins read
TukuTouch Logo
મુંબઈ સહિત અમદાવાદ ઝવેરી બજારમાં સોના-ચાંદીમાં તેજીનો માહોલ જોવા મળ્યો. વૈશ્વિક બજારમાં અમેરિકામાં જોબગ્રોથ ઘટતાં વ્યાજ દર વધવાની શક્યતા ઓછી થતા ફંડોનું સોનામાં રોકાણ વધ્યું છે. આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું $4200 નજીક પહોંચતા, અમદાવાદમાં 10 ગ્રામ સોનાનો ભાવ ₹3000 ઉછળી દોઢ લાખ પાર થયો, જ્યારે ચાંદીમાં ₹5000નો વધારો થયો.

Summarized by AI; it may make mistakes. Check important info

સોનું ઉછળી રૂપિયા દોઢ લાખ પાર: ચાંદી તથા પ્લેટીનમમાં તેજીની આગેકૂચ

વિશ્વ બજારમાં સોનું ઉછળી ૪૨૦૦ ડોલર નજીક
અમેરિકામાં જોબગ્રોથ ઘટતાં ત્યાં હવે વ્યાજ દર વધવાની શક્યતા ઘટતાં સોનામાં ફંડોનું બાઈંગ વધ્યાના નિર્દેશો
મુંબઈ : મુંબઈ ઝવેરી બજારમાં આજે સોના-ચાંદી તથા પ્લેટીનમના ભાવમાં તેજી આગળ વધી હતી. વિશ્વ બજારના સમાચાર તેજી બતાવતા હતા. વિશ્વ બજાર વધતાં ઘરઆંગણે કિંમતી ધાતુઓની ઈમ્પોર્ટ કોસ્ટ વધી હતી તથા તેની અસર બજાર પર પણ દેખાઈ હોવાનું બજારના જાણકારો જણાવી રહ્યા હતા.
દરમિયાન, અમદાવાદ ઝવેરી બજારમાં આજે સોનાનાભાવ ૧૦ ગ્રામના વધુ રૂ.૩૦૦૦ ઉછળી રૂપિયા દોઢ લાખ પાર કરી ગયા હતા જ્યારે અમદાવાદ ચાંદીના ભાવ કિલોદતીઠ આજે વધુ રૂ.૫૦૦૦ વધ્યા હતા. વિશ્વ બજારમાં સોનાના ભાવ ઔંસના ૪૦૬૭થી ૪૦૬૮ વાળા વધી ઉંચામાં ભાવ ૪૨૦૦ની નજીક પહોંચી૪ ૪૧૯૫ ડોલર થઈ ૪૧૭૯થી ૪૧૮૦ ડોલર રહ્યાના સમાચાર હતા.
અમેરિકામાં જોબગ્રોથના આંકડા નબળા આવતાં ત્યાં હવે વ્યાજના દરમાં વધારો થવાની શક્યતા ઘટતાં વિશ્વ બજારમાં ડોલરનો ગ્લોબલ ઈન્ડેક્સ ઘટયો હતો સામે વૈશ્વિક સોનામાં ફંડોનું બાઈંગ વધ્યાના નિર્દેશો હતા. વિશ્વ બજારમાં આજે સોના પાછળ ચાંદીના ભાવ પણ ઔંસના ૫૯.૭૮થી ૫૯.૭૯ વાળા વધી ઉંચામાં ભાવ ૬૨.૮૮ થઈ ૬૨.૩૫થી ૬૨.૩૬ ડોલર રહ્યા હતા. પ્લેટીનમના ભાવ ઉંચામાં ૧૬૬૯ થઈ ૧૬૫૭થી ૧૬૫૮ ડોલર રહ્યા હતા. જ્યારે પેલેડીયમના ભાવ ઉંચામાં ૧૨૯૦ થઈ ૧૨૭૯થી ૧૨૮૦ ડોલર રહ્યા હતા. વૈશ્વિક કોપરના ભાવ આજે ૦.૯૨ ટકા પ્લસમાં રહ્યા હતા.
દરમિયાન, મુંબઈ બુલિયન બજારમાં આજે સોનાના ભાવ જીએસટી વગર રૂ.૩૦૦૦ વધી ૯૯૫ના ભાવ ૧૪૫૭૫૮ તથા ૯૯૯ના ભાવ રૂ.૧૪૬૩૪૪ રહ્યા હતા. જ્યારે મુંબઈ ચાંદીના ભાવ જીએસટી વગર વધુ રૂ.૫૦૦૦ ઉછળી રૂ.૨૩૩૮૫૮ બોલાયા હતા જ્યારે મુંબઈ સોના-ચાંદીમાં જીએસટી સાથેના ભાવ આ ભાવથી ત્રણ ટકા ઉંચા રહ્યા હતા. દરમિયાન, મુંબઈ બુલિયન બજારમાં આજે પ્લેટીનમના ભાવ ઉંચામાં રૂ.૫૯૬૨૪ થઈ રૂ.૫૯૨૯૬ રહ્યા હતા.
વિશ્વ બજારમાં ક્રૂડતેલના ભાવ પણ ફરી ઉંચકાયા હતા બ્રેન્ટ ક્રૂડના ભાવ બેરલના ૭૦.૩૭ વાળા વધી ૭૨.૪૯ થઈ ૭૧.૬૭ ડોલર રહ્યા હતા યુએસ ક્રૂડના ભાવ ૬૭.૨૭થી વધી ઉંચામાં ભાવ ૬૯.૨૬થઈ ૬૮.૪૧ ડોલર રહ્યા હતા.