Business

સોનામાં ₹4200 તો ચાંદીમાં ₹6100થી વધુની ઉથલપાથલ, જાણો અત્યારના લેટેસ્ટ MCX રેટ

By GS Team
27 Aug 20262 mins read
TukuTouch Logo
MCX વાયદા બજારમાં સોના-ચાંદીમાં ત્રીજા દિવસે ભારે ઉથલપાથલ જોવા મળી. સોનું ₹1,60,000 ની સપાટી ગુમાવી ₹1,58,449 આસપાસ ટ્રેડ થયું, ચાંદી પણ ₹2,40,000 નીચે આવી ₹2,38,798 આસપાસ જોવા મળી. આજે બંને કિંમતી ધાતુઓમાં મોટી ઉથલપાથલ છતાં રિકવરી પણ દેખાઈ રહી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

સોનામાં ₹4200 તો ચાંદીમાં ₹6100થી વધુની ઉથલપાથલ, જાણો અત્યારના લેટેસ્ટ MCX રેટ

Gold and Silver Price Updates | સોના-ચાંદીના વાયદા બજારમાં સતત ત્રીજા દિવસે ભારે વેચવાલીને કારણે મોટો ઘટાડો જોવા મળ્યો. એમસીએક્સ (MCX) બજારમાં સોનાના ચાર્ટ પર સતત ત્રીજી રેડ કેન્ડલ રચાઈ છે, જે કિંમતોમાં કડાકાની સ્થિતિ સ્પષ્ટ કરે છે. સોનું ₹1,65,000 ના સ્તર તરફ આગળ વધવાને બદલે ઝડપથી ગગડીને ₹1,60,000 ની મહત્ત્વની માનસિક સપાટી ગુમાવી ચૂક્યું છે. તે જ રીતે ચાંદીના ભાવમાં પણ મોટો ઘટાડો નોંધાતા તે ₹2,40,000 ની નીચે આવી ગઈ હતી. જોકે આજે સોના-ચાંદીની કિંમતોમાં ભારે ઉથલપાથલની સ્થિતિ જોવા મળી હતી.

સોનાના ભાવની સ્થિતિ

સોનાનો અગાઉનો બંધ ભાવ (Prev. Close) ₹1,59,663.00 હતો. આજે તે ₹1,60,499.00 ના ભાવે ઓપન થયા બાદ દિવસ દરમિયાન ₹1,60,898.00 નો હાઈ અને ₹1,56,692.00 નો લો રેકોર્ડ થયો હતો. હાલ સોનું ₹1,58,449.00 આસપાસ ટ્રેડ થઈ રહ્યું છે. સોનામાં આજે કુલ 4206 રૂપિયાની ઉથલપાથલ જોવા મળી છે. જોકે હાલમાં સોનું પ્લસમાં ખુલ્યા બાદ ફરી એકવાર માઈનસમાં ટ્રેડ થઈ રહ્યું છે પરંતુ તેમાં સારી એવી રિકવરી દેખાઈ છે. સોનું હાલમાં 734 રૂપિયાના કડાકા સાથે ટ્રેડ થઈ રહ્યું છે.

ચાંદીના ભાવની સ્થિતિ

ચાંદીનો અગાઉનો બંધ ભાવ (Prev. Close) ₹2,39,638.00 હતો. જે આજે ₹2,42,999.00 ના ભાવે ઓપન થઈ હતી. દિવસ દરમિયાન ચાંદીમાં ₹2,42,999.00 નો હાઈ અને ₹2,36,878.00 નો લો જોવા મળ્યો હતો. હાલ ચાંદી ₹2,38,798.00 ની આસપાસ ટ્રેડ થઈ રહી છે. જોકે ચાંદીમાં પણ આજે મોટી ઉથલપાથલ જોવા મળી. ચાંદી આજે 242999ની સપાટીએ ખુલ્યા બાદ સીધી ગગડીને 236878 ના લૉને સ્પર્શી ગઈ હતી. જે દર્શાવે છે કે 6121 રૂપિયાનો ઘટાડો થઈ ગયો હતો. જોકે પછીથી ચાંદીમાં રિકવરી આવતા સમાચાર લખવા સુધીમાં ચાંદી 240219 રૂપિયાના લેવલે આવી ગઇ હતી જે 500 રુપિયાથી વધુનો ઉછાળો દર્શાવી રહી છે.