Get The App

Gold-Silver Rate Today: આજે સોના-ચાંદીના ભાવમાં ઉછાળો, ચાંદી 15,000 રૂ. અને સોનું 4,900 રૂ. મોંઘું

Updated: Mar 25th, 2026

GS TEAM

Google News
Google News
Gold-Silver Rate Today: આજે સોના-ચાંદીના ભાવમાં ઉછાળો, ચાંદી 15,000 રૂ. અને સોનું 4,900 રૂ. મોંઘું 1 - image


Gold-Silver Rate Today: 25 માર્ચ, 2026ના રોજ વૈશ્વિક બજારના મજબૂત સંકેતોને કારણે ભારતીય બજારમાં સોના અને ચાંદીના ભાવમાં મોટો ઉછાળો જોવા મળ્યો છે. ખાસ કરીને ચાંદીના ભાવમાં આશરે તોતિંગ વધારો નોંધાયો છે, જ્યારે સોનાના ભાવમાં પણ નોંધપાત્ર તેજી જોવા મળી છે.

સોના અને ચાંદીના નવા ભાવ

બુધવારે ઓલ ઇન્ડિયા શરાફ ઍસોસિએશનના આંકડા અનુસાર, ચાંદીની કિંમતમાં પ્રતિ કિલો 15,000 રૂપિયાનો વધારો થયો છે, જેના કારણે હવે ચાંદીનો ભાવ 2,50,000 રૂપિયા પ્રતિ કિલો (તમામ ટેક્સ સાથે) પર પહોંચી ગયો છે. અગાઉના સત્રમાં ચાંદી 2,30,000 રૂપિયા પર બંધ થઈ હતી. બીજી તરફ, 99.9 ટકા શુદ્ધતા ધરાવતા સોનાના ભાવમાં 4,900 રૂપિયાનો વધારો થયો છે, જે હવે 1,49,700 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગયું છે.

તેજી પાછળના મુખ્ય કારણો

બજાર નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, આંતરરાષ્ટ્રીય સ્તરે ભૌગોલિક-રાજકીય તણાવમાં થોડી નરમાશ અને ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડાને કારણે કિંમતી ધાતુઓના ભાવને ટેકો મળ્યો છે. અમેરિકા અને ઈરાન વચ્ચે સંભવિત યુદ્ધવિરામની અપેક્ષાઓ વધતાં રોકાણકારોનો વિશ્વાસ વધ્યો છે, જેના કારણે ડૉલર અને ક્રૂડ ઓઇલના ભાવ ઘટ્યા છે અને સોના-ચાંદીની માંગમાં વધારો થયો છે.

આંતરરાષ્ટ્રીય બજારની સ્થિતિ

વૈશ્વિક બજારમાં પણ સોના-ચાંદીમાં તેજીનો ટ્રેન્ડ રહ્યો હતો. સ્પોટ ગોલ્ડ આશરે 2 ટકા વધીને 4,556.55 ડૉલર પ્રતિ ઔંસ પર પહોંચ્યું હતું, જ્યારે આંતરરાષ્ટ્રીય બજારમાં ચાંદી પણ 2 ટકાની તેજી સાથે 72.67 ડૉલર પ્રતિ ઔંસ પર ટ્રેડ કરી રહી હતી. નિષ્ણાતોનું માનવું છે કે આગામી સમયમાં પણ સોના-ચાંદીના ભાવમાં ઉતાર-ચઢાવ જોવા મળી શકે છે.