Business

જન્માષ્ટમીએ સોનું-ચાંદી સસ્તું થયું! MCX પર કડાકો, જાણો 10 ગ્રામ સોના અને 1 કિલો ચાંદીના નવા ભાવ

By GS Team
4 Sep 20262 mins read
TukuTouch Logo
જન્માષ્ટમીના પાવન પર્વે ભારતીય કોમોડિટી માર્કેટમાં સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો બોલ્યો છે. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર સોનું ₹1,200 થી વધુ ઘટીને ₹1,54,605 પ્રતિ 10 ગ્રામ થયું, જ્યારે ચાંદી ₹1,600 જેટલી સસ્તી થઈને ₹2,39,525 પ્રતિ કિલો પર ટ્રેડ થઈ રહી હતી. અમેરિકી ડૉલરની મજબૂતી અને વૈશ્વિક બજારમાં વેચવાલીના દબાણને કારણે આ ઘટાડો જોવા મળ્યો.

Summarized by AI; it may make mistakes. Check important info

જન્માષ્ટમીએ સોનું-ચાંદી સસ્તું થયું! MCX પર કડાકો, જાણો 10 ગ્રામ સોના અને 1 કિલો ચાંદીના નવા ભાવ

Gold Silver Price Drop on Janmashtami | ગુરુવારે જોવા મળેલી શાનદાર તેજી બાદ ભારતીય કોમોડિટી માર્કેટમાં જન્માષ્ટમીના પાવન પર્વે સોના અને ચાંદીના ભાવમાં અચાનક કડાકો બોલી ગયો છે. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર સોનાના ભાવમાં ₹1,200 થી વધુનો ઘટાડો નોંધાયો છે, જ્યારે ચાંદી પણ ₹1,600 જેટલી સસ્તી થઈ છે.

MCX પર કડાકો: સોના અને ચાંદીના તાજા ભાવ

શુક્રવારે કારોબાર દરમિયાન વાયદા બજાર (MCX) પર કિંમતી ધાતુઓમાં નરમાઈ જોવા મળી હતી.

  1. સોનું : MCX પર સોનું આશરે ₹1,200 ઘટીને ₹1,54,605 પ્રતિ 10 ગ્રામના સ્તરે આવી ગયું હતું.
  2. ચાંદી : એક કિલો ચાંદીનો ભાવ ₹1,600 તૂટીને ₹2,39,525 પર ટ્રેડ થઈ રહ્યો હતો.

ઉલ્લેખનીય છે કે ગુરુવારે સ્થાનિક તેમજ વૈશ્વિક બજારમાં સોના-ચાંદીમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો હતો, પરંતુ શુક્રવારે વેચવાલીનું દબાણ વધતાં ભાવ નીચે સરકી ગયા હતા.

શા માટે અચાનક ઘટ્યા ભાવ? 4 મુખ્ય કારણો

  1. અમેરિકી ડૉલરની મજબૂતી: આંતરરાષ્ટ્રીય કરન્સી બાસ્કેટમાં યુએસ ડૉલર મજબૂત થતાં સોના-ચાંદી પર દબાણ વધ્યું છે. ડૉલર મજબૂત થાય ત્યારે અન્ય કરન્સી ધારકો માટે સોનું મોંઘું બનતાં માંગ ઘટે છે.
  2. ક્રૂડ ઓઇલના ભાવમાં ઉછાળો: આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલની કિંમતો વધવાને કારણે બજારમાં મોંઘવારી અને લિક્વિડિટીની ચિંતાઓ વધી છે.
  3. અમેરિકાના અનએમ્પ્લોયમેન્ટ ડેટા : આજે અમેરિકાના રોજગારી સંબંધી મહત્વપૂર્ણ ડેટા જાહેર થવાના છે. આ ડેટા આવ્યા પહેલાં મોટા રોકાણકારોએ સાવચેતીના ભાગરૂપે પ્રોફિટ બુકિંગ કર્યું છે.
  4. ફેડરલ રિઝર્વના વ્યાજદરની અટકળો: અમેરિકાની સેન્ટ્રલ બેંક ફેડરલ રિઝર્વ આગળ જતાં વ્યાજદરમાં કેટલો કાપ મૂકશે તેનો અંદાજ આ જોબ ડેટા પરથી લગાવવામાં આવશે. અનિશ્ચિતતાના કારણે ટ્રેડર્સે નફો બાંધી લેવાનું પસંદ કર્યું છે.

ગ્લોબલ માર્કેટમાં પણ નરમાઈ

આંતરરાષ્ટ્રીય બજારમાં પણ સોના-ચાંદીના ભાવ દબાણ હેઠળ ટ્રેડ થઈ રહ્યા છે. આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું 4,518 ડૉલર પ્રતિ ઔંસ પર કારોબાર કરી રહ્યું છે. ચાંદીની કિંમત 67.286 ડૉલર પ્રતિ ઔંસ ની આસપાસ નોંધાઈ છે.