સોના ચાંદી બજારમાં 'અમંગળવાર', ચાંદીમાં 7,000 તો સોનામાં 2,500 રૂપિયાનો કડાકો, જાણો લેટેસ્ટ રેટ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Gold Silver Crash: આજે મંગળવારે સોના અને ચાંદીના ભાવમાં અચાનક મોટો ઘટાડો જોવા મળ્યો છે. ભારતીય કોમોડિટી માર્કેટ(MCX)માં સોના અને ચાંદીના ભાવ ઝડપથી ગગડ્યા છે. સાંજના કારોબાર દરમિયાન ચાંદી અંદાજે 7000 રૂપિયા ઘટી ગઈ હતી. તેવી જ રીતે, 10 ગ્રામ સોનાના ફ્યુચર રેટમાં પણ ઘટાડો થયો છે. કોમોડિટી માર્કેટમાં સોના-ચાંદીના ભાવમાં આ ઘટાડો ઈરાન-અમેરિકા તણાવ અને હોર્મુઝ ખોલવાની ચર્ચા વચ્ચે આવ્યો છે. તેથી એવા સંકેત દેખાઈ રહ્યા છે કે ગ્લોબલ માર્કેટમાં કંઈક તો 'ખિચડી રંધાઈ' રહી છે.
ચાંદી 6900થી વધુ તો સોનું 2500થી વધુ તૂટયું
મંગળવારની રાત્રે અંદાજે 8 વાગ્ય આસપાસ કોમોડિટી માર્કેટ MCX પર 3 જુલાઈ ફ્યુચર માટે 1 કિલો ચાંદીની કિંમત 2.40 લાખ રૂપિયા પ્રતિ કિલો પર આવી ગઈ હતી, જે 6900 રૂપિયાથી વધુ અથવા 3 ટકાનો ઘટાડો છે. તેવી જ રીતે, 5 જૂન ફ્યુચર માટે સોનાનો ભાવ પણ 1.70 ટકા અથવા 2500 રૂપિયા તૂટીને 1.49 લાખ રૂપિયા પર આવી ગયો છે.
કેમ થયો મોટો ઘટાડો?
ડોલરમાં તેજી જોવા મળી છે, જેના કારણે કોમોડિટી માર્કેટમાં કિંમતી ધાતુઓના ભાવ ઘટ્યા છે. રૂપિયો ડોલરની સરખામણીમાં 94.5 ની ઉપર પહોંચી ગયો છે. તેવી જ રીતે, બ્રેન્ટ ક્રૂડ ઓઈલમાં પણ અંદાજે 3 ટકાની તેજી જોવા મળી રહી છે, જે હોર્મુઝ પર વધતા તણાવનો સંકેત આપી રહ્યો છે. જો કે રિપોર્ટ્સ અને ડોનાલ્ડ ટ્રમ્પનો દાવો છે કે ઈરાને યુદ્ધ રોકવા અને હોર્મુઝ ખોલવાનો પ્રસ્તાવ આપ્યો છે. આ દાવો ત્યારે કરવામાં આવી રહ્યો છે જ્યારે અમેરિકા અને ઈરાન વચ્ચે બીજા તબક્કાની શાંતિ વાતચીત હજુ સુધી થઈ શકી નથી.
અમેરિકા અને ઈરાન સતત સમુદ્રમાં તાકાત વધારી રહ્યા છે
બીજી તરફ કેટલાક અહેવાલો એવો પણ દાવો કરી રહ્યા છે કે અમેરિકા અને ઈરાન સમુદ્રમાં પોતાની તાકાત વધારી રહ્યા છે, જે તણાવનો સંકેત આપી રહ્યો છે. સાથે જ એશિયાઈ, ભારતીય અને અમેરિકન શેરબજારમાં વ્યાપક સ્તરે ઘટાડો જોવા મળી રહ્યો છે.
ઇન્ટરનેશનલ ગોલ્ડ-સિલ્વરના રેટ
આંતરરાષ્ટ્રીય સ્તરે પણ સોના અને ચાંદીના ભાવમાં ભારે ઘટાડો આવ્યો છે. સોનું 2.30 ટકા અથવા 108 ડોલર પ્રતિ ઔંસ ઘટીને 4586 ડોલર પ્રતિ ઔંસ પર આવી ચૂક્યું છે. જ્યારે ચાંદીની વાત કરીએ તો, તે 3.20 ટકા અથવા 2.5 ડોલર તૂટીને 72.6 ડોલર પ્રતિ ઔંસ પર આવી ગઈ છે.
રેકોર્ડ હાઈથી કેટલું સસ્તું થયું સોના ચાંદી?
MCX મુજબ, ગોલ્ડનું રેકોર્ડ હાઈ લેવલ 2.02 લાખ રૂપિયા છે, જે હવે 53 હજાર રૂપિયા ઘટીને 1.49 લાખ રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર આવી ચૂક્યું છે. તેવી જ રીતે, ચાંદીનું લાઈફટાઈમ હાઈ લેવલ 4.20 લાખ રૂપિયા છે, જે હવે પોણા બે લાખ રૂપિયા સસ્તી થઈને 2.40 લાખ રૂપિયા પર આવી ગઈ છે.




