સોના-ચાંદી તથા પ્લેટીનમના ભાવ ઉછળ્યા: ક્રૂડ વધી ફરી ૯૦ ડોલર નજીક
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

વૈશ્વિક ડોલર ઈન્ડેક્સ ઘટતાં સોનું ઉછળી ૪૪૦૦ ડોલર પાર
મુંબઈ : મુંબઈ ઝવેરી બજારમાં આજે સોના-ચાંદી તથા પ્લેટીનમના ભાવ ઉછળ્યા હતા. વિશ્વ બજાર વધતાં ઘરઆંગણે ઈમ્પોર્ટ કોસ્ટ ઉંચકાઈ હોવાનું બજારના જાણકારો જણાવી રહ્યા હતા. વિશ્વ બજારમાં ડોલર ઈન્ડેક્સ ઘટતાં વૈશ્વિક સોનાના ભાવ વધી ઔંસદીઠ ફરી ૪૪૦૦ ડોલર ઉપર ગયાના સમાચાર હતા. દરમિયાન, ઘરઆંગણે કરન્સી બજારમાં આજે રૂપિયો નબળો પડતાં તેની ઈમ્પેક્ટ પણ ઝવેરી બજાર પર તેજીની દેખાઈ હતી.
આગળ ઉપર દેશમાં વિવિધ તહેવારો આવી રહ્યા હોવાથી ઝવેરી બજારોમાં હવે માગ વધવાની આશા જાણકારો બતાવી રહ્યા હતા. અમદાવાદ ઝવેરી બજારમાં આજે સોનાના ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ.૨૦૦૦ તથા ચાંદીના ભાવ કિલોદીઠ રૂ.૧૦૦૦ વધ્યા હતા. વિશ્વ બજારમાં સોનાના ભાવ ઔંસના ૪૩૭૦ વાળા વધી ૪૪૧૬ થઈ ૪૪૯૭થી ૪૪૯૮ ડોલર રહ્યા હતા. સોના પાછળ વૈશ્વિક ચાંદીના ભાવ પણ ઔંસના ૬૪.૯૧થી ૬૪.૯૨ ડોલર વાળા વધી ઉંચામાં ભાવ ૬૬.૨૨ થઈ ૬૫.૬૮ ડોલર રહ્યા હતા. દરમિયાન, મધ્ય-પૂર્વમાં ગાઝા તથા લેબેનોન ઘર્ષણમાં ફરી વૃદ્ધી થતાં તથા હોર્મુઝ રુુટ પર અશાંતી વચ્ચે જહાજોની અવરજવર ઘટતાં વિશ્વવ બજારમાં આજે ક્રૂડતેલના ભાવ ફરી ઉંચકાઈ બેરલના ઉંચામાં ૯૦ ડોલર નજીક પહોંચી ગયાના સમાચાર મળ્યા હતા. આની અસર પણ સોનાના ભાવ પર દેખાઈ હતી.
દરમિયાન, અમદાવાદ ઝવેરી બજારમાં આજે સોનાના ભાવ વધી ૯૯૫ના રૂ.૧૫૮૭૦૦ તથા ૯૯૯ના રૂ.૧૫૯૦૦૦ રહ્યા હતા જ્યારે અમદાવાદ ચાંદીના ભાવ વધી રૂ.૨૩૮૦૦૦ રહ્યા હતા. મુંબઈ બુલિયન બજારમાં આજે સોનાના ભાવ જીએસટી વગર રૂ.૧૮૦૦ વધી ૯૯૫ના ભાવ રૂ.૧૫૩૫૫૦ તથા ૯૯૯ના ભાવ રૂ.૧૫૪૧૬૭ બોલાતા થયા હતા જ્યારે મુંબઈ ચાંદીના ભાવ જીએસટી વગર રૂ.૧૮૦૦ વધી રૂ.૨૩૫૬૪૨ રહ્યા હતા. ઉંચામાં ભાવ રૂ.૨૩૬૩૭૩ રહ્યા હતા. વિશ્વ બજારમાં પ્લેટીનમના ભા વ ૧૭૪૫ વાળા વધી ૧૭૭૬ થઈ ૧૭૫૭ ડોલર રહ્યા હતા. જ્યારે પેલેડીયમના ભાવ ૧૩૨૦ વાળા ઉંચામાં ૧૩૪૯ થઈ ૧૩૨૮ ડોલર રહ્યા હતા. કોપરના વૈશ્વિક ભાવ ૧.૦૭ ટકા પ્લસમાં રહ્યા હતા. મુંબઈ બુલિયન બજારમાં પ્લેટીનમના ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ.૧૪૦૦ વધી રૂ.૬૩૧૩૭ રહ્યા હતા. દરમિયાન, વિશ્વ બજારમાં ક્રૂડતેલ બજારમાં આજે બ્રેન્ટ ક્રૂડના ભાવ ઉંચામાં ૮૩.૨૩થઈ ૮૨.૫૨ ડોલર રહ્યા હતા.









